Only Gujarat

Bollywood FEATURED

સુશાંત કેસમાં રિયા ચક્રવર્તીના પરિવાર પર પણ આક્ષેપો, જાણો કોણ કોણ છે ફેમિલીમાં

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર એક્ટરના પિતા કેકે સિંહે કેસ કર્યો છે. રિયા પર આક્ષેપ છે કે તેના કારણે એક્ટરનું મોત થયું. આ ઉપરાંત અન્ય ઘણા આક્ષેપ એક્ટ્રેસ પર લગાવવામાં આવ્યા છે. તો સોશિયલ મીડિયા પર પણ એક્ટરના ફેન્સના ટાર્ગેટ પર છે. રિયા પોતે એક આર્મી ફેમિલીમાંથી આવે છે પરંતુ તેના પરિવાર વિશે ઘણા ઓછા લોકો જ જાણતા હશે. આજે અમે તમારી સમક્ષ એક્ટ્રેસના પરિવારજનો વિશે જણાવી રહ્યાં છીએ.

રિયાનો જન્મ 1 જુલાઈના બેંગલુરુમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી આર્મી ઓફિસર રહી ચૂક્યા છે. રિયા પોતાની પર્સનલ લાઈફ વિશે ભાગ્યે જ કંઈક બોલતી હોય છે. તેના સોશિયલ મીડિયા પર પણ પરિવારજનો સાથેની અમુક જ તસવીરો જોવા મળે છે. આશરે 3 વર્ષ અગાઉ રિયાએ મધર્સ-ડે પર એક ફેમિલી કોલાજવાળી તસવીર શેર કરી હતી, જેમાં તે માતા સાથેની બાળપણની યાદોને શેર કરતી જોવા મળી હતી.

રિયા પોતાના નાના ભાઈ શૌવિકની ઘણી નિકટ છે. સિબલિંગ બૉન્ડની વાત કરીએ તો રિયા અને શૌવિક ભાઈ-બહેન કરતાં સારા મિત્રો વધુ છે. તેની મોટાભાગની તસવીર ભાઈ શૌવિક સાથેની જ છે. રિયાના બૉયફ્રેન્ડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન પર શૌવિક પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેણે એક પોસ્ટ થકી સુશાંતને મોટા ભાઈ સમાન ગણાવ્યો હતો.

શૌવિકે લખ્યું હતું કે,‘તમે મારા જીવનમાં પ્રેરણા સ્ત્રોત હતા. બુદ્ધિના પ્રતિક, જો હું ન્યૂટનના નિયમને બદલી શકતો તો તમને જમીન પર પરત લાવવાનો પ્રયાસ કરી શકત.’સુશાંત સાથેના સંબંધો વિશે રિયાએ ક્યારેય જાહેરમાં કોઈ નિવેદન આપ્યું નથી. તેને તે પર્સનલ રાખવા માગતી હતી.

સુશાંતના નિધન બાદ એક્ટ્રેસે લિવ-ઈનમાં રહ્યાં હોવાની વાત સ્વીકારી હતી. હાલ રિયાએ પોતાની પર લાગેલા આરોપોને જુઠા ગણાવ્યા છે અને સુપ્રીમ કોર્ટને કેસ રિલોકેટ કરવા અપીલ કરી છે. રિયાના મતે પટણામાં કેસની નિષ્પક્ષ તપાસ નહીં થાય તેથી અન્ય સ્થળે કેસ શિફ્ટ કરવામાં આવે.

You cannot copy content of this page