Only Gujarat

Gujarat

કોરોનાકાળમાં પણ સુરતીઓમાં જોરદાર ઉત્સાહ, ઘારી-ભૂસું પેટ ભરી ભરીને ખાધું

શરદ પૂનમના બીજા દિવસે સુરતીઓ ચંડી પડવાની ઉજવણી કરતા હોય છે અને સુરતનો ચંદી પડવો એટલે ચોખ્ખા ઘીની ઘારીની મિજબાની. કોરોનાની મહામારી કારણે આ વખતે મોટાભાગના તહેવારોનો ફિક્કા રહ્યા છે ત્યારે ચંદી પડવોએ મોંમા પાણી લાવી દેતી સ્વાદિષ્ટ ઘારીની ખરીદી પણ ઓછી થાય તેવી ચિંતા વેપારીઓને તસાવી રહી હતી. જોકે, સુરત શહેરના મોટા વિક્રેતાઓના મત પ્રમાણે ઘારીની ખરીદીને કોઈ ખાસ અસર થઈ નથી.

દર વર્ષે છેલ્લાં બે-ત્રણ દિવસમાં લોકો ઘારી-ભૂસું ખરીદતાં હોય છે. તેની જગ્યાએ આ વખતે સાવચેતી રાખતાં એક સપ્તાહ પૂર્વેથી જ ઘારીની ખરીદી શરૂ કરી હતી. રવિવારે પણ સવારથી જ લોકોએ ઘારી લેવા ઉમટી પડ્યા હતા. એક અંદાજ પ્રમાણે આજે સુરતીઓ સાતથી આઠ કરોડની 80 ટન ઘારી ઝાપટી ગયા. જ્યારે 45 લાખના ભૂસાંના વેચાણનો પણ અંદાજ છે.

ચંદી પડવો હોય અને સુરતની ઘારી યાદ ન આવે એવું બને જ નહીં. આમ તો આખા દેશમાં શરદ પૂનમનો તહેવાર ઉજવવામાં આવે છે. પણ સુરતીઓ આ તહેવાર કંઇક અલગ જ અંદાજમાં ઉજવે છે. આ વર્ષે ચંદી પડવો રવિવારનાં રોજ હતો. એકમાત્ર સુમુલ ડેરી દ્વારા જ 70 ટન ઘારી બનાવવામાં આવી હતી. જ્યારે ચોર્યાસી ડેરી સહિતના વિવિધ મોટા ઉત્પાદકો દ્વારા 2થી 3 ટન ઘારી બનાવીને તેનું વેચાણ કરવામાં આવ્યું હતું. એક અંદાજ પ્રમાણે 80 હજાર કિલોથી વધુ અને રૂપિયા સાતથી આઠ કરોડની કિંમતની ઘારીઓ સુરતીઓ ઝાપટી ગયા. વધુમાં રૂપિયા 180થી 230 કિલોએ મળી રહેલા ભૂસુંની પણ ખરીદી યથાવત રહી હતી.

સામાન્ય રીતે આ મીઠાઈ 660 થી 820 રૂપિયે કિલો વેચાય છે. પરંતુ આ પારંપારિક મિઠાઈમાં એક નવા જ પ્રયોગે તેને સ્પેશિયલ બનાવી દીધી છે. તેમાં સોનાનું વરખ ચડાવવામાં આવ્યું છે. જેના કારણે જ આ ગોલ્ડન ઘારી આટલી મોંઘી મળી રહી છે. દુકાનદારોનું માનીએ તો ગોલ્ડન ઘારી પર સોનાનું વરખ ચડાવવામાં આવ્યું છે. સોનું સ્વાસ્થ્યવર્ધક હોય છે. હાલ આ ગોલ્ડન ઘારીની માગ ઘણી ઓછી છે પણ આવનારા તહેવારોની સીઝનમાં તેની માગ વધશે તેવી વેપારીઓને આશા છે.

You cannot copy content of this page