Only Gujarat

Sports

કોરોનાની આ તસવીરો જોઈને હચમચી જશો એ નક્કી, અહીંયા દરેશ શેરીમાં પડી છે લાશો

ઈક્વાડોરઃ કોરોનાના કહેર સામે દુનિયા લાચાર થઈ ગઈ છે. કેટલાક દેશોમાં તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો માનવતા નેવે મુકી રહ્યા છે. ત્યાં સુધી કે કોરોનાથી મૃત્યુ પામેલા પોતાના સ્વજનોના મૃતદેહ લોકો રસ્તા પર ફેંકી રહ્યા છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જે તમને હચમચાવી શકે છે. આ દ્રશ્યો કોરોનાએ મચાવેલી તારાજીની સાક્ષી પુરે છે. એક નાનકડાં વાઈરસે માનવતાને પરાસ્ત કરી દીધી છે. તસવીરો લેટિન અમેરિકાના દેશ ઈક્વોડોરની છે, જ્યાં લોકો કોરોનાથી મૃત્યુ પામેલા પોતાના સ્વજનની લાશોને રસ્તા પર ફેંકી રહ્યા છે.

લેટિન અમેરિકાના દેશોમાં કોરોના મહામારી કાળો કહેર વર્તાવ્યો છે. લાખો લોકો કોરોનાનો શિકાર બની ગયા છે. 15 હજારથી વધુના મોત થઈ ચુક્યા છે. ઈક્વાડોરમાં કોરોનાના 32 હજાર કેસ સામે આવ્યા છે. જ્યારે 1600થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. કોરોનાનો ખૌફ એટલો છે કે લોકો પોતાના સ્વજનને સરખી રીતે અંતિમ વિદાય પણ નથી આપવા માંગતા. બસ તેમને શેરીમાં બિનવારસીની જેમ ફેંકી રહ્યા છે. પોલીસ શેરીએ શેરીએ જઈને લાશોને એકઠી કરી રહી છે. પછી તેમને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે.

નાના એવા દેશ ઈક્વાડોરમાં સ્થિતિ એવી છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને રાખવા માટે હૉસ્પિટલ કે શબઘરમાં પણ જગ્યા નથી. એટલે જ મૃતદેહોનો મોટા ફ્રિજમાં રાખવામાં આવી રહ્યા છે. કોવિડ-19એ આ દેશને એટલો પ્રભાવિત કર્યો છે કે અહીંયા સ્વાસ્થ્ય સેવાઓ પણ પૂરતી આપી શકાતી નથી.

સ્થિતિ એવી છે કે કેટલાક મામલામાં તો સરકાર પણ મૃતદેહ નથી ઉઠાવી શકતી. જેથી તેમને ઠંડા કન્ટેનરમાં સ્ટોર કરવા માટે રાખે છે. જેથી કબરો બની જાય ત્યાં સુધી લાશને સાચવી શકાય. સરકાર જ્યારે કોઈ મૃતકની લાશ સ્વજનો સુધી પહોંચાડે છે ત્યારે સ્થિતિ વધુ ખરાબ થાય છે. કોઈ પોતાના સ્વજનની લાશને હાથ લગાવવા માટે તૈયાર નથી અને એટલે જ શેરીમાં લાશને રઝળતી મુકીને ચાલ્યા જાય છે.

માત્ર પોણા બે કરોડની જ વસતી ધરાવતા આ દેશમાં 31 હજારથી વધુ મામલા સામે આવતા સ્થિતિ કાબૂની બહાર જતી રહી છે. હાલ ઈન્ટરનેશનલ એરપોર્ટને એક પાર્કમાં બદલી દેવામાં આવ્યું છે, જ્યાં મૃતદેહોના સંગ્રહ કરવામાં આવી રહી છે. કોરોનાએ દુનિયામાં જે ત્રાહિમામ મચાવ્યો છે, તેની આ સૌથી ભયાનક તસવીરો છે.

સ્થિતિ એવી થઈ ગઈ છે કે, ચેપ લાગવાના ડરથી કોઈ પોતાના સ્વજનની લાશને હાથ લગાવવા તૈયાર નથી. લાશો રસ્તા પર ફેંકી દેવામાં આવે છે. જો કોરોનાનો કહેર નહીં અટકે તો દુનિયાભરમાં આવા દ્રશ્યો જોવા મળી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page