Only Gujarat

FEATURED Health

ઝડપથી પાતળા થવું છે? તો ડાયટમાં સામેલ કરો આ આયુર્વેદિક સુપરફૂડ્સ ને જુઓ કમાલ

અમદાવાદઃ જ્યારે તમે પેટ પર ચરબીના થર જુઓ છો ત્યારે તમને ઘણી જ શરમ આવે છે. આટલું જ નહીં તમે પેટને સપાટ કરવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાવ છો. તમે પાવર યોગાથી લઈ ડાયટ-જીમ દરેક વસ્તુને ફોલો કરે છે પરંતુ સારું પરિણામ ના મળતા તમે તેને કરતા નથી. આજે અમે તમને આયુર્વેદિક સુપરફૂડ્સ અંગે જણાવીશું. જે વજન તો ઉતારશે પણ બેલી ફેટ પણ ઓછુ કરશે. આ ફૂડ્સથી તમારુ મેટોબોલિઝ્મ સારું બનશે.


આંબળાઃ આંબળા મેટાબોલિઝ્મને સારું બનાવે છે. આંબળા ખાવાથી શરીરમાંથી ટોક્સિન એટલે કે ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આંબળા શરદી-ખાંસી, અલ્સર તથા પેટના ઈન્ફેક્શનથી મુક્તિ અપાવે છે. આટલું જ નહીં આંબલાથી બેક્ટેરિયા તથા ફંગલ ઈન્ફેક્શન સામે લડવાની તાકત આવે છે. શરીરમાં ઈમ્યૂનિટી વધે છે. આંબળાનો રસ, મુરબ્બો, ચટણી કે અથાણું બનાવીને ખાઈ શકો છો.

મેથીઃ એન્ટી ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર મેથી મેટાબોલિઝ્મને સારું કરવાનું કામ કરે છે. વજન ઓછું કરવા માટે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે. મેથીની ભાજી પણ એટલી જ અસરકારક સાબિત થાય છે. મેથીની ભાજીમાં ડાયટ્રી ફાઈબર ભરપૂર હોય છે, જે પાચનતંત્રને સ્ટ્રોંગ બનાવીને વજન ઓછું કરે છે.

ત્રિફળાઃ ત્રિફળા શબ્દનો અર્થ છે ત્રણ ફળ, જેમાં હરડે, બેહડ તથા આંબળામાંથી આ બને છે. આનું સેવન કરવાથી વજન ઘટે છે અને પેટ પરની ચરબી માખણની જેમ ઓગળે છે. આ ઉપરાંત ત્રિફળાથી કબજિયાત પણ દૂર થાય છે. એક ચમચી ત્રિફળા ગરમ પાણીમાં 10 મિનિટ સુધી રાખો અને પછી આ પાણી પીઓ.

ગાજરઃ શિયાળામાં ભરપૂર ગાજર ખાવ. જો તમે ગાજરનો સલાડ તથા જ્યૂસ લો તો સૌથી સારું. ગાજરમાં ભરપૂર ફાઈબર હોય છે, જે વાંરવાર ભૂખ લાગવાની સમસ્યા દૂર કરે છે. ગાજર ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. ગાજરમાં કેલરી ઓછી તથા ફાઈબર વધુ હોય છે. જેને કારણે વજન વધતુ નથી.

બીટઃ બીટનો જ્યૂસ ઘણો જ લાભદાયી છે. બીટમાં પણ ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તેનાથી લોહી વધે છે. બીટ ખાવાથી બિલકુલ ભૂખ લાગતી નથી. આ કારણે તમે બીજું આચરકૂચર ખાતા નથી અને તેને કારણે વજન વધતુ નથી.

ખાસ નોંધઃ માત્ર આ જ ફૂડ્સ લેવાથી વજન ઉતરશે, તે શક્ય નથી. દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ-અલગ હોય છે. આ ફૂડ્સ સાથે ડાયટ તથા થોડું વર્ક આઉટ કરવું અતિ આવશ્યક છે. આ ઉપરાંત જો તમને આમાંથી કોઈ ફૂડ્સ ના માફક આવતા હોય તો તે લેવાનો પ્રયાસ કરવો નહીં.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page