Only Gujarat

National TOP STORIES

સગા દીકરા જ માતાના ‘ગંદા’ ફોટા પાડ્યા પછી તેણે જે કર્યું તે જાણી તમને નવાઈ લાગશે

સંપત્તિ પર કબ્જો કરવા માટે એક કળયુગી પુત્રએ પોતાની જ માતાની સામે કાવતરું ઘડ્યુ હતુ. જેનાં વિશે જાણીને તમે ચોંકી જશો. આરોપ છેકે, સંપત્તિને પોતાના નામે કરાવવા માટે એક પુત્રએ પોતાની જ માતાનાં અશ્લીલ ફોટા પાડીને પછી તેને બ્લેકમેલ કરવા લાગ્યો હતો.

વાસ્તવમાં રાજસ્થાનના કોટામાં શિવપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે તેનો પુત્ર તેમને સંપત્તિ માટે બ્લેકમેલ કરી રહ્યો છે. 75 વર્ષીય મહિલાએ કહ્યું કે સંપત્તિના વિવાદને કારણે તેના પુત્રએ તેના અશ્લીલ ફોટા પાડ્યા છે અને ફોટાને પોતાના જ પરિવારનાં લોકોને મોકલવા લાગ્યો હતો.

મહિલાએ કહ્યું કે એક દિવસ જ્યારે તે પૂજા દરમિયાન તેના ઘરે હવન કરી રહી હતી ત્યારે પુત્રએ બૂમરાણ મચાવી હતીકે,આગ લાગી છે. દીકરાએ બૂમ પાડી અને આગથી બચવા માટે કપડા કાઢી નાખવા કહ્યું અને કપડાં ઉતારતાંની સાથે જ આરોપીએ તેનો ફોટા પાડી લીધા હતા.

આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી તારાચંદના કહેવા મુજબ શિવપુરામાં રહેતી વૃદ્ધ મહિલા દ્વારા 2 દિવસ પહેલા ફરિયાદ નોંધાઈ હતી. પોતાની ફરિયાદમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના 50 વર્ષના પુત્રએ સંપત્તિના વિવાદના કારણે તેનો નગ્ન ફોટો પાડી લીધો હતો અને તેને પરિવારના લોકોને વોટ્સએપ પર મોકલ્યો હતો.

પોલીસે ફરિયાદના આધારે આરોપી પુત્રની ધરપકડ કરી હતી પરંતુ તેણે ફોટા તેના મોબાઇલ ફોનમાંથી ડિલીટ કરી દીધા હતા. ટેક્નોલોજી નિષ્ણાતોની મદદથી પોલીસે તે ફોટા પાછા મેળવી લીધા હતા અને તે ફોટાનાં આધારે કોર્ટે આરોપી પુત્રને જેલમાં મોકલી આપ્યો હતો.

You cannot copy content of this page