Only Gujarat

International

આફ્રિકામાં ગ્રાહકો સાથે વાત કરતાં-કરતાં ગુજરાતી યુવકને આવ્યો હાર્ટ એટેક ને નિપજ્યું મોત

Bharuch Man Heart Attack On Camera at Africa: નાના હોય કે મોટી ઉંમરના લોકો, હાર્ટ એટેક તમામ ઉંમરના લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. યુવા વયના લોકોમાં હાર્ટ એટેક આવવો સામાન્ય બની ગયો છે. આવામાં ગુજરાતમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાના મોતના ખબર સામે આવ્યા છે. ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામના વતનીનું આફ્રિકાના વેંડામાં હાર્ટ એટેકથી મોત થયું છે. સુપર સ્ટોરમાં કામ કરી રહેલ યુવાનને અચાનક એટેક આવતા તે ગ્રાહકની નજર સામે જ ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટના સુપર સ્ટોરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

રોજગારી માટે આફ્રિકા ગયેલા ભરૂચના આમોદના યુવકના મોતના સમાચાર આવ્યા છે. આમોદના ઈખર ગામના ઈકબાલ હાફેજી મહંમદ મલ્લુ 22 વર્ષ પહેલા આફ્રિકામાં રોજી મેળવવા સ્થાયી થયા હતા. ગત રોજ ઈકલાબ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે ગ્રાહકની નજર સામે જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેઓ ઢળી પડ્યા હતા. સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યુ હતું. આમ, 42 વર્ષીય ઈકબાલ હાફેજી મોતને ભેટ્યા હતા.

તેમના નિધનથી ઈખરમાં રહેતા તેમના પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. અંદાજે 10 દિવસ પહેલાં પણ જંબુસરના ટંકારી બંદર ગામના એક યુવાનનું આફ્રિકામાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હતું.

વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.

તણાવમુક્ત રહો
વર્તમાન સમયમાં નાની ઉંમરથી જ વ્યક્તિને તણાવ અને ડિપ્રેશનની સમસ્યા થાય છે. આના કારણે શરીરના ભાગમાં સોજા આવવા લાગે છે. જો વ્યક્તિને તણાવ કે ડિપ્રેશનની સમસ્યા હશે તો અંદરના ભાગમાં સોજા પણ હશે. આ માટે સૂવાના સમય નક્કી કરો અને પૂરતી ઊંઘ લો. વ્યક્તિને હમેશા પોતાને વ્યસ્ત રાખવું જોઈએ.

સક્રીય રહો
વર્તમાન સમયમાં લોકો શારારિક પ્રવૃતિઓ ઓછી કરે છે અને પરિણામે શરીરમાં ચરબી અને બીમારીઓ થવા લાગે છે. આ માટે રોજ બહાર ફરો, વોક કરો, કસરત કરો. કસરતને તમારી રૂટીનમાં સામેલ કરો. શરીરને જો સક્રિય નહિ રાખો તો લોહીની નસમાં બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે અને હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે.

રેસ્ટોરન્ટના ખોરોકથી દૂર રહો, અને આરોગ્યપ્રદ ખોરાક લો
20-30 વર્ષની ઉંમર દરમિયાન બહારની વસ્તુ ખાધી છે, તો હવે તેને છોડી દો. આહારમાં આરોગ્યપ્રદ વસ્તુઓ સામેલ કરો. સિઝનલ ફૂડનો સેવન કરવો જોઈએ. તળેલી, પ્રોસેસ્ડ અને સ્ચ્યુરેટેડ વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. આ હાર્ટએટેકના જોખમને વધારવાનું કામ કરે છે.

કસરત કરો
20 વર્ષની ઉંમરથી કસરત કરવાની આદત પાડો. દરરોજ 5 હજારથી 10 હજાર પગથિયા ચાલો. 30 થી 45 મિનિટ સુધી કસરત કરો. રમતગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લો. દરેક રીતે તમારી જાતને વ્યસ્ત રાખો.

You cannot copy content of this page