Only Gujarat

FEATURED National

લગ્નના કેન્સલ ના થાય તે માટે વરરાજાએ નહોતો કરાવ્યો કોરોના ટેસ્ટ પણ સુહાગરાત માણે એ પહેલાં જ…

પટના, બિહારઃ કોરોના સંક્રમિત એન્જીનિયર વરરાજાના મોતના મામલાની તપાસમાં મોટો ખુલાસો થયો છે. DMને સોંપવામાં આવેલી અંતિમ તપાસના રિપોર્ટમાં વરરાજાની લાપરવાહી સામે આવી છે. તપાસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વરરાજાએ લગ્ન કરવાની ચાહતમાં કોરોના ટેસ્ટ નહોતો કરાવ્યો, જ્યારે દિલ્લીથી પાછા આવ્યા બાદ તેની તબિયત ખરાબ થતા પરિવારના લોકોએ તેને ચેકઅપ કરાવવાની સલાહ પણ આપી હતી.પરંતુ તેને ડર હતો કે જો તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેના લગ્ન કેન્સલ થઈ જશે, જે તેને મંજૂર નહોતું.

નોંધનીય છે કે વરરાજાનું તેની સુહાગરાતના આગલા દિવસે જ મૃત્યુ થઈ ગયું હતું, જ્યારે જાનમાં આવેલા 111 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જે બાદ સ્થાનિક પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો અને DMએ મામલાની તપાસ માટે અધિકારીઓની એક ટીમ બનાવી હતી, જેણે પોતાનો અંતિમ રિપોર્ટ DMને સોંપી દીધો છે. વિભાગના લોકોના પ્રમાણે અધિકારીઓના રિપોર્ટમાં જે વાત સામે આવી છે.

તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્લીમાં દૂલ્હો સૉફ્ટવેર એન્જીનિયર હતો. 15 જૂને પાલીગંજમાં તેના લગ્ન હતા. જેના માટે તે ઘર આવ્યો હતો. તપાસ રિપોર્ટ પ્રમાણે વરરાજાએ સ્થાનિક રીતે જ ઈલાજ કરાવ્યો અને સિઝન ખરાબ હોવાથી થયેલી બીમારી સમજીને દવા લેતો રહ્યો. તબીયત ખરાબ થયાના 22 દિવસ બાદ પણ દુલ્હાએ કોરોના વાયરસના સંક્રમણની તપાસ ન કરાવી, જે તેના જીવ પર ભારે થઈ ગઈ.

દુલ્હો લગ્નના દિવસે પણ શરદી, ખાંસી અને તાવની દવા લઈને લગ્ન કરવા ગયો હતો. પરંતુ, આ દવાની કોઈ અસર ન રહી. 23 મેના દિવસે તે ગુરુગ્રામથી પાલીગંજ આવ્યો હતો. 8 જૂને અચાનક તેની તબિયત ખરાબ થઈ ગઈ. પરિવારજનોએ સ્થાનિક ડૉક્ટર પાસે તપાસ કરાવી. ડૉક્ટરે તેને દવા તો આપી દીધી. પરંતુ, તેમણે સલાહ આપી હતી કે કોરોનાનો ટેસ્ટ કરાવી લે. પરંતુ દુલ્હાએ માત્ર દવા જ લીધી.

તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, પરિવારના લોકોએ પણ તેને કહ્યું હતું કે તે કોરોનાની તપાસ કરાવી લે, પરંતુ તે તૈયાર ન થયો. પરિવારના લોકોના પ્રમાણે વરરાજાને એવું લાગી રહ્યું હતું કે લગ્ન પહેલા જો કોરોના ટેસ્ટ કરાવશે અથવા રિપોર્ટ પોઝિટિવ નિકળ્યો તો લગ્ન નહીં થાય અને લગ્ન સમારંભમાં ભંગ પડશે. તેની આ લાપરવાહી તેના જીવ પર ભારે પડી ગઈ.

તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો વરરાજાની કોરોના તપાસ થઈ ગઈ હોત તો આટલા મોટા પ્રમાણમાં લોકોને ચેપ ન લાગ્યો હોત. ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રશાસને લગ્ન પ્રસંગમાં 50થી વધુ લોકોના ભાગ લેવા દેવાના આરોપમાં

You cannot copy content of this page