Only Gujarat

Gujarat

અમદાવાદમાં ચોરની ગેંગનો થયો પર્દાફાશ, ચોરી કરવા ગેંગ ફ્લાઈટમાં આવતી

Car theft gang arrested in Ahmedabad: અમદાવાદ ક્રાઇમબ્રાંચે 500 કરતા વધારે લક્ઝરી ગાડીઓની ચોરી કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ગેંગના બે લોકોની ધરપકડ કરવાની સાથે જ 10 ગાડીઓને જપ્ત કરાઇ છે. આરોપીઓની ઓળખ મેરઠના રહેવાસી અશરફ સુલ્તાન અને રાંચીના રહેનારા ઇરફાન ઉર્ફે પિંટુ તરીકે થઇ છે.

પોલીસના અનુસાર આરોપીઓએ દિલ્હી, રાજસ્થાન, બંગાળ જેવા રાજ્યોના રહેવાસી લોકોની સાથે મળીને ગેંગ બનાવી. આ ગેંગ જરૂરિયાત અનુસાર લક્ઝરી ગાડીઓની ચોરી કરતો હતો. આ લોકો ગાડીઓની સિક્યોરિટી કોડ લેપટોપથી ડિકોડ કરતા હતા પછી ચોરી કર્યા બાદ એન્જિન અને ચેચિસ નંબર બદલી દેતા હતા અને ગાડીને વેચી દેતા હતા.

ગેંગના સભ્યો આસામ, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોની RTO ની મદદથી ચોરી કરાયેલી ગાડીઓનું NOC લઇને પાસિંગ કરાવતા હતા. આરોપી પિંટૂ સ્ક્રેપનો ધંધો કરતો હતો. તે ફ્લાઇટ્સમાં અન્ય રાજ્યમાં જઇને ચોરી કરાયેલી ગાડીઓની ડીલ કરતો હતો. ત્યાર બાદ અશરફ ગાડી બીજા રાજ્ય સુધી પહોંચાડતો હતો. હવાઇ મુસાફરી અને અન્ય રાજ્યમાં રોકાવા સુધીનો તમામ ખર્ચ ગાડીઓ ખરીદનાર વ્યક્તિ પાસેથી વસૂલવામાં આવતો હતો.

ગેંગ છેલ્લા 5 વર્ષોથી કરતી હતી લક્ઝરી કારની ચોરી

અમદાવાદ ક્રાઇમબ્રાંચના ડીસીપી ચૈતન્ય મંડલિકે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપી અને તેની ગેંગ ગત્ત 5 વર્ષથી ગાડીઓની ચોરી કરી રહ્યો હતો. આ ગેંગ અત્યાર સુધી 500 કરતા વધારે ગાડીઓ ચોરી કરી ચુક્યો છે. જપ્ત કરાયેલી 9 ગાડીઓ દિલ્હી અને એક યુપીમાં રજિસ્ટર હતી. આ ગાડિઓના માલિકોએ એફઆઇઆર પણ દાખલ કરાવી હતી.

ગેંગ જરૂરિયાત અનુસાર ગ્રાહકો સુધી ગાડીની તસ્વીરો વ્હોટ્સએપ કરતો હતો. એડવાન્સ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી. હવે આગળની તપાસ માટે બંન્ને આરોપીઓને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દિલ્હી પોલીસને સોંપશે.

You cannot copy content of this page