Only Gujarat

Bollywood FEATURED

લગ્નના આટલાં વર્ષ બાદ પણ નાગાર્જુનની વહુને નથી થવું પ્રેગ્નન્ટ!

મુંબઈ/હૈદરાબાદઃ સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનની વહુ એટલે કે સમાંથા રુથ પ્રભુ અને દીકરા નાગા ચૈતન્યના લગ્નને લગભગ અઢી વર્ષ થઈ ગયા છે. સમાંથા હાલ પોતાના લગ્ન જીવન સાથે કરિયર પર પણ ફોકસ કરી રહી છે. કેટલાક દિવસ પહેલા ફિલ્મ ‘જાનૂ’ના પ્રમોશન દરમિયાન સમાંથાએ ફેમિલી પ્લાનિંગને લઈને વાત કરી હતી.

સમાંથાનો ઈશારો સ્પષ્ટ એ વાત તરફ હતો કે તે હજુ 2-3 વર્ષ પોતાના કરિયર પર ફોકસ કરવા માંગે છે. એવામાં તેનો ફેમિલી પ્લાન કરવાનો કે માતા બનવાનો કોઈ ઈરાદો નછી. સમાંથાએ 6 ઑક્ટોબર, 2017ના દિવસે નાગા ચૈતન્ય સાથે પહેલા હિંદૂ અને બાદમાં ખ્રિસ્તી રીતિ-રિવાજોથી લગ્ન કર્યા હતા.

28 એપ્રિલ, 1987માં ચેન્નઈમાં જન્મેલી સમાંથાએ 2010માં આવેલી ફિલ્મ ‘યે માયા ચેસાવે’થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તેના હિરો રહેલા નાગાર્જુનની પહેલી પત્નીના દીકરા નાગા ચૈતન્ય જ રિયલ લાઈફમાં તેમના પતિ બન્યા.

સમાંથાના પિતા તેલુગુ, જ્યારે માતા મલયાલી છે. જોકે તેમ છતાં તે પોતાને તમિલિયન માને છે. તેનું કારણ એ છે કે ચેન્નઈમાં મોટી થઈ છે.

સમાંથાને બે ભાઈ જોનાથન અને ડેવિડ છે. તેમણે હોલી એંજેલ એંગ્લો ઈન્ડિયન સ્કૂલ, ચેન્નઈથી સ્કૂલિંગ કર્યું. બાદમાં તે સ્ટેલા મેરિસ કૉલેજથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું.

2014માં આવેલી ફિલ્મ ‘મનમ’માં સમાંથાએ નાગાર્જુનની માતાનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં ત્રણ પેઢીની કહાનીને બતાવવામાં આવી હતી.

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ભલે તેમના સમાંથાના નામથી જાણવામાં આવે છે, પરંતુ તેમના પરિવાર અને નજીકના મિત્રો તેમને નિકનેમ ‘યશોદા’થી જ બોલાવે છે. ત્યાં સુધી કે સમાંથા જ્યારે એક્ટર સિદ્ધાર્થને ડેટ કરી રહી હતી ત્યારે, સિદ્ધાર્થ પણ તેમને ‘યશો’ કહીને બોલાવતા હતા.

સમાંથાએ 2012માં આવેલી હિન્દી ફિલ્મ ‘એક દીવાના થા’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ. જેમાં તેની સાથે પ્રતીક બબ્બર, એમી જેક્સન અને મનુ ઋષિએ કામ કર્યું હતું. ફિલ્મને ગૌતમ મેનને ડાયરેક્ટ કરી હતી.

સમાંથા સામાજિક સેવા પણ ખૂબ જ કરે છે. તેણે ‘પ્રત્યૂષા સપોર્ટ’ નામથી એક એનજીઓ શરૂ કરી છે, જે કેટલાક વિસ્તારમાં હેલ્થકેર સપોર્ટ પુરો પાડે છે. આ એનજીઓ જરૂરિયાતમંદ બાળકો અને મહિલાઓને મેડિકલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરાવે છે.

પતિ નાગા ચૈતન્ય સાથે સમાંથા અક્કિનેણી

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page