Only Gujarat

FEATURED National

આ છે સુરેશ રૈનાના ફુઆ અને પિતરાઈ ભાઈનો હત્યારો, શું કર્યાં ચોંકાવનારા ખુલાસા

પઠાનકોટઃ પંજાબના પઠાનકોટમાં ક્રિકેટર સુરેશ રૈનાના ફઈના પરિવાર પર હુમલો થયો હતો. આ હુમલામાં રૈનાના ફુઆની હત્યા અને લૂંટના કેસને પંજાબ પોલીસે ઉકેલી લીધો છે. પંજાબ પોલીસે રાજસ્થાનના 3 લોકોની ધરપકડ કરી લૂંટનો સામાન પણ કબ્જે કર્યો છે. આ મામલે ઘણા મોટા ચોંકાવનારા ખુલાસા થયા છે.

પઠાનકોટના થરિયાલ ગામમાં સુરેશ રૈનાની ફઈનો પરિવાર રહે છે. ત્રણેય આરોપીઓની ભલે ધરપકડ કરવામાં આવી હોય પરંતુ હજુપણ આ મામલે માસ્ટર માઈન્ડ સહિત 11 લોકો ફરાર છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ રાજસ્થાનના જુંજૂનુના રહેવાસી છે. બુધવારે બપોરે એસએસપી ગુલનીત સિંહ ખુરાનાએ મિની સચિવાલયમાં પ્રેસ કોન્ફ્રરન્સ દરમિયાન આ વાત જણાવી હતી.

પોલીસે જણાવ્યું કે, ઘટનામાં ત્રણ મહિલાઓ ઉપરાંત જગરાઓં, પઠાનકોટ અને લુધિયાણાના 3 લોકો સામેલ હતા. આ ઉપરાંતના તમામ આરોપી જુંજૂનુ(રાજસ્થાન)ના હતા પરંતુ હાલ તેઓ ચીરાવા તથા પિલાની નામના વિસ્તારમાં ઝોંપડીમાં રહેતા હતા. તમામ લોકો ગેંગ બનાવી રાતના સમયે લૂંટની ઘટનાને પાર પાડતા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 2 અંગુઠીઓ, એક ચેન તથા 1530 રૂપિયા કબજે કર્યા હતા. પોલીસે આ મામલે 100થી વધુ લોકોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી ચૂકી છે.

આ રીતે પાર પાડી હતી લૂંટની ઘટના
એસએસપી ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું કે, આરોપી સાવન ઉર્ફ મેચિંગે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે- ગેંગના સાથીઓ સાથે 12 ઓગસ્ટના ચિરાવા અને પિલાનીથી રિક્ષામાં બેસી પઠાનકોટ માટે નીકળ્યા. ગેંગમાં નૌસો, રશીદ, રેહાન, જુબરાના. વાફીલા, તવજ્જલ બીબી, શાહરૂખ ખાન ઉર્ફ લુકમાન તથા અન્ય એક વ્યક્તિ પણ સામેલ હતા.
આ તમામ ગેંગના સભ્યો જગરાઓ પહોંચ્યા. અહીંથી તેમની સાથે રિંડા ઉર્ફ કાઝમ, તેમનો દીકરો ગોલુ અને સાજન પણ સાથે જોડાયા. લુધિયાણાની એક હાર્ડવેરની દુકાન પરથી તેમણે કરવત સહિતના સાધનો તથા કપડા લીધા. 14-15ની રાતે તેમણે જગરાઓમાં લૂંટ કર્યા બાદ પઠાનકોટ રવાના થયા. અહીં પઠાનકોટ નિવાસી સંજુ ઉર્ફ છજ્જુ મળ્યો, જે પહેલાથી વિસ્તારની રેકી કરી ચૂક્યો હતો.

પઠાનકોટના વ્યક્તિએ ગેંગની મહિલાઓ સાથે કરી રેકી
સાવને જણાવ્યું કે, છજ્જુએ રશીદ, નૌસો, જુબરાના, વાફીલા અને તવજ્જલ લાથે માધોપુર તથા થરિયાલમાં રેકી કરી હતી. છજ્જુ પહેલાથી જ આ વિસ્તારને સારી રીતે જાણતો હતો. 19ની રાતે 8 કલાકે તેમણે રૈનાના ફુઆના ઘર અને આસપાસના 2-3 ઘરને ટાર્ગેટ કરવાની યોજના બનાવી હતી.
3 ગ્રૂપમાં વહેંચાયેલા આરોપીઓએ વૃક્ષોના લાકડામાંથી મોટી લાકડીઓ બનાવી અને નજીકની શટરિંગની દુકાન પરથી એક સીઢી ચોરી કરી હતી. તે પછી આરોપીઓએ ઘર સામે સીઢી લગાવી અને ટાઈલ્સના ગોડાઉનમાં પહોંચી ગયા હતા. જે પછી બીજા ઘરની દિવાલ પર સીઢી લગાવી તો તે ખાલી નીકળ્યું. ત્રીજા ઘરમાં પાછળ તરફ સીઢી લગાવતા જ ધાબે ગયા કે તેમને ત્યાં રૈનાના ફુઆ અશોક, પિતરાઈ ભાઈ કૌશલ અને ફઈ આશા સુતા જોવા મળ્યા હતા.

આરોપી નૌસો, રશીદ, શાહરૂખ ખાન, સાજન અને રિંડાએ તેમના માથા પર એક પછી એક ડંડા વડે પ્રહાર કર્યા. જે પછી આ લોકો સીઢીથી નીચે આવ્યા અને નીચે સુતા અપિન અને સત્યા દેવી પર તૂટી પડ્યા. તે પછી તેમણે લૂંટની યોજનાને પાર પાડી ત્યાંથી ફરાર થઈ ગયા. તમામે બેગમાં ભરેલા સામાન, રોકડા અને ઘરેણાંના એક ખાલી સ્થળે બેસી વહેંચ્યા હતા.

આ ઘટના બાદ તમામ ગ્રૂપમાં વહેંચાઈ ગયા. જે પછી સાજન, રિંડા અને ગોલુ જગરાઓ જતા રહ્યાં. નૌસો, રશીદ, રેહાન, જુબરાના, વાફિલા અને તવજ્જલ બીબી રાજસ્થાન નીકળી પડ્યા. સાવને જણાવ્યું કે, તે મોહબ્બત અને શાહરૂખ સાથે ત્યાં જ રોકાઈ ગયો. અન્ય સાથી આરોપીઓએ તેમને જણાવ્યું કે, તેઓ વધુ શિકાર શોધીને રાખે તો તેઓ એક મહિના બાદ ફરી આવી કોઈ ઘટનાને પાર પાડી શકે. એસએસપી ગુલનીત સિંહ ખુરાનાએ કહ્યું કે, 11 લોકો ફરાર છે, તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page