Only Gujarat

FEATURED National

IAS અધિકારીની પત્નીએ તનતોડ મહેનત અને સ્વખર્ચે ગામનો કર્યો જોરદાર વિકાસ, જુઓ તસવીરો

પટના: દુનિયામાં પોતાના માટે કામ કરતા અનેક લોકો તમને મળી જશે, પરંતુ સમાજ માટે કામ કરતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે. આજે અમે તમને એક આવી જ મહિલાની કહાની બતાવવા જઈ રહ્યા છે, જેણે પોતાની મહેનત અને લગનથી આખા ગામની તસવીર બદલી નાખી. અમે વાત કરી રહ્યા છે ઋતુ જયસ્વાલની. આઈએએસ અરુણ કુમારની પત્ની ઋતુ લગ્ન કરીને સાસરે આવે તો ત્યાંનું પછાતપણું જોઈને પરેશાન થઈ ગઈ. ગામમાં નહોતો રસ્તો કે નહોતો વીજળી. ઋતુ તે ન જોઈ શકી ને તેણે ગામના હાલત બદલવાનું નક્કી કરી લીધું.

ન માત્ર શાળા અને રસ્તા બનાવ્યા, પરંતુ પૂર પીડિતોની મદદ માટે જમીન પર ઉતરીને કામ કર્યું. આજે તે ગામની મુખિયા છે અને ગામના વિકાસ માટે અનેક કામે કરાવ્યા. જેના લીધે ગામના લોકો તેને દીકરીની જેમ પ્રેમ આવા લાગ્યા. આ દબંગ મુખિયાના કામના વખાણ આખો દેશ કરી ચુક્યો છે. આવો આજે તેની કહાની જાણીએ…

ઋતુ દિલ્લીના IAS અરુણ કુમાર જાયસવાલના પત્ની છે. તમે વિચારો જેના પતિ IAS હોય તેનો સુવિધા વિનાના ગામ સાથે શું સંબંધ હશે, પરંતુ બિહારનો સિંહવાહિની ગામ તેનું સાસરું છે. તેમણે લગ્ન બાદ આ ગામની સ્થિતિ બદલવાનું નક્કી કરી લીધું. ઋતુએ જ્યારે પોતાના ગામની દુર્દશા જોઈ તો સુવિધાયુક્ત જીવનને અલવિદા કહીને ગામની કાયાકલ્પ કરવાનું નક્કી કર્યું. તે સીતામઢી જિલ્લાના સોનબરસના પ્રખંડની સિંહવાહિની પંચાયતની મુખિયા છે.

પોતાના પરિવારમાં બે નાના બાળકોને છોડી ગામ તરફ જવું ઋતુ માટે સરળ નહોતું. પરંતુ ગામમાં રહેતા અનેક પરિવારોના વિકાસ માટે ઋતુએ આ નિર્ણય લીધો. એક વાર ગામ જતા સમયે થોડે જ દૂર તેની કાર કીચડમાં ફસાઈ ગઈ. કારને કાઢવાની તમામ કોશિશ વ્યર્થ ગઈ, તેણે બળદગાડામાં સવાર થઈને આગળ વધવું પડ્યું, જે પણ થોડે આગળ જઈને કીચડમાં ફસાઈ ગઈ. જે જોઈને ઋતુનું મન વ્યથિત થઈ ગયું. તેણે નિર્ણય લીધો કે, તે ગામની તકદીર બદલશે.

ઋતુ કહે છે કે, મારા પતિ અને દીકરીએ મારા નિર્ણયને સમર્થન આપ્યું. દીકરીએ કહ્યું કે, અમે હોસ્ટેલમાં રહી લેશું અને તમે ગામ જાઓ. તેમની વાતોએ મને હિંમત આપી અને મે તેનું એડમિનશ રેસિડેન્શિયલ સ્કૂલમાં કરાવી દીધી અને નીકળી પડી ગ્રામ પંચાયતના વિકાસ માટે.

