Only Gujarat

Gujarat TOP STORIES

છેલ્લીવાર મહેશ કનોડિયા ના જોઈ શક્યા ભાઈનો ચહેરો, પરિવારે ભીની આંખે આપી અંતિમ વિદાય

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર મહેશ કનોડિયાનુ લાંબી બીમારી બાદ નિધન થયું હતું. મહેશ કનોડિયાના નિધન બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મહેશ કનોડિયાની અંતિમ વિદાય વખતે હિતુ કનોડિયાની આંખોમાં આસું આવી ગયા હતાં. મહત્વની વાત એ છે કે, નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયા એક જાણીતા સંગીતકાર અને ગાયક હતા.

ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર મહેશ કનોડિયા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા જેમનું રવિવારે નિધન થયું હતું જેના પગલે ગુજરાતી ફિલ્મ જગતમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. રવિવાર સાંજે ગાંધીનગરના સેક્ટર 30માં મહેશ કનોડિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. ઢોલીવૂડમાં મહેશ-નરેશના નામથી આ બંને ભાઈઓની જોડી ખૂબ ફેમસ હતી. મહેશ કનોડિયા પોતાના અવાજને લઈને ખૂબ જ જાણીતા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં છે જ્યારે ખાસ કરીને મહિલાના અવાજમાં તેમના ગીતોને કારણે તેમણે બહુ જ લોકપ્રિયતા મળી હતી.

કનોડિયા પરિવારને મોટી ખોટ પડી છે આટલું વાક્ય બોલતાની સાથે જ કેમેરા સામે હિતુ કનોડિયા રડી પડ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતુ કે, મારા પિતા નરેશ કનોડિયા વેન્ટિલેટર પર છે. અને હવે આ ઘા કેમ સહન થશે. મહેશ-નરેશની બેલડી છે. ભગવાને અંખડ બેલડી તોડી છે. આ ઉરાંત પીએમ નરેન્દ્ર મોદીએ ફોન કરીને પરિવારજનો સાથે વાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી ત્યાર બાદ CM રૂપાણીએ પણ ફોન કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ રીતે પડી કનોડિયા સરનેમઃ મહેશ તથા નરેશ કનોડિયાએ પોતાના ગામ કનોડા પરથી પોતાની સરનેમ કનોડિયા રાખી હતી.

ગુજરાતના પહેલાં સ્ટાર જેમણે વિદેશમાં પર્ફોર્મન્સ આપ્યુંઃ નરેશ તથા મહેશ કનોડિયા પહેલાં ગુજરાતના એક પણ સ્ટાર એવા નહોતા કે જેમણે વિદેશ જઈને પર્ફોર્મન્સ આપ્યું હોય. 80ના દાયકામાં મહેશ તથા નરેશની જોડીએ આફ્રિકા, અમેરિકા તથા એશિયા સહિતના દેશોમાં જઈને પર્ફોર્મન્સ આપ્યું હતું.

નરેશ કનોડિયાએ રતનબેન સાથે લગ્ન કર્યાં છે. તેમનો દીકરો હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મનો સુપરસ્ટાર છે. હાલમાં હિતુ કનોડિયા ઈડરના ધારાસભ્ય છે. હિતુ કનોડિયાએ એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યાં છે. બંનેનો દીકરો રાજવીર છે. તેઓ હાલમાં ગાંધીનગર રહે છે. તેમના ભાઈ મહેશ કનોડિયા પણ તેમની સાથે જ છે.

મહેશ કનોડિયાએ ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું હતું. આ ઉપરાંત તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે.

You cannot copy content of this page