Only Gujarat

FEATURED National

ગર્લફ્રેન્ડને મળવા બાઇક લઇને પાકિસ્તાન જઇ રહ્યો હતો મહારાષ્ટ્રનો યુવક પણ…..

પ્રેમમાં સાત સમુંદર પાર કરવાની વાત તો તમે સાંભળી જ હશે આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે જે કોઇ ફિલ્મી કહાનીથી જરાય ઉતરતો નથી. અહીં એન્જિનિયરિંગનું શિક્ષણ મેળવતો એક યુવક સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની યુવતીના પ્રેમમાં પડ્યો. બાદમાં યુવક પોતાની બાઇક લઇને પ્રેમિકાને મળવા મહારાષ્ટ્રથી પાકિસ્તાન માટે નીકળી પડ્યો. જ્યારે તે બોર્ડર પર દલદલમાં ફંસાઇ ગયો તો બાઇક મૂકી પગપાળા જ બોર્ડર ક્રોસ કરવા માટે નીકળી પડ્યો પરંતુ કચ્છના રણમાં રસ્તો ભટકી ગયો.

જાણકારી પ્રમાણે યુવક મહારાષ્ટ્રના ઉસ્માનાબાદનો રહેવાસી છે. તેનું નામ જીશાન સલીમ સિદ્દકી છે જે એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. સલીમ સિદ્દકી 11 જુલાઇથી ગાયબ હતો. પોલીસમાં જીશાન ગુમ થવાની ફરિયાદ કરવામાં આવી સાથે જ તેના મોબાઇલ નંબરના આધારે જાણકારી એકત્રિત કરવામાં આવી. ત્યારબાદ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે જીશાન પાકિસ્તાના એક નંબર સાથે સતત ચેટ કરી રહ્યો છે.

પોલીસે જ્યારે તેના મોબાઇલના લાઇવ લોકેશનની તપાસ કરી તો જીશાન ગુજરાતના કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ આસપાસ હતું. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી ગઇ અને તુરંત ગુજરાતના કચ્છના ખડીરા પોલીસને તસવીરની સાથે જાણકારી આપી. પોલીસને શરૂઆતમાં આતંકી કનેક્નશ હોવાની શંકાના આધારે તપાસ હાથ ધરી હતી.

પોલીસે જ્યારે લોકેશન પર જઇને તપાસ શરૂ કરી તો ત્યાંથી એક બિનવારસી બાઇક મળ્યું. પછી પુછપરછ બદા સમગ્ર મામલાનો ખુલાશો થયો. જેમાં બહાર આવ્યું કે જીશાન નામનો એક યુવક પાકિસ્તાનમાં રહેતી પોતાની પ્રેમિકાને મળવા મહારાષ્ટ્રના ઉસ્માનાબાદથી બાઇક લઇને કચ્છ પહોંચ્યો હતો.

અહીં સરહદ પર દલદલ હોવાને કારણે તેનું બાઇક ફસાઇ જતા તેને ત્યાંજ છોડીને પગપાળા બોર્ડર ક્રોસ કરવા માટે નિકળી પડ્યો હતો. પરંતુ રણની અંદર રસ્તો ભટકી ગયો અને બીએસએફને બોર્ડર નજીક અંદાજે બે દિવસ બાદ એટલે કે ગુરુવાર 16 જુલાઇએ મળ્યો. હાલ પોલીસ યુવકની પુછપરછ કરી રહી છે જો કે અત્યારસુધી તેના કોઇપણ આતંકી સંગઠન સાથે સંપર્ક હોવાની વાત સામે આવી નથી.

માનવામાં આવી રહ્યું છે કે તે પોતાની પ્રેમિકાને જ મળવા માટે મહારાષ્ટ્રથી ગુજરાત આવ્યો હતો. તો અધિકારીઓનું કહેવું છે કે જીશાન પાકિસ્તાનની ISIના હનિટ્રેપનો પણ શિકાર થઇ શકે છે. હાલ પોલીસ સમગ્ર મામલામાં જીશાનની પુછપરછ કરી રહી છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page