પૂનાઃ મહારાષ્ટ્રના એક વ્યક્તિની ચારેબાજુ પ્રશંસા થઈ રહી ચે. તેણે નવી કાર પર દેવી લક્ષ્મીના પ્રતિક તરીકે બે વર્ષની દીકરીના પગની છાપ લગાવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ સહિત રાજ્યના મંત્રી અશોક ચવ્હાણે પણ આ વ્યક્તિના વખાણ કર્યાં છે. કોલ્હાપુરના નાગેશ પાટિલે નવી કાર ખરીદી હતી.
કંકુથી દીકરીના પગલાં પાડ્યાં: નાગેશે નવી કારની પૂજા કરી હતી. ત્યારબાદ બે વર્ષીય દીકરીના પગ કંકુમાં પલાળીને તેની છાપ કારના બોનેટ પર લગાવી હતી.
ડ્રાઈવર છે નાગેશ: પાટિલ પૂનામાં ખાનગી કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. તેને બે દીકરીઓ છે. દીકરીના પગની છાપ લીધા બાદ તેણે ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. થોડી જ વારમાં આ વીડિયો વાયરલ થયો હતો અને સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોના વખાણ કર્યાં હતાં.
ચવ્હાણે ફોન પર વાત કરી: અશોક ચવ્હામે વીડિયોને ધ્યાનમાં લઈને પાટિલ સાથે ફોન પર વાત કરી હતી અને તેને કહ્યું હતું કે તેનું આ વર્તન દિલને સ્પર્શી ગયું છે. તેમણે પાટિલ તથા દીકરીને મળવાની ઈચ્છા દર્શાવી છે.