Only Gujarat

Bollywood FEATURED

જાણીતા બોલિવૂડ એક્ટરની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, હોસ્પિટલ ફૂલ હોવાથી બેડ ના મળતાં….

મુંબઈઃ સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’માં કામ કરી ચૂકેલ એક્ટર સત્યજીત દુબેની માતાનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદ સત્યજીત પોતાની બહેન સાથે જાતે જ હોમ ક્વોરન્ટીન થઈ ગયો છે. એક્ટરે જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં તેની માતાની તબીયત બગડી હતી. તેમને માઇગ્રેનનો અટેક પણ આવ્યો અને વોમિટિંગની ફરિયાદ પણ જોવા મળી. શક પડતાં તરત જ કોરોના ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો.

સત્યજીત દુબેએ જાતે જ મીડિયામાં આ બાબતે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, ભગવાનનો આભાર કે હું એવા ફીલ્ડમાં છું અને એવા લોકો સાથે કામ કરું છું, જેમની મને મદદ મળી રહી. મે મારા નજીકના લોકોને મદદ માટે ફોન કર્યો તો તરત જ તેઓ આગળ આવ્યા, પરંતુ એક સામાન્ય માણસ માટે આ બહુ મુશ્કેલ હતું.

 


પ્રસ્થાનમ ફિલ્મમાં સંજય દત્તના દીકરાનો રોલ કરનાર સત્યજીતે જણાવ્યું કે, સંજય દત્ત, અલી ફઝલ, ટિસ્કા ચોપરા તેમની મદદ ન કરી હોત તો, હોસ્પિટલમાં માં માટે બેડ મળવો મુશ્કેલ થઈ જાત. અત્યારે હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલું છે.

 


વધુમાં તેમણે લખ્યું, છેલ્લા કેટલાક દિવસો મારા, મારી માતા અને મારી બહેન માટે ખુબ મુશ્કેલીભર્યા રહ્યા. જોકે આપણા દેશોના બેકબોન કહેવાતા લોકોની તકલીફો આના કરતાં ઘણી વધારે છે. હું મારા મિત્રો, પડોશીઓ, બીએમસી, કોરોના વોરિયર્સ અને ડોક્ટર્સનો આભાર માનવા ઇચ્છું છું. તેમના તરફથી ખૂબ જ પ્રેમ અને સહયોગ મળ્યો.

 


સત્યજીતના જણાવ્યા અનુસાર, તેની માતાની તબીયત સારી નહોતી. આ બધું ગંભીર માઇગ્રેન અટેક, ધગધગતો તાવ અને શરીરમાં દુખાવા સાથે શરૂ થયું. ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો જે પોઝિટિવ આવ્યો. તેમને નાણાવટી હોસ્પિટલના આઇસોલેશનમાં દાખલ કરવામાં આવ્યાં. ત્યારબાદથી મેં અને મારી બહેને પોતાને હોમ ક્વોરન્ટીન કરી દીધાં છે.

સત્યજીત દુબેએ કરિયરની શરૂઆત ફિલ્મ ‘ઓલવેઝ કભી કભી’થી કરી હતી. આ સિવાય ‘લક લક કી બાત’, ‘બાંકે કી ક્રેઝી બારાત’માં પણ જોવા મળ્યો હતો. સાથે જ ‘ઝાંસી કી રાની’ અને ‘મહારાજ કી જય’ જેવી સિરિયલ્સમાં પણ દેખાઇ ચૂક્યો છે. ફિલ્મ ‘પ્રસ્થાનમ’માં તેણે સંજય દત્તના દીકરાનો રોલ નિભાવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page