Only Gujarat

Business FEATURED

મુકેશ અંબાણીની JioMart સાથે કમાણી કરવાનો સારો મોકો, જાણો પાર્ટનર બનવાની આખી પ્રક્રિયા

નવી દિલ્લી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઈ-કોમર્સ પોર્ટલ JioMartની શરૂઆત કરી ચૂક્યું છે. જેના માધ્યમથી ગ્રાહક ઑનલાઈન ગ્રોસરી પ્લેટફોર્મની જેમ જ ગ્રોસરી ઑર્ડર કરી શકે છે. જોકે, હજી સુધી JioMartની સર્વિસ મુંબઈમાં નવી મુંબઈ, થાણે અને કલ્યાણમાં જ છે. ધીરે-ધીરે દેશના અન્ય વિસ્તારોમાં પણ શરૂ થવાની આશા છે. જિયોમાર્ટની ઈ-કોમર્સમાં એન્ટ્રી થવાથી એમેઝોન, ફ્લિપકાર્ટ, બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવી કંપનીઓને ટક્કર મળવાનું અનુમાન છે.

કેવી રીતે બની શકાય જિયો માર્ટના ડિસ્ટ્રીબ્યૂટર? JioMart પર ઑર્ડર પ્લેસ કરવા માટે વૉટ્સએપના માધ્યમ બનાવવામાં આવ્યું છે. જેની પાછળ હેતુ એ છે કે ગ્રાહક પાડોશની કરિયાણાની દુકાનમાંથી પણ સામાનની ડિલીવરી મેળવી શકે. જિયોમાર્ટના માધ્યમથી રિલાયન્સ 3 કરોડ દુકાનદારોને જોડવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. વૉટ્સએપની માલિકી ધરાવતા ફેસબુકને આશા છે કે જિયોમાર્ટ અને વૉટ્સએપની ભાગીદારીથી વૉટ્સએપ કરિયાણાની દુકાનો અને ગ્રાહકો વચ્ચે સંપર્કની પ્રાથમિક રીત બની જશે.

JioMartની શરૂઆત થતા જ અનેક કરિયાણા સ્ટોર્સ તેની સાથે જોડાવા ઈચ્છશે. કંપનીએ નક્કી કરેલા માપદંડને પુરા કરીને ડિસ્ટ્રીબ્યૂટર બની શકાય છે. જિયોએ નક્કી કરેલા માપદંડ આ પ્રમાણે છે. ડિસ્ટ્રીબ્યૂટર બનવા માટે ઈચ્છુક પાર્ટી ડિસ્ટ્રીબ્યૂશન બિઝનેસમાં હોવી જોઈએ અને તેની પાસે જિયો સાથે બિઝનેસ કરવા માટે પર્યાપ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. સાથે પર્યાપ્ત ફાયનાન્સ પણ હોવું જોઈએ. તેની બજારમાં જરૂરિયાત મુજબ ઈક્વિટી હોવી જોઈએ અને રિટેલર્સ સાથે સારા સંબંધો હોવા જોઈએ.

JioMartના ડિસ્ટ્રીબ્યૂટર બનવાની પ્રક્રિયા
– https://partnercentral.jioconnect.com/web/guest/distributors પર જઈને “I am interested” બટન પર ક્લિક કરો.
– હવે ફોર્મમાં નામ, ઈમેઈલ, શહેર, સરનામું જેવી વિગતો ભરીને કેપ્ચા ભરીને સબમિટ કરો.
– આટલું કરવાથી ડિસ્ટ્રીબ્યૂટર બનવાનું તમારું આવેદન કંપની સુધી પહોંચી તશે.
– જેમ જેમ જિયોમાર્ટની સર્વિસ શરૂ થશે, તેમ તેમ યોગ્યતાના આધાર પર ડિસ્ટ્રીબ્યૂટરશિપ મળશે
– RDS/ડિસ્ટ્રીબ્યૂટરની જોગવાઈઓ અનુસાર કંપનીની લોકલ સેલ્સ ટીમ ડિસ્ટ્રીબ્યૂટર્સને મંજૂરી આપે છે.

WhatsAppથી કેવી રીતે કરશો ઑર્ડર? ગ્રાહકે જિયોમાર્ટનો નંબર 8850008000ને પોતાના કોન્ટેક્ટમાં સેવ કરવાનો રહેશે. જેના પર Hi લખીને મોકલવાનું રહેશે. જે બાદ યૂઝરને ઑર્ડર કરવા માટે જિયોમાર્ટ એક લિંક મોકલશે. જે 30 મિનિટ સુધી માન્ય રહેશે. આ લિંક યૂઝરને જિયો માર્ટના પેજ સુધી લઈ જશે. જ્યાં ઑર્ડર પ્લેસ કરવા માટે મોબાઈલ નંબર, એરિયા, લોકાલિટી જણાવીને આખું નામ અને સરનામું આપવું પડશે. જે બાદ પ્રૉડક્ટ લિસ્ટ આવી જશે.

હાલ માત્ર કેશથી જ પેમેન્ટઃ એકવાર ઑર્ડર આપી દો એટલે કંપની તેને વૉટ્સએપ પર સ્થાનિક ગ્રૉસર સ્ટોર કે કરિયાણાની દુકાન સાથે શેર કરે છે. સામાન પેક થવા પર બિલ બનતા ગ્રાહકોને નોટિફિકેશન મળે છે અને સ્ટોરની માહિતી આપવામાં આવે છે. હાલ સર્વિસમાં માત્ર કેશમાં જ પેમેન્ટ થઈ શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page