Only Gujarat

Religion

આજે દેવાધિદેવ મહાદેવજી કોના પર કરશે કૃપા તો કોને કરવા પડશે રાજી, વાંચો રાશિફળ

રાશિફળ: 26-10-2020: આજે દેવાધિદેવ મહાદેવજી કોના પર કૃપા કરશે તો કોને રાજી કરવા પડશે! જુઓ આપનું રાશિફળ…

મેષઃ આજે જીવનમાં સ્થિરતા માટે વ્યવહારિક પગલાં લેવાય, કાર્યક્ષેત્રમાં ઉતાવળયો નિર્ણય લેવો નહિ, સાંજના સમયે કાર્યમાં સાનુકુળતા જણાય, પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય, જમીન-મકાન બાબતોનો ઉકેલ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં સહકાર્યકરો અને કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે પરંતુ આળસને કારણે કોઈ પણ કાર્ય મોકૂફ રાખશો નહીં.
  • પરિવાર: દાંપત્યજીવનમાં મધુરતા જણાય, અંગત જીવનનાં મતભેદ દૂર થતા જણાય.
  • નાણાકીય: જોખમ લેવામાં સંકોચ કરવો નહીં, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ शशिशेखराय नमः

વૃષભઃ આજે તમારા વ્યવહારથી બીજા નિરાશ ન થાય તે ધ્યાન રાખવું, તમારા કરેલા પ્રયત્નોનું મધુર ફળ મળતુ જણાય, મધ્યાહન બાદ સામાજિક વ્યસ્તતા વધારે જણાય, પારિવારિક કાર્યોમાં સાનુકૂળતા જણાય, વડીલો સાથે મનદુઃખ ટાળવું.

  • કાર્યક્ષેત્ર: કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સારો તાલમેલ રહેતો જણાય.
  • પરિવાર: વિશરાયેલા સંબંધો ફરી થી તાજા થતા જણાય, પારિવારિક મતભેદ-મનભેદ ટાળવા.
  • નાણાકીય: નાણાકીય મોકળાસ દુર થતી જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નરમ-ગરમ જણાય.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય બદલાવની અનુભૂતિ સંભવ.
  • આજનો મંત્ર: ॐ वामदेवाय नमः

 

મિથુનઃ આજે દિનચર્યામાં બદલાવ જરૂરી જણાય, મધ્યાહન બાદ સામાજિક વ્યસ્તતા વધારે જણાય, કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ તરફથી સાથ સહકાર મળી રહેશે, આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, કાયદાકીય બાબતોમાં સફળતા જણાય.

  • કાર્યક્ષેત્ર: ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, કાર્યક્ષેત્રનો બોજ ઓછો કરવામાં આપની ચતુરાઈથી કામ લેવું.
  • પરિવાર:  સામાજિક ક્ષેત્ર વિકસિત થાય, અંગત સંબંધોમાં સામાન્ય કડવાસ અનુભવાય.
  • નાણાકીય: આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ, વારસાગત સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: તમારી સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: ॐ विरूपाक्षाय नमः

કર્કઃ આજે વિચારોને સકારાત્મક રાખવા, ઓછું બોલવુ અને તમારા કાર્યને બોલવા દેવું, કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવાની જરૂર જણાય, આવક જાવકનું પલ્લું જળવાઈ રહે, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી, મિલકતનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • પરિવાર: પારિવારિક નિર્ણયોમાં વિચારીને આગળ વધવું તેમજ વાણી ઉપર સંયમ રાખવો હિતાવહ.
  • નાણાકીય: જૂના રોકાણથી લાભ જણાય, આર્થિક સમસ્યા વધુ ધેરાતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે મહેનતની જરૂર જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે ખાસ ધ્યાન રાખવુ.
  • આજનો મંત્ર: कपर्दिने नमः

સિંહઃ આજે જીવન સાથી સાથે આનંદ પૂર્વક સમય પસાર થાય તથા કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે સાથે આજે ગૃહજીવનની બાબતો વધારે ગૂંચવાતી જણાય, કાર્યક્ષેત્રમાં તમારા લક્ષ્યો મેળવવા વધારે પરિશ્રમ કરવો પડે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં દિવસ આનંદમય જણાય, કાર્યક્ષેત્રમાં આગવું સ્થાન જણાય.
  • પરિવાર: કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી મળી શકે, નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય આંગળ વધે.
  • નાણાકીય: દિવસભર કૌટુંબિક સુખ સારું જણાય, પરિવાર તરફથી કાર્યોમાં સાનુકૂળતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: દિવસભર શારીરિક ઊર્જા સારી જણાય.
  • આજનો મંત્ર: ॐ नीललोहिताय नमः

કન્યાઃ આજે મહત્વનો નિર્ણય લેતા પહેલા અનુભવીની સલાહ હિતાવહ રહેશે, લુપ્ત થયેલા સંબંધો તાજા થાય, બીજાને કરેલી સહાય તમારા માટે લાભદાયક રહેશે, નાની ઈજાથી સાવધ રહેવું. સત્કાર્યમાં દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: શ્રેય બીજાને મળતો જણાય તથા કાર્યક્ષેત્રમાં ભાર વધારે જણાય
  • પરિવાર: દાંપત્ય જીવનમાં ઉમંગ-ઉલ્લાસ જળવાઈ રહેશે તેમજ વડીલની મદદ ઉપયોગી નીવડે.
  • નાણાકીય: જાવકનું પ્રમાણ વધે, મનમાં અસંતોષની ભાવના રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓ ને પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી રાખવી જરૂરી.
  • આજનો મંત્ર: ॐ खट्वांगिने नमः

