Only Gujarat

International

નાનકડી ટેણી માટે પાણી બન્યું એસિડ, ભૂલથી પણ અડી જાય પાણીને તો થાય આવા હાલ!

તમે ઘણા પ્રકારની બિમારીઓથી ગ્રસ્ત લોકોને જોયા હશે, પરંતુ અમુક બમારીઓ બહુજ અજીબ હોય છે. જ્યારે તેના વિશે તમને જાણવા મળે છે, તો પછી લાગે છે કે આવો પણ કોઈ રોગ છે? અમેરિકાના લુસિયાનામાં રહેતા 12 વર્ષીય ડેનિયલ મેક ક્રેવેનને એક વિચિત્ર રોગ છે. તેના શરીર પર એક ટીપું પાણી પણ એસિડમાં ફેરવાય છે. પાણી તેના શરીરના સંપર્કમાં આવતાની સાથે જ તેનું શરીર બળી જાય છે. તેની ત્વચા પર માત્ર પાણી જ નહીં, પરસેવો અને આંસુનું એક ટિપાથી પણ સ્કીન ઉપર ફોલ્લાં થઈ જાય છે. આને કારણે તે પાણીથી દૂર રહે છે. તેની આ બિમારીને કારણે તે નહાતી પણ નથી, જ્યારે ડેનિયલને તરવું પસંદ છે. ડેનિયલની માતાએ તેની પુત્રીની હાલત સોશિયલ મીડિયા પર શેર કરી…

તેની માતા સારી સાથે 12 વર્ષની ડેનિયલ. સારીએ સોશ્યલ મીડિયા પર પોતાની પુત્રીની વિચિત્ર સ્થિતિ શેર કરી. તેણે કહ્યુકે, ડેનિયલ પાણીથી એટલી એલર્જીક છે, તેનાંથી તેનો જીવ પણ જઈ શકે છે.જો તે પાણીનાં સંપર્કમાં આવે છે, તો તેની ત્વચા બળી જાય છે. તે પછી, તે પીડાથી તડપવા લાગે છે. પાણીને લીધે તેને ઘણી તકલીફ થાય છે.

એટલે સુધીકે, રોવાથી અને પરસેવો વળવાથી તેની ત્વચા બળી જાય છે. એવામાં ગરમીઓમાં ડેનિયલની માતા તેને ઘરની અંદર જ રાખે છે. સાથે જ તેને ઠંડક આપે છે. ડેનિયલને એક્વેજેનિક અર્ટિકેરિયા ( Aquagenic urticiria) નામનો રોગ છે, જે વિશ્વમાં અત્યાર સુધીમાં માત્ર 100 લોકોને છે.

આમાં, માનવ શરીરને પાણીથી એલર્જી હોય છે. 12 વર્ષીય ડેનિયલ્સ દરરોજ એંટી-હિસ્ટામિન્સ લે છે. તેનાથી તેના શરીરમાં બળતરા ઓછી થાય છે. વળી, તેને યોગ્ય માર્ગદર્શનથી સ્નાન કરવું પડે છે. જો થોડી ચૂક થાય તો તેની ત્વચા બળી જાય છે. ડેનિયલ રોગનું નિદાન એક વર્ષ અગાઉ થયું હતું. તે તરવાનું પસંદ કરે છે પરંતુ તેની માંદગીને કારણે તે પાણીથી દૂર રહે છે.
તેના શરીરમાં કેટલીક ફોલ્લીઓ થાય છે. ડેનિયલને જિમ્નેસ્ટિક્સનો પણ શોખ છે પરંતુ પરસેવો તેના શરીર માટે જોખમી છે. આ કારણોસર તે તેને ટાળે છે.

ડેનિયલની માતાનું કહેવું છે કે આ સ્થિતિમાં તેમની પુત્રીને જોવી ખૂબ મુશ્કેલ છે. તેને ખબર નથી કે ડેનિયલની સ્થિતિ ભવિષ્યમાં કેટલી સુધરશે, પરંતુ તેમનું જીવન અત્યારે ઘણું મુશ્કેલ છે.

You cannot copy content of this page