નવા વર્ષે પહેલું જ રાશિ પરિવર્તન, જાણો કોને થશે ફાયદો ને કોણ માથું પકડીને રડશે?

અમદાવાદઃ બુધ દેવ પાંચ જાન્યુઆરી, 2021ના રોજ મંગળવારે ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બુધ મકર રાશિમાં 25 જાન્યુઆરી, 2021 સુધી રહેશે અને પછી મકરમાંથી કુંભમાં જશે. બુધનું આ ગોચર તમામ રાશિઓ પર અસર કરશે. જાણીએ બુધનું મકર રાશિમાં ગોચર તમામ રાશિ પર શું અસર કરશે.

મેષઃ કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. સામાજિક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. અદમ્ય સાહસ તથા પરાક્રમના દમ પર મુશ્કેલ પરિસ્થિતિને સામાન્ય બનાવી લેશો. જમીન સપંત્તિ સાથે જોડાયેલા કેસનો ઉકેલ આવશે. 

વૃષભઃ તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. જેવી ઈચ્છશો તેવી સફળતા મળશે. વિદેશી કંપનીઓમાં નોકરી માટે અરજી કરી હોય તો હાલનો સમય અનુકૂળ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ફાયદો થશે. 

મિથુનઃ સમાજમાં માન-સન્માન વધશે પરંતુ કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો શિકાર બની શકો છો. કોઈ પણ સરકારી સન્માન કે અવોર્ડની જાહેરાત થઈ શકે છે. જમીન સાથે જોડાયેલા કેસમાં મુશ્કેલી આવી શકે છે. આર્થિક તંગી ના પડે તે માટે ખર્ચા ઓછા કરવા. સ્વાસ્થ્ય અંગે ચિંતિંત રહેશો.

કર્કઃ એનર્જીનો ઉપયોગ વેપારમાં કરશો તો સફળતા મળશે. લગ્ન સંબંધિત વાતચીતનો જવાબ તમારી તરફેણમાં આવશે. પરિવારમાં માંગલિક કાર્યો થશે. સંતાન સંબંધિત ચિંતામાંથી મુક્તિ મળશે. 

સિંહઃ આ સમયે પેટ તથા સ્કીનને લગતી બીમારીથી સાચવવું. કોઈને પૈસા ઉધાર ના આપો. યાત્રાનો લાભ મળશે. ફરવા પાછળ પૈસા વધુ ખર્ચાશે. 

કન્યાઃ સ્પર્ધાત્મક પરિક્ષામાં સારું પરિણામ મળશે, પ્રેમની બાબતમાં પ્રગાઢતા આવશે. પ્રેમ લગ્ન કરવા માગતા હશો તો હાલ અનુકૂળ સમય છે. પરિવારના વરિષ્ઠ સભ્યો તથા ભાઈઓ સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખો. 

તુલાઃ તમારા સુખમાં વધારો થશે. મકાન-વાહન સંબંધિત કોઈ નિર્ણય લેશો. સંબંધીો પાસેથી મદદની આશા રાખશો તો તે સફળ જશે પરંતુ યાત્રા સાવચેતીથી કરવી. 

વૃશ્ચિકઃ આ ગોચર તમને એકદમ ઉત્સાહી તથા મહાપરાક્રમી બનાવશે. તમે જે નિર્ણય લેશો તે પૂરા થશે. ધર્મ કર્મમાં તમે ભાગ લેશો. દાન-પુણ્ય પણ કરશો. 

ધનઃ આર્થિક પક્ષ એકદમ મજબૂત બનશે. જો નોકરીમાં પગાર ચૂકવવાનો બાકી હશે તે પણ તમને આ મહિને મળી જશે. ઘણાં દિવસોથી ચાલી આવતો સ્ટ્રેસ ઘટશે. તમારી વાણી કુશળતા તથા સૌમ્ય સ્વભાવને કારણે મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિજય મેળવી શકશો. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. 

મકરઃ નોકરીમાં પ્રમોશન તથા માન-સન્માન મળશે. કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિભાગમાં સર્વિસ માટે અરજી કરવા માગો તો આ સમય સાનુકૂળ છે. સંતાન સંબંધિત ચિંતામાંથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. 

કુંભઃ વધુ પડતી ભાગદોડ તથા ખર્ચ કરાવે. આર્થિક તંગીથી બચીને રહેવું. કોર્ટ કેસનું સમાધાન કોર્ટની બહાર જ કરી લો તો સારું. મકાન કે વાહન ખરીદીના યોગ છે. 

મીનઃ અનેક રીતે સફળતા મળશે. એકથી વધુ આવકના સ્ત્રોતો હશે, જેથી આર્થિક પક્ષ મજબૂત બનશે. પરિવારના વરિષ્ઠ સભ્યો કે મોટા ભાઈ સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ માટે આ સમય સાનુકૂળ છે.

You cannot copy content of this page