Only Gujarat

Bollywood FEATURED

એક હિટ ફિલ્મ બાદ આ એક્ટ્રેસિસે છોડ્યૂં બોલિવૂડ, કોઈ છે બેકાર તો કોઈ સંભાળે છે ઘર-પરિવાર

મુંબઈઃ વર્ષ 2000માં ‘મોહબ્બતે’થી બોલિવૂડ ડેબ્યૂ કરનાર કિમ શર્મા લાંબા સમયથી ફિલ્મ્સ દૂર છે. કિમ છેલ્લે વર્ષ 2009માં આવેલી ફિલ્મ ‘મઘધીરા’માં જોવા મળી હતી. આમાં પણ તેનો રોલ સાવ નાનકડો હતો. કિમ છેલ્લાં 11 વર્ષથી લાઈમ લાઈટથી દૂર છે. ‘મોહબ્બત’ બાદ જે પણ ફિલ્મ રિલીઝ થઈ તે તમામ ફ્લોપ રહી હતી. આ જ કારણથી કિમને કામ મળ્યુ નહોતું. જોકે, માત્ર કિમ જ નહીં બોલિવૂડમાં એવી ઘણી એક્ટ્રેસિસ છે, જે એક હિટ આપ્યા બાદ બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ છે.

ઈશા ગુપ્તાઃ ઈશાએ ‘જન્નત 2’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ પહેલાં તે મોડલ હતી. જોકે, ‘જન્નત 2’ બાદ જે પણ ફિલ્મ રિલીઝ થઈ તે તમામ ફ્લોપ ગઈ હતી. હવે, ઈશા ફિલ્મમાં જોવા મળતી નથી.

શમિતા શેટ્ટીઃ શમિતાએ ‘મોહબ્બતે’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, શમિતાના નામે 2-3 સારા આઈટમ સોંગ્સ છે. જોકે, તેની ફિલ્મ્સ ફ્લોપ થતા હવે તેને કોઈ કામ આપતું નથી.

સોનલ ચૌહાણઃ ઈમરાન હાશ્મી સાથે બોલિવૂડ ફિલ્મ ‘જન્નત’થી ડેબ્યૂ કરનારી સોનલને આજે કોઈ કામ આપતું નથી. તેણે બિગ બી સાથે પણ કામ કરેલું છે પરંતુ બોલિવૂડમાં તે સફળ થઈ શકી નહીં.

આયેશા ટાકિયાઃ આયેશાની પહેલી ફિલ્મ ‘ટારઝન ધ વન્ડર કાર’ ખાસ ધમાલ મચાવી શકી નહોતી. જોકે, સલમાન સાથેની ફિલ્મ ‘વોન્ટેડ’થી આયેશા ઘણી જ ચર્ચામાં આવી હતી. જોકે, હવે તે લગ્ન કરીને દીકરાના ઉછેરમાં વ્યસ્ત છે.

પ્રીતિ ઝાંગિયાનીઃ પ્રીતિએ પણ ‘મોહબ્બતેં’થી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી પરંતુ તેનો ફાયદો ફિલ્મની એક પણ એક્ટ્રેસિસને મળ્યો નહીં. પ્રીતિએ 2008માં મોડલ તથા એક્ટર પરવીન ડબાસ સાથે લગ્ન કરી લીધા હતાં

ગ્રેસી સિંહઃ ‘લગાન’માં આમિર સાથે કરિયરની શરૂઆત કરનાર ગ્રેસી પછી કેટલીક ફિલ્મ્સમાં આવી પરંતુ તેને સફળતા મળી નહીં. ત્યારબાદ ગ્રેસી સિંહ ટીવી સીરિયલ ‘જય મા સંતોષી’ કરી હતી. ગ્રેસીને હવે બોલિવૂડમાં કામ મળતુ નથી.

સ્નેહા ઉલ્લાલઃ ઐશ્વર્યા રાય જેવી દેખાતી સ્નેહાએ સલમાન સાથે ફિલ્મ ‘લકી’માં ડેબ્યૂ કર્યું હતું. આશા હતી કે તેની કરિયર હિટ જશે. જોકે, સ્નેહા ખાસ સફળ થઈ નહીં. ત્યારબાદ તેની તબિયત ખરાબ થતા તેણે જાતે જ બોલિવૂડમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page