Only Gujarat

International TOP STORIES

હાય રે કળિયુગઃ 35 વર્ષની મહિલા પોતાના 20 વર્ષના સાવકા પુત્રના બાળકની બનશે માતા

કહેવાય છે કે આ કળિયુગ ચાલી રહ્યો છે કારણ કે આ યુગમાં એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે જે જાણીને તમે મોઢામાં આંગળા નાખવા મજબૂર થઇ રહ્યા છો. દુનિયામાં માતા અને પુત્રના સંબંધને હંમેશા પવિત્ર માનવામાં આવે છે. માતા પોતાના બાળકો માટે કંઇ પણ કરી શકવા તત્પર હોય છે. પરંતુ આજે અમે તમને એવો કિસ્સો જણાવશું જે ખુબ જ અચરજ પમાડે તેવો છે. કિસ્સો એવો છે કે એક મહિલાએ એક છુટ્ટાછેડા લીધેલા વ્યક્તિ સાથે લગ્ન કર્યા. લગ્ન સમયે એ શખ્સની પ્રથમ પત્નીનો સાત વર્ષનો એક પુત્ર હતો. મહિલાએ પોતાના સોતેલા પુત્ર પ્રેમથી ઉછેર્યો પરંતુ જ્યારે તે જવાન થઇ ગયો તો મહિલાનું દિલ તેના સોતેલા પુત્ર પર આવી ગયું. આજે મહિલા પોતાના સોતેલા પુત્રના બાળકની માતા બનવાની છે.

35 વર્ષની મરીના વોમશેવા પોતાના 20 વર્ષના સોતેલા પુત્રના બાળકની માતા બનશે. આ બ્લોગરે આ સંબંધ માટે પોતાના પતિને છોડી દીધો અને ઘરેથી ભાગી ગઇ.

મરીનાએ પોતાના આ પ્રેમ માટે 45 વર્ષના એક્સ હસબેન્ડ એલેક્સેય શવયરીનને છોડી દીધો. મરીના અને એલેક્સેય 13 વર્ષ સુધી પતિ-પત્ની હતા.

તેઓએ જ્યારે લગ્ન કર્યા ત્યારે પ્રથમ પત્નીથી એલેક્સેયને બે બાળકો પણ થયા જેના નામ છે વ્લાદિમીર અને તેનો ભાઇ વિક્ટર. આ સિવાય આ કપલે પાંચ બાળકો પણ ગોદ લીધા હતા.

મરીના તમામ બાળકોનું ખુબ જ ધ્યાન રાખતી હતી. સાથે જ પોતાનું પણ ખુબ ધ્યાન રાખ્યું હતું. મેરીનાએ રિલેશનમાં પોતાનું વજન 58 કિલો ઘટાડ્યું. મરીનાએ પોતાના ટ્રાન્સફોર્મેશનની જર્ની લોકો સાથે ઇંસ્ટા પર શેર કરી હતી ત્યારબાદથી તે સ્ટાર બની ગઇ.

વજન ઘટાડ્યા બાદ પણ મરીના પ્રેગ્નેંટ થઇ શકતી ન હતી. તેણીએ અનેક વખત પ્રયાસ કર્યો પરંતુ દર વખતે તે અસફળ રહી. તેણીને ઝડપથી એક બાળક જોઇતું હતું.

આ દરમિયાન એક રાતે મરીનાના પતિએ તેણીને પોતાના મોટા દિકરાની સાથે બેડરૂમમાં કઢંગી હાલતમાં જોઇ લીધી. ત્યારબાદ બંને વચ્ચે છુટ્ટાછેડા થઇ ગયા. મરીનાએ 7 વર્ષની ઉંમરથી પોતાના સોતેલા પુત્રની દેખભાળ કરી હતી. જો કે મરીનાનું કહેવું છે કે તેણીએ તલાક બાદ પોતાના સોતેલા પુત્ર સાથે સંબંધ બાંધ્યા હતા.

એલેક્સેયે પોતાની પત્ની પર સોતેલા પુત્રના બાળક માટે ફસાવવાનો આરોપ લગાવ્યો. તેનું કહેવું છે કે આ પહેલા તેણે મોટા દિકરાની કોઇ ગર્લફ્રેન્ડ પણ ન હતી. એવામાં તે તેને પ્રેમ કરે તેવું શક્ય ન હતું.

તો સોશિયલ મીડિયા પર પણ મરીનાને અનેક લોકોએ સાચુ-ખોટું સંભળાવ્યું. ઘણા લોકોને આશ્ચર્ય થયું કે જે પુત્ર તેની આંખોની સામે મોટો થયો હવે તે તેના જ બાળકની માતા બનવાની છે. તો આ વાતથી મરીના અને તેના સોતેલા પુત્રને કોઇ ફરજ પડ્યો નથી. બંને આવતા મહિને લગ્ન કરી લેશે અને એક સાથે પોતાના આવનારા બાળકનું સ્વાગત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે.

You cannot copy content of this page