વર્ષ 2016માં ઋતુએ સિંહવાહિની પંચાયતના મુખિયા બનવા માટે ચૂંટણી લડી, પરંતુ આ તેના માટે સરળ નહોતું. તેની સામે 32 ઉમેદવારો હતા. ઋતુએ લોકોમાં જાતિના આધાર પર અને પૈસાના લાલચમાં પોતાનો અમૂલ્ય મત વેચાવાથી રોકવા માટે જાગૃતિ ફેલાવી. ગામના લોકો ઋતુની વાતો સમજી ગયા અને તેને વિજયી બનાવી. હવે વિકાસની જવાબદારી તેના ખભે હતી. એક એવું ગામ જ્યાં ન તો આઝાદી બાદ વીજળી આવી હતી, ન મોબાઈલ ટાવર હતો, ન શિક્ષણની વ્યવસ્થા.

ઋતુએ શપથ ગ્રહણ કરતા જ સરકારી ફંડની રાહ જોય વગર પોતાના ખર્ચે કામ કરવાનું શરૂ કરી દીધું. પહેલું કામ હતું રસ્તો બનાવવો. શરૂઆતમાં લોકો એક ઈંચ પણ જમીન આપવા માટે તૈયાર નહોતા, ઋતુએ કહ્યું કે ગામની મુખ્ય સડક બનાવવા માટે અનેક વાર ટેન્ડર થયું. અનેક વાર કેન્સલ થયું પરંતુ આખરે કામ ફરીથી શરૂ થયું છે.

લોકોને સમજાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડી. તેણે જણાવ્યું કે, જો રસ્તો નહીં બને તો ગામનો વિકાસ કેમ થશે. તમારા બાળકો ગામની બહાર કેમ જશે. તમે ખેતી કરો છો, તેને બજારમાં વેચશો તો વધુ પૈસા મળશે. બીમાર લોકો ગામની બહાર નહીં જાય તો ઈલાજ કેમ થશે. આ રીતે લોકો જમીન આપવા માટે તૈયાર થયા.

અનેક પડકારો બાદ ગામમાં પાક્કો રસ્તો થયો. આઝાદી બાદ પહેલી વાર ગામમાં વીજળી આવી. જે બાદ ઋતુનું લક્ષ્ય ગામની શિક્ષાને સુદ્રઢ બનાવવાનું હતું. જે માટે તેણે ગામ પર એક ડોક્યૂમેન્ટ્રી બનાવી અને એન.જી.ઓ.ને જઈને બતાવી.

જે બાદ તેણે એન.જી.ઓ.ની મદદથી બાળકો માટે ટ્યુશન ક્લાસ શરૂ કરાવ્યો. જેનાથી ખૂબ જ પછાત એવા આ ગામની 12 દીકરીઓએ એકસાથે મેટ્રિક પાસ કર્યું. માત્ર 3 જ મહિનામાં ઋતુએ ગામને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવ્યું. તેણે મહિલાઓ માટે સિલાઈ મશીન કેન્દ્રો પણ ખોલાવ્યા.

ઋતુ વિકાસના કામ પર પોતે નજર રાખે છે. ક્યારેક તે બાઈક ડ્રાઈવ કરતી જોવા મળે છે, ક્યારેક ટ્રેક્ટર તો ક્યારેક જેસીબી. પોતાની તમામ સુખ સુવિધા છોડીને તેઓ ગામનો વિકાસ કરી રહ્યા છે. કદાચ ગામને આવા જ લોકોની જરૂર છે તે તેમની તસવીર બદલી દે.

ઋતુને અને અવોર્ડ પણ મળી ચુક્યા છે. સાથે તેમની પંચાયતને પણ કામ માટે અનેક અવૉર્ડ મળ્યા છે. ઋતુને તેના ખાસ કામ માટે આ વર્ષની ઉચ્ચ શિક્ષિત આદર્શ યુવા સરપંચનો પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર મેળવનારી તે બિહારની એકમાત્ર મુખિયા છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page