Only Gujarat

Religion

નવરાત્રીના પ્રથમ દિવસે “માં શૈલપુત્રી” કોના ઉપર રહેશે મહેરબાન તો કોને મંત્રથી રીઝવવા પડશે, વાંચો રાશિફળ

રાશિફળ: 17-10-2020: નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રી કોના ઉપર રહેશે મહેરબાન તો કોને મંત્રથી રીઝવવા પડશે! જુઓ આપનું રાશિફળ..

આજ થી નવરાત્રી મહા પર્વ ની શરૂવાત થાય છે ત્યારે આ નવ દિવસ શક્તિ ઉપાસકો માતાજીના વિધ-વિધ પ્રકારના સ્વરૂપની પૂજા કરતા હોય છે. આ પર્વને “શક્તિ અર્જન પર્વ” ના નામે પણ ઓળખવામાં છે કે જેનાથી પરિવાર અને જીવનમાં મનોવાંછિત ફળની પ્રાપ્તિ તેમજ પરિવાર માં સુખ-  સમૃદ્ધિની પ્રાપ્તિ માતાજીની કૃપાથી થાય છે. આપ પણ આ નવ દિવસો માં  માતાજીના પાઠ, મંત્રજાપ, અનુષ્ઠાન, ઉપવાસ કરી મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકો છો! આજે નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીનું  પૂજન કરવું.

 મેષઃ આજે નવરાત્રીના પ્રથમ દિવસે જટિલ વસ્તુનું સકારાત્મક પરિણામ જોવા મળે સાથે જ આર્થિક રોકાણમાં વિચારીને પગલુ ભરવુ તથા સ્થાવર મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય, વ્યવસાયમાં ધારેલો નફો મેળવી શકશો.

  • કાર્યક્ષેત્ર: અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જણાય તેમજ વિરોધીથી સાવધ રહેવું.
  • પરિવાર: સામાજિક વ્યવહારિક કામગીરી અંગે સાનુકૂળતા જણાય, પારિવારિક મતભેદ ટાળવા.
  • નાણાકીય: આર્થિકરીતે દુષ્કાળ માં અધિક માસ જેવી સ્થિતિ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસ માં સાચવવું.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાવધ રહેવું હિતાવહ.
  • આજનો મંત્ર: ॐ शैलपुत्र्यै नमः

 વૃષભઃ આજે અવિચારી ખર્ચ ટાળવા સાથે જ તકને ઝડપવામાં વિલંબના કરવો હિતાવહ, ઊજળું એટલું દૂધ નહિએ વિચારીને આગળ વધવું, પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય બની રહેશે, નવું સાહસ વિચારી ને કરવું હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ તેમજ કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો.
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે તેમજ
  • નાણાકીય: નાણાંની લેવડ-દેવડ વિચારીને કરવી, ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ સંભવ.
  • આજનો મંત્ર: ॐ शैलपुत्र्यै नमः

 મિથુનઃ આજે અણધારી સહાય આપની નાવને કિનારે લગાવવા મદદરૂપ થશે સાથે જ સફળતાનો સ્વાદ ચાખવા મળે અને નાણાકીય વ્યવહાર સાચવીને કરવો હિતાવહ, કારણવગરની ચિંતા ન કરવી, દિવસ ધીરજતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ન રાખવો તેમજ કળથી કામ લેવુ.
  • પરિવાર:  પારિવારિક નિર્ણયોમાં વિચારીને આગળ વધવું તેમજ કૌટુંબિક સુખ સારું જણાય.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયાસનું શુભફળ મળે.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: ॐ शैलपुत्र्यै नमः

 કર્કઃ આજે મહત્વના કાર્યમાં ખાતર ઉપર દીવેલ જેવી સ્થિતિ જણાય, વ્યક્તિગત સંબંધોમાં સાચવીને ચાલવુ, આપની મહેનતનું પૂરું ફળ જોવા મળે તેમજ વિલંબમાં પડેલા કાર્ય આગળ વધી શકે, આર્થિક અનુકૂળતાથી તમારું મન પ્રસન્ન રહેશે.

  • કાર્યક્ષેત્ર: નવા કાર્યનો શુભારંભ સંભવ બને તેમજ વાદ વિવાદ ટાળવો.
  • પરિવાર: પારિવારિક જીવન સુખમય રીતે પસાર થાય તેમજ શુભ પ્રસંગ આવવાની શક્યતા.
  • નાણાકીય: નાણાકીય મૂંઝવણોનો માર્ગ જણાય, વ્યવહારિક સફળતા મળતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ:  ધાર્યું ફળ મળવામાં વિલંબ જણાય.
  • સ્વાસ્થ્ય: માનશીક શાંતિ જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ शैलपुत्र्यै नमः

સિંહઃ આજે અમુક ઝઘડા રાઈનાં પહાડ બનાવી દે તેવી શક્યતાઓ સાથે જ ધાર્યું કાર્ય પૂર્ણ થતું જણાય, કાર્યક્ષેત્રના પ્રશ્નો આપની બેચેનીમાં વધારો કરી શકે છે, જીવનમાં વિસરી ગયેલી મીઠાસનો સ્વાદ ફરીથી ચાખવા મળશે.

