Only Gujarat

National

પોલીસ હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરી શકે, જાણો નવા નિયમો

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે. સરકાર દ્રારા જાહેર કરેલા નવા નિયમ સમગ્ર દેશમાં 1 ઓક્ટોબરથી લાગૂ થશે. આ નવા નિયમ મુજબ હવે ટ્રાફિક પોલીસ રોડ વચ્ચે વાહનને રોકીને ચેકિંગ અને ગાડીના ડોક્યુમેન્ટસ ચેક નહીં કરી શકે. કેન્દ્રીય સરકારના મત મુજબ આઇટી સર્વિસ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સારી બનાવી શકાય તેમ છે. તેમજ નિયમોને વધુ સારી રીતે લાગૂ કરી શકાશે. આ નવા નિયમના કારણે લોકોનો સમય બચશે. તેમજ જે વાહન ચાલક પાસે ડોક્યુમેન્ટસ નથી તેને ઇ-મેમો મળી જશે.

સરકારના આ નવા નિયમ મુજબ હવે ટ્રાફિક પોલીસ વાહનને રસ્તા પર રોકીને ચેકિંગ નહીં કરી શકે. ગાડીઓના રજિસ્ટ્રેશન નંબર મુજબ તેનું ઇ-વેરીફિકેશન થશે. જે ગાડીઓના ડોક્યુમેન્ટ અધૂરા હશે. તેમને ઇ-મેમો મળી જશે. સ્પષ્ટ રીતે કહીએ તો હવે વાહન ચાલક પાસેથી ફિઝિકલ ડોક્યુમેન્ટની માંગણી નહીં કરાય.

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે, હવે વાહન ચાલકોની બધી જ જાણકારી પોર્ટલમાં રેકોર્ડ થશે. આ રેકોર્ડને સમયાંન્તરે અપડેટ પણ કરવામાં આવશે. આ પોર્ટલ પર ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિકલ બંને માધ્યમથી સર્ટિફિકેટ મળી શકશે. પોર્ટલ પર દસ્તાવેજ સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ રહેશે. જેમાં દસ્તાવેજની વેલિડીટી, દસ્તાવેજ ક્યારે રજૂ કરાયો.

દસ્તાવેજની તપાસ કર્યાનો સમય અને દિવસની મોહર, તેમજ અધિકારીની ઓળખ પણ સામેલ હશે. નવા નિયમ મુજબ જો ઇલેક્ટ્રોનિક માધ્યમથી અપાયેલા દસ્તાવેજની જાણકારીએ ઇનફોર્સમેન્ટ ઓફિસરને યોગ્ય લાગશે તો વાહન ચાલક પાસેથી ડોક્યુમેન્ટસની હાર્ડ કોપી નહીં માંગવામાં આવે. આ પોર્ટલમાં એ કેસને પણ સામેલ કરવામાં આવ્યાં છે, જેમાં કોઇ ગુનાના કારણે વાહન માલિકના ડોક્યુમેન્ટસ જપ્ત કરવામાં આવ્યાં હોય.

રોડ પર ચેકિંગથી બચવા માટે હવે વાહન ચાલકે માત્ર તેના તમામ ડોક્યુમેન્ટસ ડિજિટલી તૈયાર રાખવા પડશે. વાહન ચાલકે તેમનું લાયસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેકટ, પરમિટસ જેવા તમામ ડોક્યુમેન્ટસ ડિજિટલી તૈયાર રાખવા પડશે. આ નવા નિયમ મુજબ આ તમામ દસ્તાવેજ સરકાર સંચાલિત પોર્ટલ દ્વારા મેન્ટેન કરાશે. આ સાથે ઇલેક્ટ્રોનિક પોર્ટલના દ્વારા કમાઉન્ડિંગ, એન્ડોર્સમેન્ટ, લાયસન્સનું સસ્પેંશન અને રિવોકેશન, ઇમ્પાઉડિંગ, રજિસ્ટ્રેશન અને ઇ- મેમો પણ જાહેર કરાશે.

નવા નિયમ મુજબ ગાડી ચલાવતી વખતે વાહન ચાલક રસ્તો જોવા માટે મોબાઇલ કે જીપીએસ ડિવાઇસનો ઉપયોગ કરી શકશે. જો કે વાહન ચલાવતી વખતે ફોન પર વાત કરવી હજું પણ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન છે. જેના કારણે વાહન ચાલકને દંડ ફટકારવામાં આવશે.

You cannot copy content of this page