Only Gujarat

FEATURED National

મહિલા કોન્સ્ટેબલે નહોતા કર્યાં લગ્ન, પરિણીત યુવક સાથે ચાલતું હતું ચક્કર પણ આ રીતે ખુલી પોલ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં રસપ્રદ ઘટના બની હતી. અહીં એક મહિલા કોન્સ્ટેબલે પોતાના પ્રેમીને પતિ ગણાવ્યો, જેથી તેની સાથે ક્વૉરન્ટીનમાં રહી શકે. વાસ્તવમાં આ ઘટના બજાજ નગર પોલીસ સ્ટેશન વિસ્તાર છે. એક મહિલા કોન્સ્ટેબલના સ્ટાફના એક કર્મચારીને કોરોના થવાને કારણે મહિલાને પણ ક્વૉરન્ટીન સેન્ટર પર મોકલવામાં આવી. મહિલા કોન્સ્ટેબલે ક્વૉરન્ટીન સેન્ટરમાં જણાવ્યું કે, તેનો પતિ પોસ્ટલ વિભાગમાં કામ કરે છે તેને પણ ક્વૉરન્ટીન કરવાની જરૂર છે.

પીટીઆઈના રિપોર્ટ અનુસાર, મહિલા પોતાના પતિના સ્થાને પ્રેમી સાથે ક્વૉરન્ટીન થઈ. પ્રેમી પરિણીત હતો અને તે 3 દિવસ સુધી પોતાના ઘરે ના આવતા તેની પત્નીને આ અંગે જાણ થઈ. મહિલા કોન્સ્ટેબલના પ્રેમીની પત્ની જ્યારે ક્વૉરન્ટીન સેન્ટર પર પહોંચી તો તેને અંદર જવાની મંજૂરી ના મળી. અંતે તે બજાજ નગર પોલીસ સ્ટેશનમાં પહોંચી અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે પછી પોલીસ કમિશ્નર ડૉ. ભૂષણ કુમાર ઉપાધ્યાય દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા.

આ કેસ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલા કોન્સ્ટેબલ અપરિણીત છે અને તેના સ્ટાફના એક સાથીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે પછી મહિલા કોન્સ્ટેબલને ક્વૉરન્ટીનમાં જવાનું હતું, આ દરમિયાન તેણે પોતાની સાથે બીજી વ્યક્તિ (પ્રેમી)ને પણ ક્વૉરન્ટીન કરાવ્યો. અધિકારીએ કહ્યું કે, આ મામલે પછીથી જાણ થઈ કે જે વ્યક્તિને મહિલા કોન્સ્ટેબલ પોતાનો પતિ ગણાવતી હતી તે વાસ્તવમાં તેનો પ્રેમી છે. જે ટપાલ વિભાગમાં કામ કરે છે.


મહિલા કોન્સ્ટેબલની પોલ ખુલતા બંનેને અલગ કરવામાં આવ્યા છે. તેના પ્રેમીને હવે અન્ય ક્વૉરન્ટીન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું કે, મહિલા કોન્સ્ટેબલ અને તેના પ્રેમી વચ્ચે ગત વર્ષે ઓક્ટોબરમાં મુલાકાત થઈ હતી, ત્યારથી જ આ બંને સંપર્કમાં હતા અને તેમનું અફેર ચાલી રહ્યું હતું.

You cannot copy content of this page