Only Gujarat

International TOP STORIES

800 અઠવાડિયા પ્રેગ્નન્ટ રહી મહિલાએ 22 બાળકોને આપ્યા જન્મ, લોકડાઉનમાં પરિવારની કેવી થઈ હાલત?

કોરોના વાયરસે દુનિયાની આજે શકલ સૂરત બદલી દીધી છે. જેની આપણે ક્યારેય કલ્પના પણ ન હતી કરી. આ વાયરસના કારણે દુનિયાના અનેક દેશોમાં આજે લોકડાઉન છે. બધા જ ઘરની અંદર કેદ થઇ ગયા છે. હું અને તમે આપણી હાલતથી સારી રીતે વાકેફ છીએ… પરંતુ આ સ્થિતિમાં એવા પરિવાર વિશે વિચારો જેમાં 22 બાળકો રહે છે. બ્રિટેનના સૌથી મોટા પરિવારમાં સામેલ આ પરિવાર તેના 22 સંતાન સાથે ઘરમાં કેદ છે. આ પરિવારના પિતાએ લોકડાઉનની સ્થિતિમાં તેમની ડેઇલી લાઇફ લોકો સાથે શેર કરી. આ પરિવાર માટે લોકડાઉન સરળ નથી, આ તસવીરો જોઇને જ આપ સમજી જશો કે કેવી રીતે આ પરિવારના લોકડાઉનના દિવસો પસાર થઇ રહ્યાં છે.

સૂ અને નોએલ રેડફોર્ડ તેમના 22 બાળકો સાથે લોકડાઉનની સ્થિતિને સહન કરી રહ્યાં છે. આ વીકમાં પરિવારના બાળકોના હેરકટ કરવામાં આવ્યાં. પિતા નોઅલે તેમની યૂટ્યૂબ ચેનલ પર તેની ડેઇલી રૂટીનને શેર કર્યું છે.

નોએલે તેમના નાના બાળક ઓસ્કારના હેરકટથી હેરકટિંગની શરૂઆત કરી. તેમણે તેમનો અનુભવ વીડિયોમાં શેર કર્યો હતો.

ત્યાર બાદ નોએલે તેમના એક પછી એક એમ બધા જ બાળકોના હેરકટ કર્યાં. નોએલે તેનો એક્સપ્રિયન્સ શેર કરતા જણાવ્યું કે, કેટલાક બાળકોએ તો તેમને શાંતિથી હેર કટ કરવા દીધા પરંતુ કેટલાક તોફાની બાળકોએ ખૂબ પરેશાન કર્યો.

આ 22 બાળકોએ જાણે તેમના પિતાને સલૂનમાં કામ કરનાર વાણંદ જ બનાવી દીધો. જો કે નોએલે જણાવ્યું કે, તેમણે સલૂનવાળા કરતા પણ સારા હેરકટ કર્યાં છે.

આટલું જ નહીં નોએલે હેર કટ કરતા પહેલા બાળકોને તેમની પસંદગીના હેરસ્ટાઇલ પણ પૂછી હતી. ત્યારબાદ તેમણે તેમના બાળકોનું હેરકટિંગ કર્યું.

જ્યારે 22 બાળકોનું હેરકટિંગ થઇ ગયું તો નોએલની પત્નીએ તેમનું હેરકટિંગ કર્યું. નોઅલ તેમની પત્નીએ કરેલ હેરકટિંગ બધાને બતાવે છે. આ પરિવાર હાલ 10 બેડરૂમવાળા મકાનનમાં કેદ છે. બધા જ એક સાથે અહીં રહી રહ્યાં છે. સૂ તેના બાળકો દિવસમાં ભણાવે પણ છે. ફેમિલિને હોમ સ્કૂલિંગ આપતી સૂની તસવીર

સૂએ તેમની જિંદગીના 800 અઠવાડિયા પ્રેગ્નન્સીમાં જ વિતાવ્યા છે. જો કે હજું પણ સૂ પ્રેગન્ટન્ટ છે પરંતુ હવે તેમણે જણાવ્યું છે કે આ તેમનું અંતિમ બાળક હશે. જો કે અહીં મજાની વાત એ છે કે, સૂ દરેક પ્રેગ્ન્નસી સમયે આવું જ કહે છે અને ફરી પ્રેગ્નન્ટ થઇ જાય છે. ઘણીવાર આ બિગ ફેમિલિ નાઇટ પાર્ટી પણ કરે છે. બ્રિટેનની આ સૌથી મોટા પરિવારનું ગુજરાન એક બેકરી શોપથી ચાલે છે.

સૂએ જણાવ્યું કે, લોકડાઉનમાં જ્યારે હું શોપિંગ કરું છું તો કેટલાય લોકો તાકી- તાકીને જુએ છે. બધાને લાગે છે કે, હું ફાલતૂમાં જરૂરિયાત વિના વધુ સંગ્રહ કરું છું. જો કે તેને શું ખબર કે 22 બાળકોના ઘરમં ડેઇલી યૂઝની વસ્તુ કેટલી જલ્દી ખતમ થઇ જાય છે.

You cannot copy content of this page