Only Gujarat

FEATURED National

પતિ સૈન્યમાં તો પત્ની પોલીસમાં, ફરજની સાથે આ રીતે લાડલાને કરી રહી છે મોટો

આગ્રાઃ પોલીસ સ્ટેશનમાં એક બાજુ 10 મહિનાનો બાળક અને બીજી તરફ હાથમાં ફરિયાદીની અરજી. આ દ્રશ્ય છે ન્યૂ આગરામાં તૈનાસ પોલીસકર્મી પૂનમ કુમારી જે હાલ પોતાના બાળકને સાથે રાખીને ડ્યૂટી કરી રહી છે. તે રોજ મહિલા હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવે છે. આ દરમિયાન દીકરો પણ સાથે હોય છે. ક્યારેક દીકરો રડે તો તેને વહાલ કરવા લાગે છે અને સુવા લાગે તો ખોળામાં સુવડાવી દે છે.

આમ થવા પાછળનું કારણ એ છે કે પૂનમને ચાઈલ્ડ કેર લીવ નથી મળી રહી. આ માટે તેણે અરજી કરી રાખી છે. પૂનમના પતિ સૈન્યમાં હોવાને કારણે દીકરાની જવાબદારી તેના જ સિરે છે.
અલીગઢના અતરૌલીના મલ્હાર પુર ગામના અમિત કુમાર સૈન્યમાં છે અને પઠાનકોટમાં ફરજ બજાવી રહ્યાં છે. તેમની પત્ની પૂનમ 1.5 વર્ષથી આગ્રામાં ફરજ બજાવે છે.

હાલ તે ન્યૂ આગ્રામાં ડ્યૂટી કરી રહી છે. તેનો દીકરો 10 મહિનાનો છે. પૂનમે જણાવ્યું કે,‘દીકરો ઘરે અન્ય કોઈ પરિવારજન સાથે રહેતો નથી, તે વારંવાર રડવા લાગે છે. આ જ કરાણે હું રોજ દીકરાને ડ્યૂટી પર લઈને આવતી હોઉં છું.

ઘણીવાર નાઈટ ડ્યૂટી હોય છે ત્યારે પણ દીકરાને સાથે જ રાખવો પડતો હોય છે.’ મેટરનિટી લીવ હેઠળ તેને 6 મહિનાની રજા મળી હતી. જે પછી તેણે ચાઈલ્ડ કેર લીવ માટે અરજી કરી રાખી છે, જોકે આ રજા અપ્રૂવ થઈ નથી. આ કારણે જ તે બાળકને સાથે લઈ ડ્યૂટી પર આવે છે.

ફરિયાદીઓની અરજી સાંભળવાની સાથે તે દીકરાની દેખરેખ રાખવાનું કામ કરે છે. જો તેને 6 મહિના વધુ રજા મળે તો દીકરો મોટો થઈ જશે. પછી તો તે પોતે સરળતાથી ડ્યૂટી પર આવી શકશે તેમ પૂનમે જણાવ્યું હતું.

પૂનમે જણાવ્યું કે, તેના લગ્ન ફેબ્રુઆરી 2018માં થયા હતા, તે 2016 બેચની પોલીસકર્મી છે. આગ્રા અગાઉ તે મૈનપુરીમાં તૈનાત હતી. તેના જેઠ પણ પોલીસકર્મી છે અને આઈજી ઓફિસમાં તૈનાત છે. સાસુ શ્યામવતી દેવી ઉંમરલાયક છે. જ્યારે પતિ 2 મહિનાની રજા પર આવ્યા બાદ ઓક્ટોબરમાં ડ્યૂટી પર પરત ફર્યા હતા.

You cannot copy content of this page