Only Gujarat

Bollywood FEATURED

20 વર્ષમાં આટલી બદલાઈ ગઈ ‘કિરણ’, એક્ટિંગ છોડીને કરે છે આ કામ

મુંબઈ: અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને જિમ્મી શેરગીલ સ્ટારર ફિલ્મ મોહબ્બતેંની રિલીઝને 20 વર્ષ પુરા થઈ ગયા છે. આ મૂવી 27 ઑક્ટોબર, 2000ના દિવસે રિલીઝ થઈ હતી. તેના 20 વર્ષ પૂરા થયા બાદ અમે તમને એક્ટ્રેસ પ્રીતિ ઝાંગિયાની વિશે જણાવી રહ્યા છે અને તેના લૂક વિશે જણાવી રહ્યા છે, કે તે આટલા વર્ષોમાં કેટલીક બદલાઈ છે. પ્રીતિ નિરમા સાબુની એડમાં કામ કરી ચૂકી છે.

મુંબઈના એક સિંધી પરિવારમાં જન્મેલી પ્રીતિ પહેલી વાર રાજશ્રી પ્રોડક્શનના મ્યુઝિક આલ્બમ ‘યે હૈ પ્રેમ’માં એક્ટર અબ્બાસ સાથે નજર આવી હતી. તેના ગીત છુઈ મુઈ સી તુમ લગતી હો અને કુડી જંડ ગઈ ખૂબ પૉપ્યુલર થયા હતા. જે બાદ પ્રીતિ નિરમા સાબુ અને કેટલીક બીજી એડમાં પણ નજર આવી હતી. જો કે ફિલ્મોમાં સફળતા ન મળતા તેણે ઘર વસાવવાનો નિર્ણય કર્યો.

પ્રીતિએ 23 માર્ચ, 2008ના દિવસે મૉડલ અને એક્ટર પ્રવીણ દાબાસ સાથે લગ્ન કર્યા. 11 એપ્રિલ, 2011ના દિવસે પ્રીતિએ પોતાના પહેલા દીકરા જયવીરને જન્મ આપ્યો. લગભગ પાંચ વર્ષ બાદ 2016માં પ્રીતિ ફરી માતા બની અને દીકરા દેવને જન્મ આપ્યો.

ફિલ્મ આવારા પાગલ દીવાનામાં સાથે કામ કરી ચૂકેલા આફતાબ શિવાદાસાનીની સાથે પણ પ્રીતિના અફેરની ખબરો આવી હતી. જો કે બાદમાં આ ખબરોને અફવા ગણાવીને પ્રીતિએ તેનાથી ઈન્કાર કરી દીધો હતો.

પ્રીતિએ ફિલ્મની દુનિયામાં 1999માં આવેલી મલયાલમ મૂવી મઝાવિલ્લુથી કદમ રાખ્યા હતા. જેમાં તેની સાથે કુંચાકો બોવન હતા. જે બાદ તેમણે તેલુગુ ફિલ્મ થમ્મુડુમાં પણ કામ કર્યું.

પ્રીતિએ ફિલ્મની દુનિયામાં 1999માં આવેલી મલયાલમ મૂવી મઝાવિલ્લુથી કદમ રાખ્યા હતા. જેમાં તેની સાથે કુંચાકો બોવન હતા. જે બાદ તેમણે તેલુગુ ફિલ્મ થમ્મુડુમાં પણ કામ કર્યું.

પ્રીતિએ 2005માં આવેલી ફિલ્મ ચાહતઃએક નશામાં ખૂબ જ બોલ્ડ અને ઈન્ટીમેટ સીન આપ્યા. જેમાં તેની સામે આર્યન વૈદ્ય હતા. ફિલ્મમાં તેણે રશ્મિ જેટલીનો કિરદાર નિભાવ્યો હતો. જો કે, તેમ છતાં ફિલ્મ ચાલી નહોતી. પ્રીતિએ બાજ, એલઓસી કારગિલ, આન, ઓમકારા જેવી કેટલીક ફિલ્મો કરી. જો કે તેમાં પણ તેની કોઈ મોટી ભૂમિકા નહોતી. આમ તો, તેણે અલગ-અલગ ભાષાઓમાં 30થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં હિંદી, તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ, પંજાબી, ઉર્દૂ અને બંગાળી ફિલ્મો સામેલ છે.

You cannot copy content of this page