IPS અધિકારીના ઘરેથી રૂપિયાની ઢગલાબંધ નોટો મળી, સાચવવા માટે જગ્યા ખૂટી ગઈ

દેશમાં ફરી કોથળા ભરીને નોટો ઝડપાઈ છે. આ વખતે નોઈડામાં પૂર્વ IPSના ઘરે ઈન્કમ ટેક્સે રેડ પાડી હતી. જેમાં પૂર્વ IPSના ઘરના બેઝમેન્ટમાંથી 650થી વધુ લોકર મળ્યા આવ્યા હતા. જેમાંથી ત્રણ લોકરમાંથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા. આ રૂપિયા કોના છે તેની આઈટીની ટીમ તપાસ કરી રહી છે. હાલ નોટોની ગણતરી ચાલુ છે. આ માટે મશીન લગાવવામાં આવ્યા છે.


ઈન્કમ ટેક્સ હાલ દેશમાં શંકાસ્પદ લોકોની બેનામી સંપત્તિઓ શોધવામાં લાગેલી છે. આઈટીની ટીમે શનિવાર રાત્રે નોઈડાના સેક્ટર 50 સ્થિત ‘માનસમ કંપની’ની ઓફિસ પર દરોડા પડ્યા તા. આ કંપની એક બંગલોમાં ચાલી રહી હતી. મકાન નંબર એ-6ના બેઝમેન્ટમાં અંદાજે 650થી લોકર મળી આવ્યા હતા. લોકરને પ્રાઈવેટ લોકોને ભાડે આપવાનો અહીં ધંધો ચાલતો હતો. આ કંપનીના માલિક પૂર્વ IPS રામ નારાયણસિંહની પત્ની છે.


પત્ની દ્વારા ભાડે આપવામાં આવતા હતા લોકર
રામ નારાયણસિંહ ઉત્તર પ્રદેશ કેડરના 1983 બેંચના IPS અધિકારી હતા. તેઓ DG રેન્ક સાથે રિટાયર થયા હતા. ‘માનસમ કંપની’ને ઓપરેટ કરવાનું કામ રામ નારાયણસિંહની પત્ની કરે છે. તેમના પત્ની દ્વારા પૈસા રાખવા માટે લોકોને ભાડાથી લોકર આપવામાં આવતા હતા. આ લોકરમાંથી અંદાજે 3 કરોડ રૂપિયાની રકમ મળી આવી છે.


ઈન્કમ ટેક્સના સૂત્રોના જણાવ્યા મુજબ ગાજિયાબાદમાં કેટલાક શંકાસ્પદ લોકોની બેનામી સંપત્તિ શોધવાનું કામ ચાલી રહ્યું હતું. જે અંતર્ગત અહીં રેડ પાડી લોકર ખોલવામાં આવ્યા હતા. જેમાઁથી 3 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. જોકે રિપોર્ટ મુજબ હજી સુધી તપાસમાં પૂર્વ આઈપીએસ અધિકારી સામે કોઈ ડોક્યુમેન્ટ પુરાવા મળ્યા નથી.


બેઝમેન્ટમાં બન્યા હતા લોકર
સૂત્રોએ જણાવ્યું હતું કે નાઈડાના સેક્ટર-50નો મકાન નંબર એ-6 પૂર્વ IPS રામ નારાયણસિંહના નામે જ છે. તેમના પત્ની પ્રાઈવેટ રીતે લોકર આપવાનું કામ કરતી હતી. તેમનું આ કામ ખાનદાની હોવાનું જાણવા મળે છે. મકાનના બેઝમેન્ટમાં લોકર બનેલા હતા.


તાળું તોડવાવાળાને બોલાવવો પડ્યો
પૂર્વ IPS અધિકારીના ઘરે આઈટીની રેડ હજી ચાલુ છે. ઘરની બહાર લાગેલા બોર્ડ ને પણ હટાવી દેવામાં આવ્યું છે. નજીક આવેલા એસબીાઈ બેંકમાંથી નોટ ગણવાનું મશીન મંગાવવામાં આવ્યું હતું.