Only Gujarat

FEATURED International

વર્ષમાં માત્ર 24 જ દિવસ કામ કરવાના કંપની આપે છે લાખો રૂપિયા, બસ ઘરે બેસીને પહેરી રાખો ચંપલ

લંડનઃ કોરોનાકાળને કારણે બેકારીમાં ઘણો જ વધારો થયો છે. ઘણાં લોકોની નોકરીઓ માત્રને માત્ર કોરોનાને કારણે જતી રહી છે. જોકે, તમારી પાસે ઘરે રહીને લાખો રૂપિયાની કમાણી કરવાની તક છે. તમારે ખાસ મહેનત પણ કરવાની નથી. બસ ચંપલ પહેરીને રાખવાના છે અને કહેવાનું છે કે કેવો અનુભવ થયો. ચંપલ કેટલા કમ્ફર્ટેબલ હતા. માત્ર આટલું જ કરવાથી કંપની તમારા અકાઉન્ટમાં સીધા ચાર લાખ રૂપિયા જમા કરી દેશે. આ કંપનીને સ્લિપર ટેસ્ટરની જોબ વેકેન્સી બહાર પાડી છે તમે પણ આ જોબ માટે અપ્લાય કરી શકો છે.

www.bedroommathletics.com પર તમામ વિગતો આપવામાં આવી છે. જો કંપની તમારા જવાબથી ઈમ્પ્રેસ થઈ તો તમને આ નોકરી મળી શકે છે. સોશિયલ મીડિયામાં આ જાહેરાત ઘણી જ વાઈરલ થઈ છે. તમારા 12 કલાક સુધી ઘરમાં ચંપલ પહેરીને રાખવાના છે અને પછી પ્રામાણિક રીતે ચંપલ અંગેનો રિવ્યૂ આપવાનો છે. બદલામાં કંપની તમને વાર્ષિક ચાર લાખ રૂપિયા આપશે.

બેડરૂમ એથલેટિક્સ નામની કંપનીએ ગયા વર્ષે પણ સ્લિપર ટેસ્ટરની વેકેન્સી બહાર પાડી હતી. તે સમયે પણ કંપનીને જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. આ વર્ષે ફરી એકવાર કંપનીએ વેકેન્સી બહાર પાડી છે.કંપનીએ બે પદ માટે જાહેરાત બહાર પાડી છે, જેમાં એક મહિલા તથા એક પુરુષની જરૂર છે. તમારા ચંપલના રિવ્યૂને આધારે કંપની પોતાની પ્રોડક્ટમાં સુધારા વધારા કરશે.

આ નોકરીમાં મહિનામાં માત્ર બે જ દિવસ સુધી ચંપલ પહેરી રાખવાના છે. એમાં પણ 12-12 કલાક જ પહેરવાના છે. કંપનીએ પોતાની જાહેરાતમાં કહ્યું છે કે પસંદ કરાયેલા ઉમેદવારે કંપની તથા અન્ય કંપનીના નાઈટ વિયર્સની પણ કમ્ફર્ટ ટેસ્ટિંગ કરવાનું રહેશે

 

જો તમારે આ નોકરી કરવી હોય તો તમારે કહેવાનું છે કે તમે પર્ફેક્ટ ટેસ્ટર કેમ છો અને કંપની તમને શા માટે આ નોકરી આપે. બસ આ સરળ સવાલનો જવાબ આપો અને મહિનામાં માત્ર 2 દિવસ કામ કરીને વર્ષે લાખોનો પગાર મેળવો.

You cannot copy content of this page