Only Gujarat

National TOP STORIES

હેવાન પતિ બંદૂકના નાળચે પત્નીને ભાઈ પાસે મોકલી કરાવતો હતો ‘ગંદું’ કામ અને પછી…..

ચંદીગઢ: કહેવાય છે કે કોરોનાની મહામારીને લીધે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં પરિવારના સભ્યો પહેલા કરતાં વધુ એક બીજાની નજીક આવ્યા છે. આ સમયમાં તેઓ એકબીજાની મદદ કરી સમય કાઢી રહ્યાં છે. પરંતુ પંજાબમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક હેવાન પતિ પોતાની જ પત્નીને બંદૂકના નાળચે ભાઇ સાથે જબરજસ્તીથી સંબંધ બાંધવા મજબૂર કરતો હતો.

વાત એવી છે કે સંબંધોને શર્મસાર કરતી આ ઘટના ભટિંડા જિલ્લાના બલ્લુઆના ગામમાં બની છે. અહીં એક વર્ષ પહેલા મહિલાએઅ પોતાના પતિ વિરુદ્ધ દહેજ માટે શોષણ કરવાના મામલે ફરિયાદ દાખલ કરાવી હતી. આ વાતનો ખાર રાખી પતિ તેની પત્ની પર અનાયાસ અત્યાચાર ગુજારતો હતો. (પ્રતિકાત્મક તસવીર)

પત્ની દ્વારા કરવામાં આવેલી ફરિયાદનો તેનો પતિ બદલો લેવા માગતો હતો.આથી આરોપી પતિ બંદૂકના નાળચે પોતાના મામાના દિકરા પાસે છેલ્લા 4 મહિનાથી બળાત્કાર કરાવી રહ્યો હતો. જ્યારે પીડિતા મનાઇ કરતી તો તે ખુદ સામે બંદૂક રાખી ઉભો રહેતો. (પ્રતિકાત્મક તસવીર)

એટલું જ નહીં જ્યારે પત્ની અઢી મહિનાની ગર્ભવતી થઇ અને તેની તબીયત ખરાબ થવા લાગી તો આરોપી તેણીને આવી સ્થિતિમાં રેલવે સ્ટેશન છોડી જતો રહ્યો. ઘટનાની જાણકારી મળતા જ ગામના સરપંચે મહિલાને તેના પિયર પહોંચાડી. (પ્રતિકાત્મક તસવીર)

મંગળવારે 12 મેના રોજ પીડિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યું કે તેનો પતિ વાણંદની દૂકાન ચલાવે છે. અંદાજે એક વર્ષ પહેલા તે પિયરમાંથી પૈસા લાવવાનું કહેતો હતો. જ્યારે હું તેનો વિરોધ કરતી તો તે મારી સાથે મારપીટ કરતો હતો. દહેજની ફરિયાદ અગાઉ પણ હું કરી ચૂકી છું અને મામલો કોર્ટમાં હતો. પરંતુ ગામજનોએ સમાધાન કરાવી મામલો શાંત કર્યો હતો. આ વાતનો બદલો લેવા તે મને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને મામાના દીકરા  પાસે બદકામ કરાવતો હતો. (પ્રતિકાત્મક તસવીર)

You cannot copy content of this page