Only Gujarat

National TOP STORIES

એક જ ઘરમાં સગા ભાઈ-બહેનની લોહીથી લથપથ મળી આવી લાશ

મહારાષ્ટ્રમાં એક મર્ડર મિસ્ટ્રીની ભારે ચર્ચા થઇ રહી છે. અહીં એક ઘરમાં સગા ભાઇ બહેનની લોહીથી લથપથ લાશ મળી આવી છે. ઘટનાસ્થળેથી ચાના ચાર કપ પણ મળી આવ્યા છે. પોલીસે પુરાવા એકત્રિત કરી તપાસ હાથ ધરી છે. સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો અને ભારે ચર્ચા જાગી છે.

આ દર્દનાક ઘટના ઔરંગાબાદ શહેરમાં મંગળવારે 9 જુને રાતે અંદાજે 9 વાગ્યે બની હતી. અહીં કેટલાક આરોપીઓએ ઘરમાં ઘુસી આ ડબલ મર્ડરને અંજામ આપ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે બંનેની ગળું કાંપી હત્યા કરવામાં આવી છે. ત્યારબાદ આરોપી દોઢ કિલો સોનું અને છ હજાર રૂપિયા લઇને ભાગી ગયા.

બંનેની ઓળખ બહેન કિરણ અને ભાઇ સૌરભ તરીકે થઇ છે. તેમની લાશ બાથરૂમની અંદર લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. જાણકારી પ્રમાણે જે દરમિયાન ઘટનાને અંજામ આપવામાં આવ્યો એ સમયે ઘરમાં ભાઇ-બેહન હતા તેમના માતા-પિતા અને બીજી એક બહેન ગામ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે મૃતકના પિતા લાલચંદ ખંડાડે અલ્ફાઇન હોસ્પિટલ નજીક એક ઘરમાં ભાડે રહેતા હતા. તેઓ અવાર નવાર ખેતીના કામથી ગામડે આવતા જતા હતા.

જાણ થતા જ ડીસીપી ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે. ઘટનાસ્થળેથી ચાના 4 કપ મળી આવતા પોલીસને શંકા છે હત્યા કરનારા બીજું કોઇ નહીં પરંતુ જાણીતા જ હોઇ શકે છે.

જાણીતા હોવાને કારણે તેઓ સરળતાથી ઘરમાં ઘુસી ગયા હશે અને હત્યાને અંજામ આપ્યો હતો જો કે હકિકત પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

You cannot copy content of this page