Only Gujarat

International TOP STORIES

કોરોનાના મોકાણના સમાચાર, રસી 95 ટકા અસરકારક હશે તોય ફેલાશે વાઈરસ!

દુનિયાભરમાં કોરોના વાયરસ જે ઝડપથી અને જે રીતે ફેલાઈ રહ્યો છે, તેને જોતા લાગે છે કે તેનાથી બચવાનો છેલ્લો રસ્તો રસી છે. આમ તો, વિશ્વભરના વૈજ્ઞાનિકો રસી બનાવવાના કામમાં રોકાયેલા છે અને તે અસરકારક હોવાનો દાવો પણ કરવામાં આવે છે. રસી બનાવનારી અમેરિકન કંપનીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે તેની કોરોના રસી ટ્રાયલમાં 94.5% અસરકારક સાબિત થઈ છે, પરંતુ મોડર્નાના એક અગ્રણી વૈજ્ઞાનિકે એમ કહીને બધાને ચોંકાવી દીધા છે કે આ રસી લોકોને બીમાર થવાથી બચાવી શકે છે. પરંતુ તે વાયરસને ફેલાતા અટકાવી શકશે નહીં.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, મોડર્નાના અગ્રણી વૈજ્ઞાનિક તલ જક્સે જણાવ્યું છે કે, રસીની અસરકારકતાના પરિણામોને વધારી ચડાવીને જોવા જોઈએ, કારણ કે, મોડર્ના અથવા ફાઈઝર બંને રસીની ટ્રાયલ દરમિયાન પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. શું તે ચેપ અટકાવવામાં અસરકારક રહેશે કે કેમ.

જો કે, ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની રસીના ટ્રાયલના પ્રારંભિક પરિણામો સૂચવે છે કે, બની શકે કે આ વેક્સિન કોરોના વાયરસનાં પ્રસારને રોકી શકે છે. તેમ છતાં ટ્રાયલ હજી પૂર્ણ થયુ નથી, પરંતુ તે માત્ર પ્રારંભિક પરિણામોના આધારે માનવામાં આવે છે.

તાલ જક્સ અનુસાર, ટ્રાયલના પરિણામો પરથી એ વાતની જાણ થતી નથીકે, કોઈ વ્યક્તિને ચેપ લાગ્યા બાદ વેક્સિન વાયરસના ફેલાવાને અટકાવશે કે નહીં. જોકે તે વ્યક્તિને બીમાર થવાથી ચોક્કસપણે બચાવી શકે છે.

રિપોર્ટસ અનુસાર, મોડર્ના કંપની દ્વારા વિકસિત રસી આરએનએ રસી તરીકે ઓળખાય છે. આમાં, વાયરસનો આનુવંશિક કોડ માનવ શરીરમાં મોકલવામાં આવે છે અને આ દ્વારા રોગપ્રતિકારક શક્તિને તેની સાથે લડવાનું શીખવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મોડર્નાની રસી આવતા વર્ષે બજારમાં મળી શકે છે, પરંતુ તે કેટલો સમય રહેશે તે હજી સ્પષ્ટ નથી.

You cannot copy content of this page