Only Gujarat

National

દોઢ-દોઢ મિનિટના અંતરે પાંચ બાળકોને જન્મ આપ્યો, એક પછી એક પાંચેયના થયા મોત

25 વર્ષીય પરિણીત યુવતીએ સોમવાર, 25 જુલાઈના રોજ પોણા નવ વાગ્યાની આસપાસ પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. પ્રી મેચ્યોર ડિલિવરી બાદ મતાની તબિયત સારી હતી, પરંતુ પાંચેય બાળકોની તબિયત ગંભીર હતી. બપોરે દોઢ વાગે આ તમામ માસૂમોને મોટી હોસ્પિટલ લઈ જવાનું કહેવામાં આવ્યુ હતું. 2 છોકરા ને 2 છોકરીઓનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું અને એક બાળકીનું હોસ્પિટલ પહોંચ્યા બાદ મોત થયું હતું. પાંચેય બાળકોનું વજન 300થી 660 ગ્રામ હતું.

બાળકોના જન્મમાં એક-દોઢ મિનિટનું અંતર હતુંઃ આ ઘટના રાજસ્થાનની છે. ખાનગી હોસ્પિટલના ડૉક્ટર આશા મીણાએ કહ્યું હતું કે માસલપુરના પિપરાની ગામની રેશ્માએ અશ્ક અલી સાથે લગ્ન કર્યા છે. તે લગ્નના સાત વર્ષ બાદ માતા બની હતી. રેશ્માએ એક સાથે પાંચ બાળકોને જન્મ આપ્યો હતો, જેમાં 3 બાળકી ને 2 છોકરાઓ હતા. ડિલિવરી સાતમા મહિને થઈ હતી. આ જ કારણે બાળકો ઘણાં જ નબળાં હતા. પાંચેય બાળકોનો જન્મ એક-દોઢ મિનિટના અંતરે થયો હતો. ડિલિવરી સમયે ડૉક્ટર આશાની સાથે ડૉક્ટર જેપી અગ્રવાલ તથા ચાર નર્સ હાજર હતી.

બાળકો થાય તે માટે ઘણી સારવાર કરાવીઃ રેશ્માના જેઠ ગબરુએ કહ્યું હતું કે તેનો નાનો ભાઈ અશ્ક અલી કેરળણાં માર્બલ ફિટિંગનું કામ કરે છે. ઘણાં વર્ષો બાદ પણ રેશ્માને બાળક થતાં નહોતા અને તેથી જ તેણે અનેક ડૉક્ટર્સને બતાવ્યું હતું. હવે તેને એક સાથે પાંચ બાળકો થયા, પરંતુ એકને પણ બચાવી શકાયું નહીં.

પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતીઃ કરૌલી હોસ્પિટલના ડૉક્ટર મહેન્દ્ર મીણાએ કહ્યું હતું કે મહિલાની ડિલિવરી શહેરની પ્રાઇવેટ હોસ્પિટલમાં થઈ હતી. તમામ બાળકોને ઇન્ક્યૂબેટરમાં રાખવામાં આવ્યા હતા. બાળકોનું વજન ઘણું જ ઓછું હતું અને અહીંયા સુવિધાઓ ઓછી છે. આથી જ તેમને એડવાન્સ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સમાં જયપુરની જેકે લોન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

વધુમાં ડૉક્ટર મહેન્દ્ર મીણાએ કહ્યું હતું કે ત્રણ દિવસ પહેલાં જ લોટન બાઈએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો, જેમાં એક છોકરો ને બે છોકરીઓ છે. લોટન લગ્ન બાદ પહેલી વાર માતા બની છે. ડિલિવરી બાદ માતા ને બાળકો સ્વસ્થ છે.

આ રીતનો કેસ લાખોમાં એક હોય છેઃ ડૉક્ટર મહેન્દ્ર મીણાએ કહ્યું હતું કે આ પ્રકારનો કેસ લાખોમાં એક હોય છે. બાળકો ના થતાં હોય તે મહિલા સારવાર કરાવે પછી તેને 3, 4 કે પાંચ બાળકો થવાની સંભાવના વધી જાય છે.

You cannot copy content of this page