Only Gujarat

National

દેશની સેવા માટે દુબઈની લાખોની નોકરી છોડી વતન આવી મહિલા, કરવો છે ગામનો વિકાસ

જયપુર: લોકો સંસદસભ્ય કે વિધાનસભ્યની ચૂંટણી લડવા માટે લાખો રૂપિયા ની નોકરી ઠૂકરાવી દે એ તો તમે સાંભળ્યું હશે, પણ એક મહિલાએ સરપંચની ચૂંટણી લડવા માટે લાખોની નોકરી છોડી દીધાનો કિસ્સો સામે આવ્યો છે.રાજસ્થાનના સીકર જિલ્લાનો આ કિસ્સો છે. જ્યાં સુનીતા કંવર નામની ગ્રેજ્યુએટ મહિલા નાંગલ ગામમાં સરપંચની ચૂંટણી લડી રહી છે.


36 વર્ષીય સુનીતા કંવર દુબઈની એક શિપિંગ કંપનીમાં જૉબ કરે છે. તેનું વાર્ષિક પેકેજ 25 લાખ રૂપિયાનું છે. સુનિતા કંવર છેલ્લાં 13 વર્ષથી પતિ સાથે દુબઈમાં રહી જોબ કરી રહી હતી. સુનીતા કંવરે કહ્યું હતું કે વતનની સેવા માટે તે ચૂંટણી લડી રહી છે.


સુનિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાંગલ ગામ તેની સાસરિયું છે. તે છેલ્લાં 13 વર્ષથી પતિ સાથે દુબઈમાં રહેતી હતી. તે ગામનો વિકાસ કરવા માંગે છે, એટલે સરપંચની ચૂંટણી લડવા માગે છે. તેણે કહ્યું હતું કે તે સરપંચની ચૂંટણી જીતશે તો ગામમાં વીજળી, પાણી, રોજગાર અને સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓ પર કામ કરશે.


સુનિતાનો પતિ જોધાસિંહ શેખાવત દુબઈમાં જ નોકરી કરે છે. જ્યારે સસરા દિગપાલસિંહ અને પરિવારના અન્ય લોકો નાંગલ ગામમાં રહે છે. સુનીતા કંવરે જણાવ્યું હતું કે જીવનમાં ભગવાન પાસે જે માંગ્યું તેનાથી વધુ મળ્યું છે. હવે દેશમાં રહીને સમાજે સેવા કરવી છે. એટલા માટે હવે ગામમાં આવી ચૂંટણી લડવા માંગે છે.

સુનીતાએ કહ્યું હતું કે દુબઈમાં જોબ દરમિયાન મહેસૂસ કર્યું તે ત્યાં રહેતાં લોકો પોતાની માટીના લોકો માટે ઘણું બધુ કરવાની ઈચ્છા રાખે છે. એટલા માટે મેં પણ વતન આવવાનો નિર્ણય કર્યો છે. મારા પિયર કે સાસરિયામાંથી કોઈ રાજકારણમાં નથી. તેણે કહ્યું કે જો તે ચૂંટણી જીતશે તો એનજીઓના માધ્યમથી ગામનો વિકાસ કરશે.

You cannot copy content of this page