  • કાર્યક્ષેત્ર: ઉતાવળિયું પગલું ભરવું નહિ અને મનમાં ધારેલું કાર્ય આગળ વધતું જણાય.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ.
  • નાણાકીય: નાણાકીય રોકાણ સાચવીને કરવુ, ગૂંચવાયેલી આર્થિક બાબતોનો નિકાલ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: રચનાત્મક વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ शैलपुत्र्यै नमः

કન્યાઃ  આજે પારિવારિક આનંદ જળવાઈ રહેશે અને સામાજિક માન સમ્માન વધે સાથે જ મનમાં સામાન્ય ઉચ્ચાટ જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્ય-વિચારથી બીજાને પ્રાત્સાહિત કરવામાં સફળ થશો, વાયદામાં સાવધ રહેવુ.
  • પરિવાર: ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો અને આર્થિક નવી તક સંભવ બને.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ शैलपुत्र्यै नमः

તુલાઃ આજે કૌટુંબિક મતભેદ ટાળવા સાથે જ મધ્યાહન ૫છી આ૫ના આર્થિક પ્રશ્નોનું સમાધાન જણાય અને દાંપત્યજીવનના પ્રશ્નોનું નિરાકરણ જણાય, વિલંબમાં પડેલા કાર્ય આગળ વધતા જણાય, કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • પરિવાર: કૌટુંબિક મતભેદનો અંત જણાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ જણાય, સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવી તક મળે.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ शैलपुत्र्यै नमः

વૃશ્રિકઃ  આજે ભવિષ્યની યોજનાનું આયોજન સંભવ સાથે જ કોઈ લાભકારક તક આવતી જણાય, દાંપત્ય જીવનમાં મનમેળ જળવાઈ રહેશે,વારસાગત સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ જણાય, આર્થિક મુશ્કેલીનો માર્ગ જણાય.

  • કાર્યક્ષેત્ર: આપની મુજવણોના ઉકેલ મળતા જણાય, કાર્યક્ષેત્રમાં વિશેષ તક સંભવ.
  • પરિવાર: પરિવાર સાથે યાદગાર સમય પસાર થાય, મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: જૂના રોકાણથી ફાયદો જણાય તેમજ નાણાકીય વ્યય વધારે જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: નકારાત્મક વિચારોથી દુર રહેવું.
  • સ્વાસ્થ્ય: તબિયતની વિશેષ તકેદારી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ शैलपुत्र्यै नमः

 ધનઃ આજે આવકનું પ્રમાણ વધે અને જૂના સંબંધો ફરીથી તાજા થતા જણાય, કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો, પારિવારિક મધુરતા જળવાઈ રહેશે તેમજ સામાજિક સમરસતા જળવાઈ રહે, મહત્વના કામમાં પ્રગતિ જણાય.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા કામમાં સામાન્ય વિધ્ન જણાય તેમજ કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ.
  • પરિવાર: મનભેદ-મતભેદ ટાળવા અને વડીલોનું માન સમ્માન જાળવવું.
  • નાણાકીય: મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં સામાન્ય અળચન જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં ફેરફાર જણાયતો નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ.
  • આજનો મંત્ર:  ॐ शैलपुत्र्यै नमः

 મકરઃ આજે વડિલોનાં આશીર્વાદ લઈ દિવસનો પ્રારંભ કરવો સાથે જ સાંજ સુધીમાં કોઈ સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, મકાન-વાહન-જમીનને લગતા પ્રશ્નોનું નિરાકરણ જણાય, આપની પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.

  • કાર્યક્ષેત્ર: સહકર્મી સાથે મન ભેદ ટાળવા, તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • પરિવાર: આજે વૈવાહિક જીવન અંગેનાં પ્રશ્નોનું સમાધાન જણાય અને સામાજિક કાર્યો આગળ વધે.
  • નાણાકીય: આર્થિક સમસ્યાનો હલ જોવા મળે તેમજ નવા સાહસો વિચારીને કરવા.
  • વિદ્યાર્થી વર્ગ: પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીના કારણે મન માં બેચેની જણાય.
  • આજનો મંત્ર: ॐ शैलपुत्र्यै नमः

કુંભઃ આજે ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું અને નાણાકીય વ્યવહાર સાચવીને કરવો, વધારાની આવક કરવાના પ્રયત્ન સફળ થતા જણાય, સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે, વિવાદથી અંતર જાળવવુ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગ થી સાચવવું તેમજ નકામી ચિંતાઓ થી દુર રહેવું.
  • પરિવાર: પ્રિયજન સાથે ગાળેલો સમય યાદગાર બની રહેશે, નવા સંબંધો બને.
  • નાણાકીય: આર્થિક મુંઝવણ દૂર થાય, ખર્ચ પર કાબુ રાખવો હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસમાં નવસર્જનના વિચારો આવે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ચિંતાહળવી થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ शैलपुत्र्यै नमः

મીનઃ આજે કાર્યક્ષેત્રમાં આપને મનગમતી તક મળતી જણાય તથા કાર્યને પાર લગાવવામાં ધીરજ રાખવી, પિતૃસંપત્તિનાં પ્રશ્નોનો ઉકેલ આવે, કોઈ સામાજિક સમસ્યા દૂર થતી જણાય, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે અને વ્યસ્તતા વધારે જણાય.
  • પરિવાર: અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય, શુભ પ્રસંગ આવવાની શક્યતા.
  • નાણાકીય: આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ, મિલકત સંબંધિત કોઈ વાદ-વિવાદમાં પડવુ હિતાવહ નથી.
  • વિદ્યાર્થી વર્ગ: નવી તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • સ્વાસ્થ્ય: તબિયતની કાળજી લેવી હિતાવહ.
  • આજનો મંત્ર:   ॐ शैलपुत्र्यै नमः
You cannot copy content of this page