તુલાઃ આજે કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય સાથે જ આપની સખત મહેનતનું પરિણામ આજે મળતુ જણાય, કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધારે જણાય, મહત્વની વ્યક્તિઓ સાથે લાભદાયક વાતચીત આગળ વધે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં બદલાવ કરવાનું મન થાય, કાર્યક્ષેત્રમાં સહકર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે.
  • પરિવાર: ગૃહજીવનમાં સંવાદિતા જણાય તેમજ સ્વજનથી નાણાંનો સહકાર મળી રહે.
  • નાણાકીય: નાણાકીય વ્યવહાર સાચવીને કરવો તથા આવક-જાવકનું પલ્લુ સંતુલનમાં રહે.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: પડવા-વાગવા અંગે તકેદારી રાખવી.
  • આજનો મંત્ર: ॐ श्रीकण्ठाय नमः

વૃશ્રિકઃ  આજે માંગલિક કાર્યો આગળ વધે તેમજ પરિશ્રમનો સ્વાદ ચાખવા મળે,દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે, વડીલ તરફથી સારા સમાચારની પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય, અવિચારી નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ, કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા બતાવવાનો મોકો મળશે.
  • પરિવાર: લુપ્ત થયેલા સંબંધો તાજા થતા જણાય તેમજ સામાજિક સમરસતા જળવાઈ રહે.
  • નાણાકીય: આર્થિક બાબતે દિવસ લાભદાયક ગણાય, શુભ કાર્યમાં ધન ખર્ચ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસની અંદર સફળતા જોવા મળે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ शर्वाय नमः

ધનઃ આજે મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ તથા વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય, આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય, નકારાત્મક લાગણીઓને વૈચારિક ધારામાં લાવવી હિતાવહ નથી.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહત્વના કાર્યોમાં સફળતા જણાય, કાર્યબોજ હળવો થતો જણાય.
  • પરિવાર: વારસાગત પ્રશ્નોનું મધુર પરિણામ જણાય, ઘરમાં સુખ શાંતિ જોવા મળે.
  • નાણાકીય: જુના આર્થિક પ્રશ્નોનુ સકારાત્મક પરિણામ જણાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: મન-વિચાર ભણવામાં બની રહે તે ખાસ જોવું.
  • સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સામાન્ય ફેરફાર જણાય.
  • આજનો મંત્ર:  ॐ शिवा प्रियाय नमः

મકરઃ આજે આર્થિકક્ષેત્રની મોકળાસમાં થી બહાર આવાનો માર્ગ જણાય તેમજ જમીનમાં રોકાણ લાભદાયી રહેશે, આર્થિક મર્યાદાઓ હતાશાને વેગ આપશે,આર્થિક રોકાણમાં સાહસ અનિવાર્યપણે જ કરવુ હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્યનું ફળ જલ્દી જોવા મળે, કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા મળી રહે.
  • પરિવાર: મિત્ર-વડિલ તરફથી આર્થિક મદદ મળી રહે, પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય.
  • નાણાકીય: રોકાણ કરતાં પહેલાં તેનો પૂર્વ અભ્યાસ જરૂરી, આર્થિક સહાય મળી રહે.
  • વિદ્યાર્થી વર્ગ: સ્પર્ધાત્મક બાબતોમાં સફળતાનો મધુર સ્વાદ ચાખવા મળે.
  • સ્વાસ્થ્ય: માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.
  • આજનો મંત્ર: ॐ उग्राय नमः

કુંભઃ આજે અટકાયેલા કાર્યો પૂર્ણ થતા જણાય તેમજ આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, કાર્ય ફળ ધર્યા કરતા ઓછુ મળતું જણાય, સામાજિક – વ્યવસાયિક કામગીરીમાં સાનુકુળતા રહે, વેપાર ક્ષેત્રે નવા રોકાણ સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પદોન્નતિ મળવાની સંભાવના તેમજ તકને ઝડપવામાં વિલંબના કરવો.
  • પરિવાર: કોઈ સામાજિક પ્રશ્નનું નિરાકરણ સંભવ બને, સામાજિક કાર્યમાં દિવસ પસાર થતો જણાય.
  • નાણાકીય: આર્થિક રીતે દિવસ લાભદાયી રહે, નાણા વ્યવહારમાં ધ્યાન રાખવું.
  • વિદ્યાર્થી વર્ગ: સખત મહેનતથી સફળતાનો સ્વાદ ચાખી શકાશે.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ कामारये नमः

મીનઃ આજે આપના પ્રયાસનું શુભફળ ચાખવા મળે અને મહત્ત્વના વ્યક્તિનો પરિચય થાય, શુભ કાર્યોની શરૂઆત થતી જણાય, આર્થિક માર્ગોમાં કઠિન સમય હળવો બનતો જણાય, નવા સાહસો વિચારીને કરવા, માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રના પ્રશ્નો ને તમારા ચાતુર્ય થી ઉકેલવાનો પ્રયત્ન કરશો, કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ.
  • પરિવાર: વારસાગત પ્રશ્નોનું મધુર પરિણામ જણાય, ઘરમાં સુખ શાંતિ જોવા મળે.
  • નાણાકીય: આપના વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, અણધાર્યો ખર્ચ થવાની સંભાવના.
  • વિદ્યાર્થી વર્ગ: આપના પ્રયત્નનાં ફળ ખાટા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યની પાછળ વધારે ખર્ચ થતો જણાય.
  • આજનો મંત્ર:   ॐ गंगाधराय नमः

 

You cannot copy content of this page