Only Gujarat

FEATURED National

લાલચી વહુએ ભીખારી સાસુ સાથે કર્યો ઝઘડો પણ અંજામ એવો આવ્યો કે ભલભલા ડરી જશે!

મુંબઈઃ સંપત્તિની લાલચના કારણે મુંબઈમાં એક 32 વર્ષીય વહુએ પોતાની 70 વર્ષીય સાસુની હત્યા કરી હતી. જે રીતે વહુએ પોતાની સાસુની હત્યા કરી હતી તે જોતા તમામના રુંવાડા ઊભા થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે, ઝઘડો થતા જ વહુએ પોતાની સાસુને ક્રિકેટ બેટ વડે માર માર્યો હતો અને પછી મોબાઈલ ચાર્જરના વાયર વડે ગળું દબાવી હત્યા કરી હતી.

આ ઘટના મુંબઈના ચેમ્બૂરની પેસ્ટમ સાગર કોલોનીની છે. મૃતક મહિલાની ઓળખ સંજના પાટિલ તરીકે થઈ છે. સોમવાર (13 જુલાઈ)એ સાંજે સંજનાને ગંભીર ઈજાના કારણે રાજાવાડી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તેમના પરિવારે દાવો કર્યો હતો કે તેઓ બાથરુમમાં પડી જવાના કારણે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે સંજના પાટિલના શરીર પર લગભગ 14 ઈજાના નિશાન અને તેમના ગળા પર વાયરના નિશાન જોતા હોસ્પિટલના સ્ટાફને શંકા થઈ હતી. તેમણે આ મામલે પોલીસને સૂચના આપી હતી. જે પછી પોલીસે હત્યાનો કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી વહુએ પોતાનો ગુનો કબૂલ્યો નહોતો. તેની નાની દીકરીએ પોલીસ અધિકારીઓને જણાવ્યું કે, તેની માતા અને દાદીએ વચ્ચે સવારે લડાઈ થઈ હતી. પોલીસે જણાવ્યું કે, મૃતક મહિલા ભીખ માગતી અને ઘરમાં ગમે ત્યાં પૈસા છુપાવી દેતી હતી અને વહુ આ અંગે પૂછતી રહેતી, જેના કારણે તેમની વચ્ચે લડાઈ થતી હતી. આરોપી વહુ પાસેથી મૃતક સંજનાના ઘરેણાં પણ મળી આવ્યા હતા.

મૃતક સંજનાના પતિનું અમુક વર્ષો અગાઉ નિધન થયું હતું. આ દંપતિને કોઈ સંતાન ના હોવાના કારણે તેમણે પોતાના પતિના ભાઈના દીકરા દિનેશને દત્તક લીધો હતો. તેમની પાસે 4 ફ્લેટ હતા, 2 ચેમ્બુરમાં અને 2 વર્લીમાં. સંજનાએ 3 ફ્લેટ ભાડે આપી રાખ્યા હતા અને એક ફ્લેટમાં દીકરા અને વહુ સાથે રહેતી હતી. ભાડે આપેલા ફ્લેટથી કમાણી થતી હોવા છતાં મૃતક સંજના શહેરના ઘાટકોપર સ્થિત એક જૈન મંદિર બહાર ભીખ માગતી હતી.

તપાસમાં સામે આવ્યું કે, આરોપી મહિલા અંજના અને તેની સાસુ અંગે થયેલા ઝઘડા દરમિયાન વહુએ ગુસ્સામાં ક્રિકેટ બેટ વડે સાસુની ધોલાઈ કરી હતી. આટલે ના અટકતા તાર વડે ગળું દબાવ્યું પરંતુ તે તૂટી ગયો. જે પછી આરોપી અંજનાએ મોબાઈલ ચાર્જરના કેબલથી સાસુનું ગળું દબાવ્યું અને તેમની હત્યા કરી હતી. આરોપી મહિલાએ કહ્યું કે, તે વારંવાર થતા ઝઘડાથી ત્રાસી ગઈ હતી અને ઈચ્છતી હતી કે તમામ ચાર ફ્લેટ તેના નામે થઈ જાય તેથી તેણે સાસુની હત્યા કરી હતી.

You cannot copy content of this page