Only Gujarat

FEATURED National

આ નાજુક નમણી યુવતીને ઓછી ના સમજતા, IPS અધિકારી છે અને લોકોને આમ કરી રહી છે મદદ

પટના, બિહારઃ દેશભરના ઘણા બધા IAS અને IPS પોતાની કાર્યશૈલી અને લુક્સને કારણે ફેમસ છે. તેમાંથી એક નામ બિહાર કેડરની IPS ઑફિસર ડૉ. નવજોત સિમી પણ છે, જે સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ છે. તેમના ચાહકો પણ સોશિયલ મીડિયા પર તેમની ખૂબસૂરતીના વખાણ કરે છે. જણાવી દઈએ કે તેઓ એ જ IPS અધિકારી છે કે, જેણે કામની વધતી જવાબદારી અને ઓછા સમયના કારણે ઘરે ન આવી શકતા પોતાના IAS પતિ સાથે ઑફિસમાં જઈને અનોખી રીતે લગ્ન કર્યા હતા. જેના કારણે તે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. આજે અમે તમને એમના વિશે જ જણાવી રહ્યા છે.

ડૉ. નવજોત સિમી 2017 બેચની IPS અધિકારી છે અને હાલ પટનામાં તહેનાત છે. IPS ડૉ. નવજોત સિમી પંજાબમાં રહે છે. સોશિયલ મીડિયા તેમની તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

IPS ડૉ. નવજોત સિમીની લગ્ન IAS અધિકારી તુષાર સાથે થયા છે. IAS તુષાર પંજાબના રહેનારા છે, તેઓ પશ્ચિમ બંગાળમાં તહેનાત છે. IPS ડૉ. નવજોત સિમીએ IAS અધિકારી તુષાર સિંગલા સાથે વેલેન્ટાઈન ડેના દિવસે અનોખી રીતે લગ્ન કર્યા હતા.

કામની વધતી જતી જવાબદારી અને સમય ઓછો હોવાના કારણે IAS તુષાર પોતાના ઘરે નહોતા જઈ શકતા અને તેના કારણેસર લગ્ન ટળી રહ્યા હતા. એવામાં નવજોત પટનાથી બંગાળ જઈને રજિસ્ટ્રેશનના માધ્યમથી IAS તુષારની ઑફિસમાં જ લગ્ન કરી લીધા હતા. IAS તુષારે લગ્નની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી. તેમના લગ્ન સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાયા હતા.

You cannot copy content of this page