Only Gujarat

International TOP STORIES

આ પરિવાર છે દુનિયાનો સૌથી ખતરનાક, ભાઈઓએ સગી બહેનો પર ગુજાર્યો હતો બળાત્કાર

ન્યૂ યોર્કઃ દુનિયામાં અલગ-અલગ ઘણા પ્રકારના લોકો છે. દરેકની પોતાની અલગ ઓળખ હોય છે. કેટલાંક ઘરમાં એક સભ્ય પણ ગુનાહિત કૃત્ય કરે તો તેનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે. આજે અમે તમને અમેરિકાના એક એવા પરિવાર વિશે જણાવી રહ્યા છીએ, જે પરિવારનો દરેક સભ્ય ખૂન અને બળાત્કારનો શોખીન હતો. અમેરિકન લેખક રોબર્ટ કોલકરે પોતાની લેટેસ્ટ બુકમાં અમેરિકાના ગેલ્વિન પરિવાર વિશે લખ્યું છે. આ પરિવારના બધા જ સભ્યોને ક્રાઇમ કરવાની આદત પડી ગઈ હતી. આ કારણે જ તે અમેરિકાનો સૌથી ખતરનાક પરિવાર ગણાય છે. પરિવારના સભ્યો કેવા-કેવા પ્રકારના ક્રાઇમના શોખીન હતાં.

અમેરિકી લેખકે તેના પુસ્તકમાં ગેલ્વિન પરિવારનો ઉલ્લેખ કર્યો છે, જેમાં પરિવારનો મુખ્ય સભ્ય ડોન અને મિમી ગેલ્વિન હતાં. જેમને 10 હેન્ડસમ દીકરા અને બે સુંદર દીકરીઓ હતી. આ બાળકોનો જન્મ 1945 થી 1965 ની વચ્ચે થયો હતો. બહારથી જોતાં પરિવાર એકદમ પર્ફેક્ટ હતો.

 


આ કપલનું ઘર અમેરિકાના કોલોરાડો એર ફોર્સ એકેડમી પાસે હિડન વેલી રોડની પાસે હતું. ડોન એક એકેડમીમાં ઈન્સ્ટ્રક્ટરના પદ પર હતો. જ્યારે તેની પત્ની મિમી ટેક્સાસના એક શ્રીમંત પરિવારની હતી. મિમી હાઉસવાઇફ હતી અને તેનાં બાળકો હોશિયાર હતાં. કોઇ મ્યૂઝિશિયન હતું તો કોઇ સ્પોર્ટ્સમાં એક્સપર્ટ, તો કોઇ ચેસમાં મહારથી પરંતુ દુનિયાને એ ખબર નહોતી કે આ પરિવારની એક એવી ઊણપ હતી, જે ખૂબજ ખતરનાક હતી.

આ પરિવારના 6 છોકરાને schizophrenia હતી. આ એક માનસિક બીમારી છે, જેમાં માણસ નોર્મલ રીતે વિચારવાનું બંધ કરી દે છે. અસલી દુનિયાથી દૂર સપનાંની દુનિયામાં જીવવા લાગે છે. આ બીમારીનો ઈલાજ જીવનભર ચાલે છે. હવે આ બીમારીના ઈલાજ માટે થઈ રહેલ રિસર્ચમાં આ પરિવારના લોકોના ડીએનએનો ઉપયોગ થાય છે.

 


પરિવારના સૌથી મોટા દીકરામાં તેની અસર સૌથી પહેલાં જોવા મળી હતી. ડોનાલ્ડ મેડિકલ સ્ટૂડન્ટ હતો. તેણે કોલેજના પહેલા વર્ષમાં પોતાની જાતને જ સળગાવી હતી. ત્યારબાદ પરિવારના બીજા દીકરામાં આ બીમારી જોવા મળી. તે તેની પત્ની અને બંને બહેનોને ગાળો દેતો અને મારપીટ કરતો.

ત્યારબાદ પરિવારના સૌથી નાના દીકરાએ એક એવો ક્રાઇમ કર્યો, જેના વિશે પરિવારે ક્યારેય દુનિયાને ન જણાવ્યું. તે જાતે જ પાણીમાં ડૂબ્યો. તેનું કહેવું હતું કે, ઘરમાં એક રાક્ષસ રહે છે, તેણે જ આમ કર્યું. ત્યારબાદ પરિવારના બીજા બે દીકરાઓને પણ આ બીમારી થઈ ગઈ. મેટને લાગતું કે, કોઇ બીજી વ્યક્તિનો પુનર્જન્મ છે, જ્યારે તેને અજીબ અવાજો સંભળાતા હતા.

 


પરિવારે જ્યારે આ માટે ડોક્ટરનો સંપર્ક કર્યો તો તેના માટે માને જવાબદાર ઠેરવવામાં આવી. એક્સપર્ટે કહ્યું કે, આવું ત્યારે થાય છે, જ્યારે બાળકો પર કડક નિયમો લાદવામાં આવે. એટલે મિમીના કંટ્રોલિંગ નેચરના કારણે આવું થયું. પરંતુ તે સમયે પરિવારે તેને ગંભીરતાથી ના વિચાર્યું.

 


આ જ ભૂલ કરી બધાંએ. દીકરા ડોનાલ્ડે તેની પત્ની જીનને સાઇનાઇડ આપી તેની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જીન પોતાના પ્રયત્નોથી બચી ગઈ. ત્યારબાદ તેણે પોલીસને આ અંગે જાણ કરી. પરંતુ બીજા દીકરા બ્રાયનની પ્રેમિકા આટલી નસીબદાર નહોતી. બ્રાયને પહેલાં તેને ગોળી મારી પછી પોતાને. પોલીસને બંનેનાં શબ અપાર્ટમેન્ટમાંથી મળ્યાં હતાં. પરિવારની નાની દીકરી જ્યારે 13 વર્ષની હતી, ત્યારે તેના જ ભાઇ જિમે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

પછીથી આ પરિવાર પર ઘણાં રિસર્ચ કરવામાં આવ્યાં. મિમીનું મૃત્યુ 2017માં થયું હતું, જ્યારે તેના પતિ ડોનનું મૃત્યુ 2003 માં કેન્સરથી થયું હતું. અત્યારે આ પરિવારના સભ્યોના વર્તનના આધારે ઘણા લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. આ એક એવી બીમારી ગણાય છે, જેનો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ના આવે તો, સ્થિતિ બહુ ગંભીર થઈ જાય છે. રોબર્ટ કોલકરે પોતાના પુસ્તક પરિવાર મારફતે લોકોને આ બીમારી વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page