Only Gujarat

FEATURED Health

કોરોનાથી બચવા માટેના આ ઘરેલું નુસખાને બ્રિટને પણ કારગાર ગણાવ્યું

લંડનઃ કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણની વચ્ચે તેના બચાવ અને તેના ઇલાજને લઇને આખી દુનિયા વૈજ્ઞાનિકો હાલ રિસર્ચ કરી રહ્યાં છે. એક બાજુ તેના વેક્સિન માટે પ્રયાસ થઇ રહ્યાં છે. જેના થોડા ઘણા અંશે સકારાત્મક પરિણામ પણ મળી રહ્યાં છે. તો બીજી તરફ કંપનીઓ તેની દવા શોધવામાં લાગી ગઇ છે. હાલ તો પહેલાથી ઉપલબ્ધ દવાથી જ કોરોના વાયરસનો ઇલાજ થઇ રહ્યો છે અને દર્દી સાજા થઇને હોસ્પિટલથી તેના ઘરે જઇ રહ્યાં છે.

કોરોનાના બચાવ માટે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય પણ સલાહ સૂચન આપતું રહે છે. તો આયુષ મંત્રાલયે પણ ઘરેલું નુસ્ખાથી કોરોના વાયરસથી બચવાના કેટવાક સરળ અને અચૂક ઉપાય બતાવ્યાં છે. હાલ એલોપેથીમાં કોરોનાની કોઇ ચોક્કસ દવા નથી ત્યારે લોકો કોરોનાથી બચવા માટે જુદા જુદા ઘરેલુ નુસ્ખા અપનાવી રહ્યાં છે. ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવા. તુલસીનો ઉકાળો પીવા જેવા ઘરેલું નુસ્ખા છે. બ્રિટનના શોધકર્તાએ પણ આ ઘરેલુ નુસ્ખાના કારગર ગણાવ્યાં છે.


બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટીમાં શોધઃ કોગળાને લઇને બ્રિટનની એડિનબર્ગ યુનવર્સિટીની શોધકર્તાએ શોધ અધ્યન કર્યું છે. શોધકર્તાના મુજબ નમકના પાણીથી કોગળા કરવાથી કોરોના સંક્રમણના લક્ષણોને ઓછા કરી શકાય છે. આ સાથે આ નુસ્ખાથી કોવિડ -19 બીમારીના સમયગાળાને પણ ઓછો કરી શકાય છે એટલે કે ઝડપથી કોરોના વાયરસથી છુટકારો મેળવી શકાય છે.


66 દર્દી પર 12 દિવસ સુધી થયો પ્રયોગઃ બ્રિટનના શોધકર્તાઓએ કોરોના વાયરસથી સંક્રમિત 66 લોકો પર આ નુસ્ખાનો પ્રયોગ કર્યો છે. આ 66 દર્દીઓને સારવારની સાથે નમકના ગરમ પાણીથી કોગળા કરવાનું પણ કહેવામાં આવ્યું. આ પ્રયોગ બાદ જ્યારે 12 દિવસ પછી નાકના સેમ્પલ લેવામાં આવ્યાં તો બહુ ઓછો કોરોનાના લક્ષણો તેમાં જોવા મળ્યાં.


જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત આ રિસર્ચ મુજબ ગરમ પાણીના કોગળા કરનાર દર્દીમાં સરેરાશ અઢી દિવસની અંદર સંક્રમણની ઓછી અસર જોવા મળી. આ પ્રયોગ બાદ કહી શકાય કે. કોરોના વાયરસને ઝડપથી ભગાડવા માટે અને તેને ખતમ કરવામાં નમકવાળા ગરમ પાણીના કોગળાનો પ્રયોગ કારગર છે. શોધકર્તાનું પણ કહેવું છે કે, આ ગરમ નમકવાળા પાણીથી ઓછામાં ઓછા સમયમાં કોરોનાના દર્દીને સાજા કરી શકાય છે.


આ પહેલા અને અનેક સ્વાસ્થ્ય નિષ્ણાતોએ પણ જણાવેલ છે કે, નમકવાળા ગરમપાણીથી કોગળા કરવાથી સંક્રમણના ફેલાવવાના ખતરાને પણ રોકી શકાય છે અને દર્દીને ઝડપથી સાજો કરી શકાય છે. જો નિયમિત ગરમ નમકવાળા પાણીના કોગળા અથવા માઉશવોશનો પ્રયોગ દર્દી પર કરવામાં આવે તો કોરોને શરીરમાં વધુ ફેલાતો રોકી શકાય છે તેમજ તેની ગંભીર અસરોથી પણ બચી શકાય છે.

આયુષ મંત્રાલયે પણ આપી છે સલાહઃ હાલ આયુષ મંત્રાલય પણ વારંવાર લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ગરમ પાણી પીવાની સલાહ આપે છે. આયુષ મંત્રાલયની ગાઇડ લાઇન મુજબ સવાર સાંજ ગરમ પાણીના કોગળા કરવાથી ગળું સાફ રહે છે અને વાયરસના સંક્રમણથી પણ બચી શકાય છે. ગરમ પાણીના કોગળાનો પ્રયોગ ભારતીય શૈલીનો એક ભાગ છે. ગળુ બેસી જવુ, અવાજ બેસી જવો. ગળામાં ઇન્ફેકેશન આ બધી જ સમસ્યામાં આ પ્રયોગ ખૂબ જ કારગર સાબિત થયો છે.

You cannot copy content of this page