Only Gujarat

FEATURED International

આ એક વસ્તુથી માત્ર ને માત્ર 20 મીનિટમાં 98% કોરોનાનો થઈ શકે છે ખાત્મો

કોરોના વાયરસનો ચેપ આખા વિશ્વ માટે રોગચાળો બની ગયો છે. આ રોગચાળાથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દરરોજ વધી રહી છે. દરરોજ કોરોના વાયરસથી થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેને રોકવા માટે, ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં 120થી વધુ પ્રકારની રસીના સંશોધન કરવામાં આવી રહ્યા છે, જેમાં 21થી વધુ રસીઓ ક્લિનિકલ ટ્રાયલ તબક્કામાં છે. રસી ઉપરાંત, કોરોના વાયરસની સારવાર માટે દવાઓ પર સંશોધન પણ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસોમાં સામાન્ય અને ગંભીર લક્ષણોવાળા દર્દીઓ માટે ફેબિફ્લૂ અને ડેક્સામેથાસોન જેવી દવાઓ સામે આવી છે, જેનો ડોક્ટરની દેખરેખ હેઠળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. હવે સ્વીડનની એક કંપનીએ કોરોના વાયરસને નાબૂદ કરવા માટે માઉથ સ્પ્રે તૈયાર કર્યો છે. તે મિનિટોમાં કોરોના વાયરસને દૂર કરવાનો દાવો કરે છે.

અંગ્રેજી વેબસાઈટનાં સમાચાર મુજબ, સ્વીડીશ લાઈફ સાયન્સ કંપની એનઝાઈમેટિકાએ કોરોના વાયરસના ખાત્મા માટે એક માઉથ સ્પ્રે તૈયાર કર્યો છે. કંપનીનો દાવો છેકે, તેણે જે સ્પ્રે વિકસિત કર્યો છે, તે કોરોના વાયરસને થોડીક જ મિનિટોમાં મારી દેશે.

સમાચાર મુજબ, એન્ઝાઈમેટિકા (Enzymatica)કંપનીએ આ માઉથ સ્પ્રેને લઈને 20મી જુલાઈએ સંશોધન કર્યા પછી પ્રારંભિક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં, કંપનીએ દાવો કર્યો છે કે આ સ્પ્રેથી નવા કોરોના વાયરસ (SARS-CoV-2)ને 98.3 ટકા સુધી ખતમ કરી શકાય છે. અમેરિકન કંપની માઇક્રોબેક લેબોરેટરીઝ ઇંક દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો છે.

કંપનીનો દાવો છે કે આ ColdZyme Mouth sprayથી 20 મિનિટમાં કોરોના વાયરસનો ખાત્મો થઈ શકે છે. કંપનીના જણાવ્યા મુજબ, આ ઓરલ સ્પ્રે અન્ય વાયરસ સામે પણ રક્ષણ આપે છે.

કંપની દ્વારા જારી કરાયેલા અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ ઓરલ સ્પ્રે શરદી, ખાંસી અને તાવને પણ મટાડે છે. કંપનીએ આ એન્ઝાઇમેટિક ઓરલ સ્પ્રેને કોલ્ડઝાઇમ નામ આપ્યું છે.

કંપનીએ કહ્યું કે ઇન વિટ્રો (લેબ ટેસ્ટ) ના પરિણામોપરથી જાણ થાય છેકે, આ ઓરલ સ્પ્રે માણસોનાં શરીરને અનેક પ્રકારના કોરોના વાયરસથી સુરક્ષિત કરવામાં અસરકારક છે.

સ્વીડિશ કંપનીએ અમેરિકામાં માઇક્રોબોક્સ પ્રયોગશાળાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય પરીક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરીને સ્પ્રે પર સંશોધન કર્યું છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page