Only Gujarat

Gujarat

હજી લોકો કપાસ નથી વાવી રહ્યા ત્યાં તો આ ખેડૂતે ઉત્પાદન પણ લઈ લીધું, વૈજ્ઞાનિકો પણ માથું ખંજવાળતા રહી ગયા

ગુજરાતના ખૂણે ખૂણે હજી મેઘરાજા પહોંચ્યા પણ નથી. રાજ્યમાં ઘણી જગ્યાએ હજી વાવણી પણ બાકી છે. આ બધાની વચ્ચે ગુજરાતના એક ખેડૂતે ઈતિહાસ રચ્યો છે. વૈજ્ઞાનિકોને પણ અચરચ પમાડે તેવો પ્રયોગ કરી અભણ ખેડૂતે કોઠાસૂઝનો નમૂનો બતાવ્યો છે. કપાસ વાવવાની સિઝમાં ખેડૂત કપાસનું પહેલું ઉત્પાદન પણ મેળવી લીધું છે. એટલું જ નહીં ખેડૂતને પ્રથમ ફાલના કપાસના મણના રૂપિયા 5101 ઉપજ્યા હતા. ખેડૂતે 15 મણ કપાસ આ ભાવે વેચ્યો હતો.

આવી કમાલ ઝાલાવડ પંથકના ખેડૂતે કરી દેખાડી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના ખેડૂત નવઘણભાઇ હેમુભાઈ ઠાકોરે ફેબ્રુઆરી માસમાં કપાસનું વાવેતર કર્યું હતું. અન્ય ખેડૂતો અત્યારે વાવણી કરી રહ્યા છે ત્યારે નવઘણભાઈની વાડીએ કપાસનો પહેલો ઉતારો પણ ઉતરી ગયો છે. તેમણે પ્રથમ વિણીમાં ઉતરેલ 15 મણ જેટલો કપાસ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં રૂપિયા 5101ના ભાવે વેચાણ કર્યો હતો.

વગર સીઝને કપાસનું ઉત્પાદન મેળવનાર પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત નવઘણભાઇ હેમુભાઈ ઠાકોરે આ અંગે કહ્યું હતું કે તેઓએ કંઈક નવું કરી બતાવવાના ઉદેશ્યથી 22 ફેબ્રુઆરી 2022ના રોજ પાંચ વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું.

આજે સીઝન વગરનો આ કપાસ નવઘણભાઇ હેમુભાઈ ઠાકોરના ખભ્ભા સુધી ઉંચો થઇ ગયો છે અને લૂમે ઝૂમે જીંડવા બેઠા છે જે પૈકી પ્રથમ વીણીમાં નવઘણભાઈને 11 મણ કપાસ ઉતરતા ધ્રાંગધ્રા યાર્ડમાં પ્રથમ મુહૂર્તનો સોદો 5101ના ભાવે કર્યો હતો. આશ્ચર્ય તો એ વાતનું છે કે નવઘણભાઇ અભણ હોવા છતાં પોતાની કોઠાસૂઝથી આ અવનવો પ્રયોગ કરી સારું પરિણામ મેળવ્યું છે.

આ સિદ્ધિ બદલવ ચારેબાજુ નવઘણભાઈના વખાણ થઈ રહ્યા છે. તેમનું આગેવાનો દ્વારા ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

દેશમાં પ્રથમ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક આવતા વેપારી શ્રીરામ ટ્રેડીંગવાળા જયેશભાઈ પટેલ દ્વારા કપાસની એક મણના રૂ. 5101ના ભાવે મુહૂર્તના 15 મણના કપાસની ખરીદી કરવામાં આવી હતી.

You cannot copy content of this page