Only Gujarat

Bollywood FEATURED

બોલિવૂડને કંઈ ના કહેવાય… શ્રીદેવીથી લઈને નેહા ધૂપિયા સહિતની એક્ટ્રેસિસ લગ્ન પહેલાં જ થઈ હતી પ્રેગ્નન્ટ

મુંબઈઃકલ્કી કેકલાનો 10 જાન્યુઆરીએ જન્મદિવસ છે. કલ્કીએ 11 વર્ષ પહેલાં ‘દેવ ડી’થી કરી હતી. આ ફિલ્મ બાદ તેણે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. જોકે, કલ્કી હાલમાં પ્રેગ્નન્ટ છે અને તેને છેલ્લા દિવસો જાય છે. જોકે, કલ્કી લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ છે. અલબત્ત, કલ્કી જ નહીં એવા કેટલાંક સેલેબ્સ છે, જે લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થયા છે. સ્વ. બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવી લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ હતાં. લગ્નના થોડાં સમય બાદ જ જાહન્વીને જન્મ આપ્યો હતો. જ્યારે શ્રીદેવીએ બોની કપૂર સાથે લગ્ન કર્યાં ત્યારે તેમના પેટમાં જાહન્વી હતી.

  • અર્જુન રામપાલની પ્રેમિકા ગૈબ્રિએલાએ 18 જુલાઈએ મુંબઈમાં દીકરાને જન્મ આપ્યો છે. અર્જુનના દીકરાનું નામ અરીક છે. અર્જુને 20 વર્ષના લગ્નજીવનનો અંત લાવીને ગૈબ્રિએલા સાથે સંબંધો બનાવ્યા છે. અર્જુન તથા તેની પૂર્વ પત્ની મેહરને બે દીકરીઓ છે.
  • એમી જેક્સન પ્રેમી જ્યોર્જ સાથે લિવ-ઈનમાં લંડન રહે છે. થોડા સમય પહેલાં જ એમીએ દીકરાને જન્મ આપ્યો છે. એમીએ પ્રેમી સાથે સગાઈ કરી છે પરંતુ તેણે હજી સુધી લગ્ન કર્યાં નથી.
  • લિઝા હેડને લગ્ન પહેલા પ્રેગ્નન્સીની વાત શૅર કરી હતી. તેણે 2016માં પ્રેમી ડિનો સાથે લગ્ન કર્યાં હતાં અને થોડા મહિના બાદ જ દીકરાને જન્મ આપ્યો હતો. હાલમાં લિઝા બીજીવાર પ્રેગ્નન્ટ છે.
  • નેહા ધૂપિયા પણ લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ હતી અને તેણે તાત્કાલિક ગુરુદ્વારામાં લગ્ન કર્યાં હતાં. લગ્નના છ મહિનામાં જ દીકરી મેહરને જન્મ આપ્યો હતો.
  • કોંકણા સેન શર્માએ રણવીર શૌરી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના છ મહિના બાદ દીકરા હારુનનો જન્મ થયો હતો. જોકે, કોંકણા અને રણવીર હવે અલગ રહે છે.
Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page