Only Gujarat

FEATURED International

સાસુમાએ જમાઈની દીકરીને આપ્યો જન્મ, કારણ જાણીને આંખો થશે ભીની

માતા-દીકરીનો સંબંધ ઘણો ખાસ હોય છે અને એક માતા પોતાના બાળકો માટે કંઈ પણ કરી શકે છે. તે પછી પોતાની દીકરીના બાળકને જન્મ આપવાની વાત જ કેમ ના હોય. હા, આ વાત સાચી છે. અમેરિકાના શિકાગોમાં રહેતી જૂલીએ પોતાની દોહિત્રીને જન્મ આપ્યો છે. સરોગેસી ટેક્નિક થકી જૂલીએ પોતાની દીકરીના બાળકને 9 મહિના ગર્ભમાં રાખ્યો અને પછી જન્મ આપ્યો છે. માતાએ આપેલી આ ગિફ્ટના કારણે દીકરી ઘણી ખુશ છે અને આભાર માની રહી છે, કારણ કે તેની માતાની મદદને કારણે જ તે પોતાના બાળકનું સ્વપ્ન પૂર્ણ કરી શકી છે.


આ ઘટના સાંભળવામાં વિચિત્ર લાગે છે કે, એક સાસુએ પોતાના જમાઈના દીકરાને જન્મ આપ્યો. પરંતુ અમેરિકાની 51 વર્ષીય જૂલીએ વાસ્તવમાં પોતાની દોહિત્રીને જન્મ આપ્યો છે. જોકે તેનું કારણ એ છે કે, જૂલીની દીકરી બ્રિયાનાએ ગર્ભધારણ કરવા મામલે ઘણી સમસ્યાઓ થઈ રહી હોવાના કારણે તે 4 વર્ષમાં 2 વખત ગર્ભવતી થઈ પરંતુ તેના બાળકનો જન્મ થઈ શક્યો નહીં.


તે પછી પણ બ્રિયાના પોતાના બાળકનું સ્વપ્ન જોતી રહી પરંતુ આમ થયું નહીં. જે પછી બ્રિયાનાની પીડા તેની માતા ના જોઈ શકી અને તેણે દીકરાના બાળકને સરોગેસી થકી જન્મ આપી તેની મદદ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેણે ડૉક્ટર્સની સલાહ લીધી અને 51 વર્ષની વયે માતા બની.


9 મહિના સુધી જૂલીએ પોતાની પૌત્રીને ગર્ભમાં રાખી તેની સફળતા પૂર્વક ડિલીવરી કરી. બાળકના જન્મથી બ્રિયાના અને તેનો પતિ ઘણા ખુશ છે. તેમણે દીકરીનું નામ જૂલિયટ લૉકવુડ રાખ્યું છે. બ્રિયાનાએ પોતાની માતાને એક રૉકસ્ટાર ગણાવી, જેમની મદદથી તે પોતાનું માતા બનવાનું સ્વપ્ન પૂર્ણ કરી શકી. બ્રિયાનાએ પોતાની ગર્ભવતી માતા સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના ઈન્સ્ટાગ્રામ પર 15 લાખ ફોલોઅર્સ છે.


જૂલીએ જણાવ્યું કે, તે પોતાની દીકરીની મદદ કરવા માગતી હતી. તે છેલ્લે 30 વર્ષ અગાઉ ગર્ભવતી થઈ હતી. તેની માટે ફરીવાર ગર્ભવતી થઈ બાળકને જન્મ આપવાનો અનુભવ શાનદાર રહ્યો. સરોગસીએ એક અન્ય મહિલાની મદદથી નિસંતાન દંપતી માટે બાળક મેળવવાની એક અનોખી વ્યવસ્થા છે.

You cannot copy content of this page