Only Gujarat

FEATURED National

કેવી રીતે પડ્યાં ભારત, હિન્દુસ્તાન અને ઈન્ડિયા નામ? જાણો રસપ્રદ ઈતિહાસ

નવી દિલ્હીઃ દેશના નામ કેવી રીતે પડ્યાં તે મુદ્દો હાલ ચર્ચામાં છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ એક અરજી થઇ છે. આ અરજીમાં ભારતના નામ ઇન્ડિયા પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અરજીકર્તાનો દાવો છે કે, સંવિધાનના પહેલા અનુચ્છેદમાં લખ્યું છે કે, ઇન્ડિયા એટલે ભારત, જ્યારે પાકિસ્તાન, જાપાન અમેરિકા સહિત તમામ દેશોના બધી જ ભાષામાં એક જ નામ છે. આટલુ જ નહીં અરજી કરનારે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, ઇન્ડિયા શબ્દ ગુલામીની નિશાની છે. એટલા માટે જ તેની જગ્યાએ ભારત કે હિન્દુસ્તાન શબ્દનો જ ઉપયોગ થવો જોઇએ. તો ચાલો પહેલા એ સમજી લઇએ કે દેશના ત્રણ નામ ભારત., ઇન્ડિયા, હિન્દુસ્તાન કેમ પડ્યાં?

ભારત નામ કેવી રીતે પડ્યું ? માન્યતા છે કે દેશનું ભારત નામ ભગવાન શ્રીરામના પૂર્વજ સમ્રાટ ભરતના નામ પરથી પડ્યું છે. ભરત ચક્રવર્તી સમ્રાટ હતા. તેમનું સામ્રરાજ્ય કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફેલાયેલું હતું. ભરત ખૂબ જ તેજસ્વી અને બહાદુર રાજા હતા. તે બાળપણથી જ સિંહ સાથે રમતાં હતા. તેમના નામ પરથી દેશનું નામ ભારતવર્ષ પડ્યું.


આ સિવાય ભારત નામને લઇને એક બીજો મત પણ છે. કહેવાય છે કે જ્યારે આર્ય અહીં આવ્યા તો બહુ બધા કબીલામાં તે જુદા જુદા ભાગમાં ફેલાઈ ગયા. આ બધા જ કબીલામાં સૌથી મોટો કબીલો ભારત કહેવાતો. તેના પરથી દેશનું નામ ભારત પડ્યું.


હિન્દુસ્તાન પાછળ શું છે કહાણી ? હિમાલયના પશ્ચિમ વિસ્તારમાં સિંધુ નદી વહે છે. તેના આસપાસના વિસ્તારને સિંધુ ઘાટી કહે છે. મધ્યયુગ દરમિયાન તુર્કીસ્તાનથી કેટલાક વિદેશી લૂંટારૂ અને ઇરાની લોકો દેશમાં આવ્યાં તો સૌથી પહેલા સિંધુ ઘાટી પહોંચ્યાં. અહીંના લોકોએ આ લોકોને હિન્દુ નામથી ઓળખ્યાં અને હિન્દુના દેશને તેમણે હિન્દુસ્તાન નામ આપ્યું અને આ નામ પ્રચલિત થઇ ગયું.


ઇન્ડિયા નામ કેવી રીતે પડ્યું ?સિંધુ નદી એડીસ વૈલીના નામે પણ ઓળખાતી. સિંધુ ઘાટીના સભ્યતા પણ રોમની જેમ પ્રસિદ્ધ હતી અને તે આખા દેશમાં ફેલાયેલી હતી તેથી તેના પરથી જ દેશનું નામ ઇન્ડિયા પડ્યું.

જોકે ઇન્ડિયા નામ પાછળ બીજા અન્ય કારણો પણ દર્શાવવામાં આવ્યાં છે. કહેવાય છે કે જ્યારે અંગ્રેજ ભારત આવ્યા તો તેમને હિન્દુસ્તાન બોલવામાં મુશ્કેલી થતી હતી. તેમને જાણવા મળ્યું કે સિંધુ ઘાટીનું નામ ઇંડસ વૈલી પણ છે. તો તેમણે દેશનું નામ ઇંડસ વૈલી પરથી ઇન્ડિયા કરી દીધું.

આ સિવાય માનવામાં આવે છે કે, જ્યારે એલેકઝાન્ડર ભારત આવ્યો તો તેમણે હિન્દુના અંગ્રજી શબ્દ HINDUમાંથી H હટાવીને NDU કરી દીધું અને તેના પરથી ઇન્ડિયા નામ આવ્યું

You cannot copy content of this page