Only Gujarat

Bollywood

ગોકુલધામમાંથી કોણ છે સૌથી અમીર? જેઠાલાલ, બબીતાજી કે પછી કોણ…

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સીરિયલ ચાહકોમાં લોકપ્રિય છે. આ સીરિયલ વર્ષ 2008થી ટેલિકાસ્ટ થાય છે. આ સીરિયલમાં ગોકુલધામ સોસાયટીમાં વિવિધ ધર્મના લોકો હળીમળીને રહેતા હોય છે. આ સીરિયલ રોજબરોજના મુદ્દાઓ પર વાત કરે છે. જોકે, આ સીરિયલની એવી ઘણી વાતો છે, જે વાસ્તવિક જીવનમાં તમને ખબર હશે નહીં. આજે અમે આ શોના સ્ટાર રિયલ લાઈફમાં કેટલાં અમીર છે, તે જણાવીશું.

દિશા વાકાણીઃ દિશા વાકાણી એટલે કે દયાબેન છેલ્લાં બે વર્ષથી આ શોમાં જોવા મળતા નથી. દયાભાભીને સીરિયલની એક્ટ્રેસિસમાંથી સૌથી વધુ ફી મળે છે. પિંકવિલાના રિપોર્ટ પર તેની નેટવર્થ 37 કરોડ રૂપિયાથી વધુ છે. જે સીરિયલના અન્ય સ્ટાર્સ કરતાં વધારે છે.

દિલીપ જોષીઃ સીરિયલના જેઠાલાલ એટલે કે દયાભાભીના પતિ એટલે કે દિલીપ જોષીની ફી સૌથી વધારે છે. તેઓ એક એપિસોડ દીઠ દોઢ લાખ રૂપિયા લે છે. તેમની નેટવર્થ 37-40 કરોડની હોવાનું કહેવાય છે.

મુનમુન દત્તાઃ સીરિયલમાં બબીતાજીનો રોલ પ્લે કરતી મુનમુન દત્તા તથા જેઠલાલાની મસ્તી ચાહકોને ઘણી જ પસંદ છે. કહેવાય છે કે મુનમુન દત્તાને એક એપિસોડના 50 હજાર રૂપિયા મળે છે. તેની નેટવર્થ 7 કરોડ હોવાનું કહેવાય છે.

શૈલેશ લોઢાઃ જેઠલાલ માટે ફાયર બ્રિગેડનું કામ કરતાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા પણ એક એપિસોડના એકથી 1.25 લાખની ફી લે છે. તેઓ એક જાણીતા કવિ પણ છે. તેમની નેટવર્થ સાતથી 15 કરોડની આસપાસ હોવાનું ચર્ચાય છે.

You cannot copy content of this page