Only Gujarat

FEATURED Sports

ભાવિ પતિ ચહલ સાથે એક મહિનો પણ ના રહી શકી ધનશ્રી, દૂર થતાં જ થયા આવા હાલ

મુંબઈઃ આઈપીએલ 2020ના પૂર્ણ થવાની સાથે જ ફેન્સ વચ્ચે મનોરંજનનો અંત આવ્યો ત્યારે અમુક ક્રિકેટર્સે પોતાના પરિવારજનો હજુ ઘણા સમય દૂર રહેવું પડશે. આવો જ એક ખેલાડી યુઝવેન્દ્ર ચહલ છે. જે સગાઈ બાદ દુબઈ પહોંચ્યો હતો. તેની મંગેતર પણ આઈપીએલ જોવા દુબઈ આવી હતી. જોકે હવે તે સિડની નહીં જઈ શકે.

ટીમ ઈન્ડિયા હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પહોંચી ગઈ છે, ચહલ વન-ડે તથા ટી-20 ટીમનો ભાગ છે તેથી મંગેતર ધનશ્રી તેની સાથે નહીં રહી શકે. ભાવિ પતિના દૂર થવાના અમુક કલાકોમાં જ તેના હાલ બેહાલ થયા હતા.

આઈપીએલની અડધી સિઝન મંગેતર સાથે રહ્યાં બાદ ધનશ્રી હવે પતિથી દૂર થઈ છે કારણ કે ઓસ્ટ્રેલિયન પ્રવાસે તમામ ખેલાડીઓને પરિવારજનોને સાથે લઈ જવાની મંજૂરી મળી નથી. ચહલથી દૂર થયાના અમુક કલાકો બાદ જ તેણે ભાવિ પતિને મિસ કરતી હોવાની અમુક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

જોકે ફ્લાઈટ દરમિયાન ચહલ ધનશ્રી સાથે વીડિયો કોલ પર વાત કરતો જોવા મળ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના પતિને વહેલી તકે ફરી મળીશું તેમ કહી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શુભેચ્છા પાઠવતી જોવા મળી હતી.

ચહલ વગર ધનશ્રીને ખાવામાં પણ મજા નથી આવી રહી. તે ડિનર ટેબલ પર ભાવિ પતિને મિસ કરી રહી છે. તેથી વીડિયો કોલ થકી ભાવિ પતિને પેસ્ટ્રી ઓફર કરતી જોવા મળી. આ સમયે ધનશ્રીએ લખ્યું કે-‘અત્યારથી જ તમારી યાદ આવી રહી છે યુઝી ચહલ.’

દુબઈમાં ધનશ્રી ઘણીવાર ચહલને સ્ટેડિયમમાં ચિયર કરતા તો ક્યારેક બીચ પર બંને રોમાન્ટિક અંદાજમાં હોય તેવી તસવીરો સામે આવી હતી. બંનેની સગાઈને 3 મહિના થઈ ગયા છે. તેમણે 8 ઓગસ્ટના સગાઈ કરી હતી. ભારતીય ટીમ 27 નવેમ્બરથી પોતાના ઓસ્ટ્રેલિયન પ્રવાસની શરૂઆત કરશે.

You cannot copy content of this page