Only Gujarat

National

પાડોશી પરિણીતાએ યુવાનને પ્રેમજાળમાં ફસાવ્યો, વસૂલવા લાગી પૈસા, આ રીતે પોલીસે કર્યો ભાંડાફોડ

એક પરિણીત સરકારી ક્લાર્કને પરિણીત મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો હતો. મહિલાએ તેની પાસે 18 લાખ રૂપિયા માગ્યા હતા. રૂપિયા આપવાની ના પાડી તો રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. મહિલા છેલ્લાં એક વર્ષથી તે યુવકને ઓળખતી હતી. કેસ સામે આવ્યા બાદ પોલીસે મહિલા તથા પતિ સહિત ત્રણની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ત્રણ લાખ રોકડા, 15 લાખનો ચેક મળી આવ્યો હતો. પોલીસે જ્યારે મહિલાને પકડી તો તે રડવા લાગી હતી અને આજીજી કરતી હતી. અધિકારીને હનીટ્રેપમાં ફસાવવા માટે પતિએ પણ પત્નીને સાથ આપ્યો હતો.

ભોગ બનનાર સરકારી અધિકારીના પિતાએ નોંધાવી ફરિયાદ: આ ચકચારી ઘટના રાજસ્થાનમાં બની છે. જયપુરમાં શિક્ષણ વિભાગના એલડીસી હિમાંશુ મીણા હની ટ્રેપનો શિકાર બન્યા હતા. હિમાંશુ મીણાના પિતા ઘનશ્યામ મીણાએ પોલીસને ફરિયાદ કરી હતી કે બુંદીમાં રહેતી એક મહિલા તેમના 30 વર્ષીય દીકરા હિમાંશુને પ્રેમજાળમાં ફસાવ્યો છે અને હવે રેપની ધમકી આપીને 18 લાખ રૂપિયા વસૂલવા માટે બ્લેકમેલ કરે છે.

પ્રિયાએ હિમાંશુને પ્રેમજાળમાં ફસાવ્યો: અલવરમાં રહેતો હિમાંશુ મીણા શિક્ષણ વિભાગમાં એલડીસી પદ પર કાર્યરત છે. એક વર્ષ પહેલાં તેનું પોસ્ટિંગ બુંદીમાં થયું હતું. આ દરમિયાન તેની ઓળખાણ પડોશમાં રહેતી પ્રિયા શર્મા સાથે થઈ હતી. આ દરમિયાન પ્રિયાએ પોતાની પ્રેમજાળમાં હિમાંશુને ફસાવીને સંબંધઓ બાંધ્યા હતા. થોડાં દિવસ પહેલાં મહિલાએ પતિ વિવેક સાથે મળીને હિમાંશુને ખોટા રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. કેસ ના કરવાની અવેજમાં પૈસાની ડિમાન્ડ કરી હતી.

કંટાળીને ઘર બદલ્યું તો મહિલા ત્યાં પણ આવી ગઈ: બ્લેકમેઈલિંગથી કંટાળીને હિમાંશુએ ઓક્ટોબર, 2021માં પોતાની ટ્રાન્સફર અલવર નવા ગામમાં કરાવી હતી. પ્રિયાનો નંબર પણ બ્લોક કર્યો હતો. જોકે, પછી મહિલાએ ફેસબુક આઇડી તથા પરિચિતોની મદદથી નવું એડ્રેસ શોધી નાખ્યું હતું અને હિમાંશુના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં તેણે હંગામો કર્યો હતો. રેપ કેસમાં ફસાવવાની ધમકી પણ આપી દીધી હતી. હિમાંશુના પડોશી શિવરામ સિંહે માંડમાંડ મામલો થાળે પાડ્યો હતો અને 18 લાખમાં ડીલ કરાવી હતી.

ઘરે જાણ થઈ તો પૈસાની વ્યવસ્થા કરીઃ આ આખી ઘટના અંગે યુવકના પિતાને ખબર પડી તો તેઓ પૈસા લેવા તૈયાર થઈ ગયા હતા. 18 લાખમાંથી 3 લાખ રોકડા તથા 14 લાખનો ચેક આપવાનું નક્કી થયું હતું. ગુરુવાર 20 જાન્યુઆરીની સાંજે ચાંદપોલ મેટ્રોસ સ્ટેશનની બહાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. આ દરમિયાન યુવકના પિતાએ આ અંગેની માહિતી સંજય સર્કલ પોલીસ સ્ટેશનમાં આપી હતી. પીડિતે રોકડા રૂપિયા તથા ચેક આપ્યો ત્યારે પોલીસે પ્રિયા, વિવેક તથા વચેટિયા શિવરામની ધરપકડ કરી હતી.

પોલીસ સ્ટેશનમાં મહિલા રડવા લાગીઃ ત્રણેયને પકડીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. અહીંયા મહિલા જોર જોરથી રડવા લાગી હતી અને પગે પડવા લાગી હતી. મહિલા હાથ જોડીને કહેવા લાગી કે તેને કંઈ નથી જોઈતું. બસ તેને ઘરે જવા દેવામાં આવે. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખ રોકડા તથા 15 લાખનો ચેક પણ જપ્ત કર્યો હતો.

મહિલાએ લેખિતમાં આપ્યુંઃ ક્યારેય મેસેજ-ફોન નહીં કરું, આ મારા ભાઈ જેવોઃ આ અંગે જ્યારે ડીલ નક્કી થઈ ત્યારે પીડિત પરિવારને શંકા ગઈ હતી. રૂપિયાને બદલે એગ્રીમેન્ટ કરાવવાની વાત નક્કી થઈ હતી. મહિલા તથા પતિ અને દલાલે એગ્રીમેન્ટ પણ બનાવ્યો હતો. પોલીસને તે એગ્રીમેન્ટ પણ મળી આવ્યો હતો. આ એગ્રીમેન્ટમાં લખવામાં આવ્યું હતું, ‘હું પ્રિયા શર્મા પત્ની વિવેક શર્મા ઉંમર 36 વર્ષ, બુંદીના હિમાંશુની સાથે પારિવારિક સંબંધો છે. હું તેને નાના ભાઈની જેમ માનું છું. કેટલાંક લોકોની ચઢામણીને કારણે છેલ્લાં મહિનાથી ફોન તથા મેસેજ કરીને ડરાવ્યો હતો. કેસ કરવાની ધમકી પણ આપી હતી. જ્યારે હું હિમાંશુના પિતાને મળી ત્યારે મારા વિચારો બદલ્યા અને તે મારો શુભેચ્છક હોય તેમ લાગ્યું. અમારી વચ્ચે કોઈ પણ પ્રકારના અવૈધ સંબંધો નથી.’

You cannot copy content of this page