Only Gujarat

Religion TOP STORIES

મેષનું વાર્ષિક રાશિફળઃ આવકમાં તો થશે વધારો પણ તબિયત રહેશે નરમ-ગરમ

અમદાવાદ: આ નૂતન 2077ના પરિધાવી સંવત્સરમાં આગામી વર્ષ તમારા કાર્યક્ષેત્ર, પરિવાર, નાણાકીય, સ્ત્રી તેમજ વિદ્યાર્થી વર્ગ અને સ્વાસ્થ્ય સંદર્ભે કેવું રહેશે સાથે જ વર્ષ દરમિયાન કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને કઈ વસ્તુમાં તેઓની સાનુકૂળતા જળવાઈ રહેશે ઉપરાંત કયા શુભ ઉપાય અને દાનથી મનોવાંછિત ફળ મળી શકે છે તે બધીજ સચોટ રીતે અહીંયા જણાવવામાં આવ્યું છે. તો રાહ શું જોવો છો!, આવો જાણીએ મેષરાશિના (અ.લ.ઈ.) જાતકો માટે આવનારું વર્ષ કેવું રહેશે!

આ વર્ષના પ્રારંભથી શનિ આપના કર્મસ્થાનેથી પસાર થતાં આપણા પડતર કાર્યોમાં ગતિ આપશે સાથે જ ગુરુ દેવ તમારી રાશિથી 10માં સ્થાન પરથી પસાર થાય છે, તો આ વર્ષે નવા કાર્યોની શરૂઆત સંભવ બને સાથે જ વાહન-મકાન-મિલકત લે-વેચમાં ફાયદો થશે. તકનિકી લાઈનોમાં સફળતા તથા જમીન–મકાનના પ્રશ્નો હલ થાય સાથે જ ભાઈ-ભાંડુ સાથે સારું રહે. પરાક્રમમાં વધારો થતો જણાય અને આર્થિક બાબતે સુધારો આવશે તથા નોકરી–ધંધામાં સફળતા મળશે. દાંપત્ય જીવનમાં મતભેદ રહે જેના થી સાચવવું અને કોર્ટ–કચેરીના કાર્યોમાં મુશ્કેલી જણાય. અવિવાહિત લોકો માટે યોગ્ય નિર્ણય લઈ શકો. સંતાનોની ચિંતા દૂર થશે. આરોગ્ય માટે વર્ષ સામાન્ય રહે સાથે પ્રેમ પ્રકરણમાં મુશ્કેલી જણાશે. આપના દરેક યાત્રા પ્રવાસ એકંદરે સાર રહે સાથે જ વિદ્યાર્થીને મહેનતનું ફળ જોવા મળી શકે છે.

કાર્યક્ષેત્ર: આ વર્ષ દરમિયાન આપને કાર્યક્ષેત્રમાં મધુર ફળ ચાખવા મળે સાથે જ અધુર્ય કાર્યોમાં માં પ્રગતિ જણાય. ઇલેક્ટ્રોનિક, ટ્રાન્સપોર્ટેશન, લોખંડ, ટેક્લોલોજી અને રાજનીતિ સાથે જોડાયેલી વ્યક્તિઓ ને મનગમતી તક મળે પરંતુ ભાગીદારી ના કર્યો માં સચેત રહેવું. નોકરીમાં બઢતી જોવા મળે સાથે પરંતુ જૂન માસ સુધી કોઈ સાથે વાદ – વિવાદમાં ના ઉતારવું હિતાવહ રહે અને વર્ષના અંત સુધી જાતકને મહેનતનું વિશેષ પરિણામ જણાય.

પરિવાર: વર્ષ દરમિયાન કૌટુંબિક સંપ જળવાઈ રહેશે અને આપના મહત્વના કાર્યોમાં સભ્યો નો સાથે સહકાર મળી રહે પરંતુ જૂન માસ સુધી દામ્પત્ય જીવન ના માટે ભેદથી દૂર રહેવું હિતાવહ રહે અને નાની બાબતો રાઈ નો પહાડ ન બનાવી દે તે ધ્યાન રાખવું તેમજ જે જાતકો ને વિવાહ બાકી છે તે લોકોને જુલાઈ પછી માંગલિક કાર્યો આગળ વધે.

નાણાકીય: જાતકને આર્થિક ક્ષેત્રમાં નવીન તક જણાય સાથે જાવક વધી ન જાય તેની તકેદારી રાખવી. કન્સ્ટ્રક્શન, મેડિકલ, કેમિકલ, ન્યાયતંત્ર તેમજ ઇલેક્ટ્રોનિક સાથે જોડાયેલા વ્યક્તિઓને મહત્વપૂર્ણ વર્ષ જોવા મળે. વિદેશ કર્યો સાથે સંકળાયેલા વ્યક્તિઓ ને સારા-નરસા પરિણામ ભોગવવા પડે પરંતુ એકંદરે આર્થિકરીતે વર્ષ સાનુકૂળતાવાળું જણાય.

સ્ત્રી વર્ગ: વર્ષ દરમિયાન પારિવારિક સુખનું પ્રમાણ સારું જણાય સાથે કુંવારી સ્ત્રી માટે લગ્ન-વિવાહની વાત આગળ વધે. ઘર તેમજ કાર્યક્ષેત્રમાં પોતાની વિશેષ આવડત અને ધગસથી મધુર પરિણામ ચાખવા મળે પરંતુ કોઈ વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ રહે.

વિદ્યાર્થી વર્ગ: વિદ્યાર્થીઓ ને ધાર્યા પરિણામ મેળવવા સામાન્ય મુશ્કેલી નો સામનો કરવો પડે માટે વધારે મહેનત કરવી તેમજ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ઈચ્છીત તક મળી રહે. આર્ટ્સ અને કોમર્સ લાઈનના વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન વિશેષ ધ્યાન રાખવું હિતાવહ રહે.

સ્વાસ્થ્ય: આરોગ્ય ક્ષેત્રે વર્ષના પ્રારંભથી માર્ચ મહિના સુધી સાનુકૂળતા જણાય પરંતુ ત્યારબાદ કોઈ નાની-મોટી બીમારી પરેશાન કરી શકે છે માટે ખાસ ધ્યાન રાખવું. એકંદરે વર્ષદરમિયાન સ્વાસ્થ્યમાં પ્રતિકૂળતા જણાય.

શુભ ઉપાય: વર્ષ દરમિયાન મેષ રાશિના જાતકોએ પોતાના ઇષ્ટ દેવની ઉપાસના કરવી સાથે શ્રી વિષ્ણુ ભગવાનનું પૂજાન કરવું તેમજ વર્ષદરમિયાન લાલ વસ્તુ અને વસ્ત્રનું દાન કરવું હિતાવહ રહેશે.

You cannot copy content of this page