Only Gujarat

FEATURED National

ભૂખ્યા-તરસ્યા રહીને પ્રેમી માટે કર્યા ઉપવાસ પણ અફસોસ આજે હોસ્પિટલમાં માગી રહી છે જીવનની ભીખ!

ઉજ્જૈન: મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ ભૂખી રહીને કરવા ચોથનું વ્રત રાખે છે. રાત્રે ચાંદના દીદાર કર્યા બાદ પતિના હાથે પાણી પીને અને પ્રસાદ લઈને પોતાનું વ્રત ખોલે છે, પરંતુ આ દિવસે જ ઉજ્જૈનમાં ખળભળાટ મચાવી દે તેવો મામલો સામે આવ્યો છે. જ્યાં પ્રેમીની સાથે લિવ ઈનમાં રહેતી નર્સ પર એસિડ ફેંકીને તેને આરોપીએ જીવનભરનું દર્દ આપ્યું અને બાદમાં પ્રેમી ભાગી ગયો.

સૂતી હતી ત્યારે ફેંક્યૂ એસિડઃ આ દર્દનાક ઘટના, કરવા ચોથના દિવસે સવારે 6 વાગ્યે બની. જ્યાં મુકેશ નામના પ્રેમીએ પોતાની પ્રેમિકા સુનિતા સૂતી હતી ત્યારે એસિડ ફેંક્યું. એસિડ એટલું જલદ હતું કે ગાદલું પણ બળી ગયું. પીડિતાના ચહેરાથી લઈને શરીરનો ઉપરનો ભાગ ખરાબ રીતે બળી ગયો છે. જ્યાં તેને ગમે તેમ કરીને આસપાસના લોકોએ હૉસ્પિટલમાં ભરતી કરાવી. હાલ તે જિંદગી અને મોત વચ્ચે લડી રહી છે.

પતિ સાથે છૂટાછેડા બાદ મિત્રને કરવા લાગી પ્રેમઃ પીડિતાના પિતા મનોહરલાલ રાવતે જણાવ્યું કે તેમની દીકરી સુનિતાના લગ્ન 20 વર્ષ પહેલા 2000માં શમશાબાદમાં રહેતા અનિલ પટવા સાથે થયા હતા. જ્યાં તેના બે બાળકો પણ થયા, પછી બંનેના ઝઘડા થવા લાગ્યા. વાત તલાક સુધી પહોંચી ગઈ અને 2007માં તેમણે અલગ થવાનો નિર્ણય લીધો અને છૂટાછેડા લઈ લીધા. બંને બાળકો પતિ પાસે જ રહે છે. જે બાદ તે અમારી પાસે આવી ગઈ, પછી ગામના જ મુકેશ સાથે તેની મિત્રતા થઈ. બાદમાં તેઓ એેકબીજાને પસંદ કરવા લાગ્યા.

લગ્ન વિના સાથે રહેતા હતા બંનેઃ પિતાએ જણાવ્યું કે કેટલાક સમય બાદ સુનીતાનો નર્સિંગ કોર્સ પુરો થઈ ગયો અને તેની ઉજ્જૈનના તેજેનકર હૉસ્પિટલમાં નોકરી લાગી ગઈ. આ દરમિયાન મુકેશ પણ ત્યાં પહોંચી ગયો અને બંને સાંઈધામ કોલોનીમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા. બંને વચ્ચે પતિ-પત્ની જેવા સંબંધો હતા. પરંતુ સુનીતા મુકેશને લગ્નનું કહેતી તો તે બહાના કાઢતો હતો.

દીકરીનો ચહેરો જોઈને દંગ રહી ગયા પિતાઃ પોલીસને કરેલી ફરિયાદમાં સુનીતાના પરિવારજનોએ જણાવ્યું કે આરોપી મુકેશ તેની દીકરી પર શંકા કરવા લાગ્યો હતો. ત્યાં સુધી કે હૉસ્પિટલમાં જઈને તેના પર નજર રાખતો હતો. જ્યારે સુનીતા કોઈ દર્દી સાથે વાત કરતી તો તેને ટોકતો હતો. તે તેને નોકરી છોડવા માટે કહેતો હતો. એટલું જ નહીં ઘણીવાર તેની સાથે મારપીટ સુદ્ધા કરવા લાગ્યા. પિતા મનોહરે જણાવ્યું કે સુનીતાનો ચહેરો જોઈને દંગ રહી ગયા હતા. કારણ કે ચહેરો સંપૂર્ણ રીતે બળી ગયો હતો.

You cannot copy content of this page