Only Gujarat

Bollywood TOP STORIES

ભાઈજાન સલમાન ખાનને કરવા હતાં જૂહી ચાવલા સાથે લગ્ન પણ…..

મુંબઈઃ સલમાન ખાનનું નામ સંગીતા બિજલાની, સોમી અલી અને એશ્વર્યા રાય સહિતની એક્ટ્રસ સાથે નામ જોડાઈ ચૂક્યું છે. જેમાંથી કેટલીક એક્ટ્રસ સાથે સલમાનની આજે પણ મિત્રતા છે. પણ, સલમાન ખાન જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતાં હતાં તેની જાણ ઓછાં લોકોને હશે.

જૂહી ચાવલાએ સલમાન ખાન સાથે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું પણ બંનેના અફેરના સમાચાર ક્યારેય સામે નહોતા આવ્યા. એક ચેટ શોમાં સલમાન ખાને કહ્યું હતું કે, ‘તે જૂહી ચાવલા સાથે લગ્ન કરવા માગતાં હતાં. તે માટે જૂહીના પિતા પાસે હાથ માગવા પણ ગયાં હતાં.’

સલમાન ખાને કહ્યું કે, ‘જૂહી ખૂબ જ સ્વીટ અને પ્રેમાળ છે. મેં તેના પિતાને પૂછયું હતું કે, તમે જૂહીને મારી સાથે લગ્ન કરવા દેશો? પણ તેમને ના પાડી દીધી. કદાચ હું તેમને પસંદ નહીં આવ્યો હોય. ખબર નહીં તેમને શું જોઈતું હતું. હું તેમને જૂહી માટે ફિટ લાગ્યો નહોતો?’ ઉલ્લેખનીય છે કે, સલમાન અને જૂહીએ એક સાથે ક્યારેય કોઈ ફિલ્મમાં લીડ રોલ કર્યો નથી. જ્યારે આ વિશે સલમાન ખાનને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘જૂહી મારી સાથે લગ્ન કરવા માગતી હતી.’

જૂહી ચાવલાનું નામ કોઈ એક્ટર સાથે જોડાયેલું નથી કેમ કે કરિયરની શરૂઆતમાં જ તેમની મુલાકાત બિઝનેસમેન જય મેહતા સાથે થઈ હતી. જય પહેલેથી પરિણીત હતો પણ પ્લેન દુર્ઘટનામાં તેમની પત્નીનું મોત થયું હતું. તે દરમિયાન જૂહીના માતાનું નિધન થતાં તે તૂતી ગઈ હતી. એવામાં જય તેમનો સહારો બન્યાં અને 1995માં જૂહીએ જય મેહતા સાથએ લગ્ન કરી લીધા હતાં.

સલમાન આજે પણ કુંવારો છે. અનેકવાર તે લગ્નની નજીક હતાં પણ, દરેક વખતે તે બીજા વ્યક્તિને તેમના પરિવારથી વધારે મહત્ત્વ આપવામાં અસફળ રહ્યા હતાં.

સલમાન ખાનનું માનવું છે કે લગ્ન પહેલાં ફ્રેન્ડશિપ યોગ્ય છે જેનાં પર તે વિશ્વાસ કરી શકે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની અપકમિંગ મૂવી ‘રાધે’ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page