Only Gujarat

Bollywood

સાસુની પ્રાર્થના સભામાં ધ્રુસકેને ધ્રુસકે રડી પડી અમિતાભ બચ્ચનની દીકરી

મુંબઈ: અમિતાભ બચ્ચનના વેવાણ ઋતુ નંદાનું 71 વર્ષની ઉંમરમાં 14 જાન્યુઆરીના રોજ નિધન થયું હતું. તેમની પ્રાર્થના સભાનું આયોજન દિલ્હીમાં 17 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં કપૂર અને બચ્ચન ફેમિલીના સભ્યો સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કપૂર અને બચ્ચન પરિવાર આ તકે ખૂબ ભાવુક થઈ ગયો હતો.


નાની બહેન ઋતુ નંદાના ચોથા (પ્રાર્થના સભા)માં મોટાભાઈ રણધીર કપૂર પોતાના આંસુ રોકી શક્યા નહોતા. જ્યારે વેવાણ જયા બચ્ચન પણ આ દરમિયાન ખૂબ ઈમોશનલ જોવા મળ્યા હતા. જયા બચ્ચન પણ પોતાના આંસુ રોકી શક્યા નહોતા.


આ ઉપરાંત ઋતુ નંદાની પુત્રવધૂ અને અમિતાભ બચ્ચની પુત્રી શ્વેતા બચ્ચન પણ સાસુને યાદ કરીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી. ઋતુ નંદાની પૌત્રી અને શ્વેતાની પુત્રી નવ્યા નવેલી અને પૌત્ર અગસ્ત્ય પણ ભાવુક થઈ ગયો હતો. આ પ્રાર્થના સભામાં ઋષિ કપૂર, નીતૂ કપૂર, બબિતા, અમિતાભ બચ્ચન, રીમા મજૈન, આદર જૈન, અરમાન જૈન અને અભિષેક બચ્ચને વિશેષ રીતે હાજર રહ્યા હતા.


નોંધનીય છે કે ઋતુ નંદા છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. વર્ષ 2013માં ઋતુને કેન્સર હોવાની ખબર પડી હતી. તેની અમેરિકામાં લાંબા સમય સુધી સારવાર પણ ચાલી હતી. ઋષિ કૂપરની પુત્રી રિદ્ધિમા કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ફુઈ ઋતુ નંદાના નિધનના સમાચાર આપ્યા હતા. ઋતુ નંદાના દિલ્હીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.


ઋતુ નંદાનો જન્મ કપૂર પરિવારમાં થયો હતો. તે રાજ કપૂરની પુત્રી હતી અને રણધીર કપૂર, ઋષિ કપૂર, રાજીવ કપૂર અને રીમા જૈનની બહેન હતી. તેનો સંબંધ બચ્ચન પરિવાર સાથે પણ છે. અમિતાભની પુત્રી શ્વેતા બચ્ચન તેમની પુત્રવધૂ છે.


ઋતુ નંદાનો જન્મ 30 ઓક્ટોબર, 1948ના રોજ થયો હતો. ઋતુના લગ્ન રાજન નંદા સાથે થયા હતા. 2018માં રાજન નંદાનું નિધન થયું હતું. ઋતુને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ નિખિલ નંદા અને પુત્રીનું નામ નતાશા નંદા છે.

You cannot copy content of this page